SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ તાલ નામનું સરોવર આવેલું છે. નંદી પર્વતની ઘણી તસવીરો લેનાર અને આ પ્રદેશમાં સારું એવું ભ્રમણ કરનારા શ્રી ભરતભાઈ હંસરાજ શાહના કહેવા પ્રમાણે આ પર્વત સાથે અષ્ટાપદના વર્ણનનો મેળ બેસે તેવો છે. આઠ પગથિયાં અને સ્લેિક્સ' જોવા મળે છે. અમે સેટેલાઇટ દ્વારા આ પ્રદેશની તસવીરો લેવા પ્રયત્ન કરીએ છીએ, જેથી કોઈ દટાયેલું સ્થાન મળી આવે. આ સંદર્ભમાં શ્રી એસ. પી. ઠક્કરનો છેલ્લો અહેવાલ અભ્યાસ કરવા જેવો છે. (આ અહેવાલ રેફરન્સ વૉલ્યુમ નં. ૧૧ના ૮૦મા પ્રકરણમાં પૃષ્ઠ નં.૪૯૭૩ પર છે.) અષ્ટાપદની સંભવિત જગ્યા કૈલાસ પર્વત(૧૯૩૮ મીટર)થી દક્ષિણ પૂર્વમાં ૫૯૯૯ મીટર ઊંચે હોવી જોઈએ. કૈલાસ પર્વત કાંગ રિપોચે - ગંગ તિસે નામે ઓળખાય છે. આ સ્થળ દેરાફૂગથી દક્ષિણ પૂર્વમાં પ કિ.મી., દોલ્યા લાથી દક્ષિણ-પશ્ચિમ પ. કિમી., ઝતુલ ફુગથી ઉત્તરપશ્ચિમ ૭.૫ કિ.મી., જ્ઞાનડ્રગ મોનાસ્ટ્રીથથી ઉત્તર પૂર્વ ૮ કિ.મી., સરલંગ ગોમ્પાથી ઉત્તર-પૂર્વ ૮.૫ કિ.મી., ડોર્પોચે અથવા યમદાર અથવા મોક્ષદ્વારથી ઉત્તર-પૂર્વ ૯ કિ.મી.ના અંતરે આવેલું છે. તે ૧૩ ઝીંગુગ કાંગ્યુ ચોર્ટનથી ૨.૫ કિ.મી., સરલંગ ચેકસમ લાથી પૂર્વમાં ૨.૦૦ કિ.મી. અથવા ગંગપો-સંગલમ લાથી દક્ષિણ પશ્ચિમમાં ૨.૫૦ કિ.મીટર દૂર આવેલું છે. તે જગ્યાએ સરલંગ ચેકસમ લા અને ગંગ-પો સંગ્લામ લાથી સહેલાઈથી પહોંચી શકાય છે. આમ કુલ ૧૦ સ્થાનોની સંભાવના અંગે વિચાર ચાલે છે. 29 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001979
Book TitleAshtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy