SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ આ પ્રકારના સાહિત્યની વિશેષ શોધ માટે હિમાચલ પ્રદેશમાં ધરમશાલાના ગ્રંથાલયમાં તિબેટી ગ્રંથોની તપાસ કરવામાં આવી છે. આ ગ્રંથોમાં રહેલી માહિતી જ્યારે બહાર આવશે ત્યારે જૈન ધર્મની પ્રાચીનતા વિશે કેટલીય નવી નવી બાબતો પર પ્રકાશ પડશે. પ્રદર્શન અને સેમિનાર : અષ્ટાપદ મૉડેલ અને ત્રણે ચોવીશી (તીર્થકરની ૭૨ પ્રતિમા) અને અન્ય પ્રતિમાઓનું ઘણાં નગરો અને મહાનગરોમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. આને પરિણામે વિશાળ ધર્મપ્રિય જનસમૂહ આ ત્રણે ચોવીસીના દર્શનનો પાવન લાભ પામી શક્યો છે તેમજ દેશ-વિદેશમાં વ્યાપક જનસમૂહમાં અષ્ટાપદ તીર્થ વિશે જાગૃતિ આવી છે. અષ્ટાપદ તીર્થ વિશેનું સાહિત્ય અને અન્ય વિગતનાં સોળ વોલ્યુમ પણ ઠેર ઠેર પ્રદર્શિત કરવામાં આવ્યા. કૈલાસ માનસરોવરની સંશોધન-યાત્રાની સુંદર વિડિયોએ નવો ઉત્સાહ જગાડ્યો છે. અષ્ટાપદ તીર્થનું આ પ્રદર્શન મુંબઈ, ન્યૂયોર્ક, સૂરત, એન્ટવર્પ, પાલીતાણા, અમદાવાદ, જયપુર, દિલ્હી, કોલકાતા, ન્યૂજર્સી (જેના કન્વેન્શન)માં તથા લૉસ એન્જલિસમાં દર્શાવવામાં આવ્યું, આને પરિણામે આ પ્રાચીન તીર્થના સંશોધન-કાર્યમાં સહુને ઊંડો રસ જાગ્યો છે. અષ્ટાપદની સંશોધનયાત્રા : અષ્ટાપદ મહાતીર્થ અને અષ્ટાપદના પર્વતનું સ્થાન નક્કી કરવા માટે ૨૦૦૬ના ૨૮મે થી ૨૧ જૂન સુધીના સમયમાં મધ્ય હિમાલયની મુલાકાત અને સંશોધન માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં મુખ્ય હેતુઓ આ પ્રમાણે હતા : 27 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001979
Book TitleAshtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy