SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ શ્રી જિન ચોવીસી : વર્તમાન ૨૪ તીર્થકરોને દર્શાવતી ૨૪ પ્રતિમાઓ આમાં કોતરવામાં આવી છે. દરેક પ્રતિમાની નીચે એનાં લાંછન છે, જેથી દર્શનાર્થી એ કયા તીર્થકર ભગવાનની પ્રતિમા છે તે જાણી શકશે. પ્રત્યેક પ્રતિમા કીમતી રત્નોમાંથી કોતરવામાં આવી છે. રંગો મળવાની મર્યાદાના કારણે દરેક તીર્થંકરનો મૂળ રંગ મેળવવો મુશ્કેલ છે. પ્રતિમાનાં કદ એમની નિયત જગ્યા અનુસાર નક્કી કરેલ છે. નીચેની બે સૌથી ઊંચી ૯”-૧૧” (પ્રતિમા ૧ અને ૨), પછીની ચાર ૭”-૯” ઊંચાઈમાં (પ્રતિમા ૩થી ૬), પછીની આઠ પ”-૭”ની ઊંચાઈની (પ્રતિમા ૭થી ૧૪) અને છેલ્લી દસ પ્રતિમા ૩'-૫" ઊંચાઈની (પ્રતિમા ૧પથી ૨૪) છે, જે સૌથી નાની છે. આને ધર્મગ્રંથોના આધારે તીર્થકરોના મૂળ ઊંચાઈના પ્રમાણસર ભાગે બનાવવામાં આવી છે અને ધાર્મિક વિધિ પ્રમાણે એની સ્થાપના થશે. કથાઓની કોતરણી : શ્રી અષ્ટાપદ તીર્થ સાથે જોડાયેલી અનેક કથાઓ મળે છે. પ્રારંભમાં આ વાર્તાઓને બે ભાગમાં (૨ ડી) દર્શાવવાનું વિચાર્યું હતું. પર્વતની બાજુના નીચેના ભાગમાં અગાઉની બે ડિઝાઇન (૨ ડી) પ્રમાણે કોતરણી કરી હતી, પણ આગળ જતાં શ્રી અષ્ટાપદ તીર્થ વિશે વધુ ને વધુ ધર્મકથાઓ મળતી ગઈ એટલે બધાને રત્નોમાં (૩ ડી) જુદી જુદી કોતરવાનું નક્કી થયું. આમાંની કેટલીક ઘટનાઓ શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર બનેલી છે અને કેટલીક અષ્ટાપદને લગતી ઘટનાઓ છે. આવી કુલ ચોવીસ કથાઓ કોતરણી સાથે જોવા મળશે. 26 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001979
Book TitleAshtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy