SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ જેને સેન્ટર ઓફ અમેરિકા - ન્યૂયોર્ક જૈનોની ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર જૈન સેન્ટર ઓફ અમેરિકા-ન્યૂર્યોકની સ્થાપના ૧૯૬૬માં બિનનફાકારક ધાર્મિક સંસ્થા તરીકે સ્ટેટ ઓફ ન્યૂર્યોકમાં થઈ હતી. ઉત્તર અમેરિકામાં જૈન સિદ્ધાંતો અને આચાર સંહિતાનો પ્રચાર કરવા માટે અને ધ્યાન ધરવા માટે પવિત્ર જગ્યા સંપન્ન કરવા માટે સ્થપાયેલી પ્રથમ સંસ્થા છે. આ ધાર્મિક સ્થળનું જૈન ધર્મના વિવિધ આચાર અને સિદ્ધાંતોને સંતોષકારક રીતે પાળવા માટે ભક્તિપૂર્ણ સ્થળ બને રીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન સેન્ટરનું નવું મકાન પાંચ માળનું-પાર્કીગની સુવિધાથી યુક્ત છે. તેનો નશો જૈન સમાજ માટે જરૂરી વૈવિધ્યપૂર્ણ સગવડો પૂરી પાડે તેવો છે. નીચે સેલરમાં બાળકો માટે વિવિધલક્ષી હોલ અને આર્ટ ગેલેરીની વ્યવસ્થા છે. પહેલે માળે મિલનખંડ અને શ્રી ભોમિયાજી વિરાજમાન છે. બીજે માળે શ્રી મહાવીરસ્વામીનું દેરાસર તથા ઉપાશ્રય તથા રત્નોમાં બનેલો નવકાર મંત્ર છે. ત્રીજે માળે શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર અને શ્રીમદ રાજચંદ્ર સ્વાધ્યાય ખંડ અને લાયબ્રેરી છે. ચોથે માળે શ્રી દાદાવાડી અને અષ્ટાપદનું તીર્થ સાથે ભોજનશાળા અને આયંબિલ શાળાની વ્યવસ્થા છે. અત્યારે અહીં અષ્ટાપદ તીર્થની નાની પ્રતિકૃતિ છે. જ્યારે તે સ્ફટિક પર્વતમાં કલર સ્ટોનની ૨૪ તીર્થકરોની પ્રતિમાઓથી સુશોભિત થશો ત્યારે એ સેન્ટરનું આગવું અને અનેરૂ આકર્ષણ બની રહેશે. આ મકાનમાં ભક્તિ-પૂજા-વ્યાખ્યાન-સ્વાધ્યાય-શિક્ષણ સાથે ધાર્મિક મિલન અને જમવાની સગવડો છે. આ પ્રોજેક્ટના આયોજન દરમ્યાન વિશાળ જનસમુદાયનો અવરજવરનો માર્ગ સુગમ બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આધ્યાત્મિક હેતુઓને લક્ષમાં રાખીને આ દેરાસર આધુનિક ટેક્નોલોજીની ભાવિ પેઢીની જરૂરિયાનો પૂરી પાડે તેવી વ્યવસ્થા ધરાવે છે. સ્થાનિક નાગરિક નિયમોને આધીન રહીને પવિત્ર વાતાવરણ ઊભું કરવામાં આવ્યુ છે. જ્યાં ધર્મ અને સ્થાપત્ય તથા કલાનું મિલન જોવા મળે છે. જૈન માન્યતાની વિવિઘ દૃષ્ટિઓને સ્થાપત્ય કલા, ચિત્રો અને વર્ણનોના માધ્યમથી સંપૂર્ણ પ્રકામાં અભિવ્યક્ત કરવામાં આવી છે. પરિષદની ખાલી દિવાલો ઉપર જૈન તત્ત્વજ્ઞાનને સાકાર કરે તેવા ચિત્રો મૂકવામાં આવ્યાં છે. ઉપાસકના આંતરાત્માને અસર કરે, તેમની આધ્યાત્મિકતાને પ્રેરે તથા તેમને સજાગ અને જાગૃત બનાવે તે હેતુથી આર્ટ ગેલેરી બનાવેલ છે. એ જૈન સેન્ટર, દ્વાર પર આવનાર દરેક સાધકના મન આત્મા અને કાયાને પરમાત્મામાં લીન બનાવે તે હેતુ ધરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001980
Book TitleJain Center of America INC New York
Original Sutra AuthorN/A
AuthorJain Center of America Inc. New York
PublisherUSA Jain Center America NY
Publication Year
Total Pages24
LanguageEnglish
ClassificationBook_English & Pilgrimage
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy