SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૭ lianitair filteiliniiihiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiilLIHવામાdiwaliH HબાકરાણHaiકામwiriniાજ માટainika Hahahalisa ilishઘાના liliiiiiiiiiiiiiiumulaws alwાપાજી " " " " "OK " " " ક " " " બ બ બ બ હ હ હ હ હ હ ક " : " પરિણમન કાર્યો કર્યા કરે છે. જેમ સુશબ્દ દુઃશબ્દમાં, દુ:શબ્દ સુશબ્દમાં, સુરૂપ દુરૂપમાં, દુરૂપ સુરૂપમાં, સુગંધ દુર્ગધમાં, દુર્ગધ સુગંધમાં, સુરસ દુરસમાં, દુરસ સુરસમાં અને આ પ્રમાણે સ્પર્શનું શુભ અને અશુભમાં પરિણમન થયા કરે છે. જે જીવમાં જેટલી ઇંદ્રિયો પ્રાપ્ત થાય છે તે જીવ તે જ નામથી ઓળખાય છે. જેમ જે જીવમાં એક સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત થાય છે તેને એકેન્દ્રિય, જેમાં સ્પર્શ અને રસ એ બે ઇંદ્રિય પ્રાપ્ત થાય છે તેને બે ઇંદ્રિય, જેમાં સ્પર્શ, રસ અને ધ્રાણ એ ત્રણ ઇંદ્રિયો પ્રાપ્ત થાય છે તેને ત્રેઇંદ્રિય. જેમાં ચક્ષુ સહિત ચાર ઇંદ્રિયો પ્રાપ્ત થાય છે તેને ચઉન્દ્રિય અને જેમાં શ્રોત્ર સહિત પાંચે ઇંદ્રિયો પ્રાપ્ત થાય છે તે જીવને પંચેન્દ્રિય કહેવામાં આવે છે. ચૌવીસ દેડકોમાં નૈરયિક, દેવ, મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોમાં પાંચ ઇંદ્રિયો પ્રાપ્ત થાય છે. માટે તે બધા પંચેન્દ્રિય જીવ છે. તિર્યંચગતિના ચઉન્દ્રિય જીવોમાં ચાર, તેઇંદ્રિયમાં ત્રણ અને બેઇઢિયમાં બે ઇંદ્રિયો રહે છે. પૃથ્વીકાય આદિ જે એકેન્દ્રિય જીવ છે તેમાં માત્ર એક સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત થાય છે. નૈરયિક અને દેવોમાં સ્પર્શેન્દ્રિય બે પ્રકારની હોય છે- ભવધારણીય (જન્મથી પ્રાપ્ત) અને ઉત્તર વૈકિય (વૈક્રિય શરીર જન્ય), નૈરયિકોમાં બન્ને પ્રકારની સ્પર્શેન્દ્રિય હુંડક સંસ્થાનવાળી હોય છે. જ્યારે દેવોમાં ભવધારણીય સ્પર્શેન્દ્રિય સમચતુરગ્નસંસ્થાનવાળી અને ઉત્તરવૈક્રિય સ્પર્શેન્દ્રિય અનેક સંસ્થાનવાળી કહી છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોની સ્પર્શેન્દ્રિય છ પ્રકારના સંસ્થાનોવાળી હોય શકે છે. તે સંસ્થાન એ છે - સમચતુર, ન્યગ્રોઘપરિમંડળ, સાદિ, વામન, કુમ્ભક અને હૂંડક, એકેન્દ્રિયોની જે સ્પર્શેન્દ્રિય છે તે અલગ અલગ આકારવાળી માની છે. પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિય મસૂરીન્દ્રના સમાન, અપૂકાયિકોની જલ બિન્દુના સમાન, તેજસ્કાયિકોની સૂચીકલાપના સમાન, વાયુકાયિકોની પતાકાના સમાન આકારવાળી તથા વનસ્પતિકાયિકોની અનેક આકારવાળી કહી છે. આ અધ્યયનમાં પ્રત્યેક જીવની ઇંદ્રિયોના સંસ્થાન, બાહુલ્ય, પૃથુત્વ, પ્રદેશ અને અવગાહનાનું સમ્યફ વર્ણન કરેલ છે. પાંચ પ્રકારની ઇંદ્રિયોમાં અવગાહનાની અપેક્ષાએ ચક્ષુઇંદ્રિય બધાથી અલ્પ છે. તથા સ્પર્શેન્દ્રિય બધાથી વધારે છે. પ્રદેશોની અપેક્ષાએ પણ વસુઇંદ્રિય બધાથી અલ્પ તથા સ્પર્શેન્દ્રિય બધાથી વધારે મનાય છે. ચક્ષુથી શ્રોત્ર, શ્રોત્રથી ઘાણ, ધાણથી જિહવા અને જિહવાથી સ્પર્શની અવગાહના અને પ્રદેશ ઉત્તરોત્તર વધારે છે. ઇંદ્રિયોના પાંચ ભેદ જ ઇંદ્રિયલબ્ધિના પાંચ ભેદ હોય છે અને તે જ ઇંદ્રિયોપયોગના પાંચ ભેદ હોય છે. આ પ્રમાણે લબ્ધિ અને ઉપયોગના રૂપમાં વિભક્ત ભાવેન્દ્રિય પણ શ્રોત્રાદિના ભેદથી પાંચ પ્રકારની જ હોય છે. જે જીવમાં જેટલી ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે. એમાં એટલીજ દ્રિબ્ધિ અને ઇંદ્રિયોપયોગ પ્રાપ્ત થાય છે. ઉપયોગ કાળની દ્રષ્ટિએ ચક્ષુનો ઉપયોગકાળ બધાથી અલ્પ અને સ્પર્શેન્દ્રિયનો ઉપયોગકાળ બધાથી વધારે છે. ચક્ષુથી શ્રોત્ર, ઘાણ અને જિવાનો ઉપયોગકાળ ઉત્તરોત્તર વધારે છે. ઇંદ્રિય નિર્વતૈના (રચના) ઇંદ્રિયકરણ અને ઇંદિયાપચયના પણ ઇંદ્રિયોની જેમ શ્રોત્રાદિ પાંચ - પાંચ ભેદ છે. જે જીવમાં જેટલી ઇન્દ્રિયો હોય છે. એમાં એટલી જ ઇંદ્રિયનિર્વના, એટલી જ ઇંદ્રિયકરણ અને એટલીજ ઇંદ્રિયોપચય પ્રાપ્ત થાય છે. ઇંદ્રિયનિવર્તનાનો કાળ અસંખ્યાત સમય યુક્ત અંતર્મુહૂર્ત મનાય છે. આ કાળમાં યથાયોગ્ય ઇંદ્રિયોનું નિર્માણ થઈ જાય છે. મતિજ્ઞાન ઇંદ્રિયોની સહાયતાથી થાય છે. મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચાર ભેદ કરાય અવગ્રહ બે પ્રકારના હોય છે. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. આમાંથી અર્થાવગ્રહ પાંચ ઇંદ્રિયો અને મનથી થવાના કારણે છે પ્રકારના હોય છે તથા વ્યંજનાવગ્રહ ચકું અને મનને છોડીને બાકીની ચાર ઇંદ્રિયોથી થવાને કારણે ચાર પ્રકારના હોય છે. જેમકે - શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, જિન્દ્રિય વ્યંજનાવગ્રહ અને સ્પર્શેન્દ્રિય attailllisitedwaiiia liliiiiiiiiiiial laalauantillafulilliaધા કાપા ઘrupurnimati Ministrativatiiiithly Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy