________________
૫. અમૂર્તિત્વ, ૬, અસ્તિત્વ અને ૭. સપ્રદેશતા. આચાર્ય કુંદકુંદે જે મોક્ષ દશાનાં સાત ભાવાત્મક તથ્યોનો ઉલ્લેખ કરેલ છે. તે બધા ભારતીય દર્શનોને સ્વીકાર નથી. વેદાંતને સ્વીકાર નથી. સાંખ્ય, સૌખ્ય અને વીર્યને અને ન્યાયવૈશેષિક જ્ઞાન અને દર્શનને પણ અસ્વીકાર કરી દે છે. બૌદ્ધ શુન્યવાદ અસ્તિત્વનો પણ વિનાશ કરી દે છે અને ચાર્વાક દર્શન મોક્ષની ધારણાને પણ સમાપ્ત કરી દે છે. વાસ્તવમાં મોક્ષને અનિર્વચનીય માનતા હોવા છતાં પણ વિભિન્ન દાર્શનિક માન્યતાઓનાં નિરાકરણનાં માટે જ મોક્ષની આ ભાવાત્મક અવસ્થાનું ચિત્રણ કરેલ છે. ભાવાત્મક દૃષ્ટિથી જૈન વિચારણા મોક્ષાવસ્થામાં અનંત ચતુષ્ટયની ઉપસ્થિતિ પર બળ આપે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સૌખ્ય અને અનંત
તને જૈન વિચારણામાં અનંત ચતુષ્ટય કહેવાય છે. બીજરૂપમાં આ અનંત ચતુષ્ટય બધા જીવાત્માઓમાં ઉપસ્થિત છે. મોક્ષ દશામાં આના અવરોધક કર્મોનો ક્ષય થવાથી એ ગુણ પૂર્ણરૂપમાં પ્રગટ થઈ જાય છે. એ પ્રત્યેક આત્માનો સ્વાભાવિક ગુણ છે. જે મોક્ષાવસ્થા પૂર્ણ રૂપથી અભિવ્યક્ત થઈ જાય છે. અનંત ચતુર્યમાં અનંતજ્ઞાન અનંત શક્તિ અને અનંત સૌખ્ય આવે છે. પરંતુ અષ્ટ કર્મોના પ્રહાણનાં આધાર પર સિદ્ધોના આઠ ગુણોની માન્યતા પણ જૈન વિચારણામાં પ્રચલિત છે. ૧. જ્ઞાનાવરણીય કર્મના નષ્ટ થઈ જવાથી મુક્તાત્મા અનંત જ્ઞાન કે પૂર્ણજ્ઞાનથી યુક્ત થાય છે. ૨. દર્શનાવરણ કર્મના નષ્ટ થઈ જવાથી અનંત દર્શનથી સંપન્ન થાય છે. ૩. વેદનીય કર્મના ક્ષય થઈ જવાથી વિશુદ્ધ અનશ્વર આધ્યાત્મિક સુખોથી યુક્ત થાય છે. ૪. મોહ કર્મનાં નષ્ટ થઈ જવાથી યથાર્થ દષ્ટિ (ક્ષાયિક સમ્યક્ત્વ)થી યુક્ત થાય છે. મોહ કર્મના દર્શન મોહ અને ચારિત્ર મોહ એમ બે ભાગ કરાય છે. દર્શનમોહના પ્રહાણથી (સમાપ્ત) યથાર્થ અને ચારિત્રમોહના ક્ષયથી યથાર્થ ચારિત્ર (ક્ષાયિક ચારિત્ર)નું પ્રગટ થાય છે. પરંતુ મોક્ષ દશામાં ક્રિયારૂપ ચારિત્ર હોતુ નથી માત્ર દષ્ટિરૂપ ચારિત્ર જ હોય છે, માટે તેને ક્ષાયિક સમ્યક્ત્વના અંતર્ગત જ માની શકાય છે. એમ તો આઠ કર્મોની ૩૧ પ્રકૃતિઓના પ્રહાણના આધારથી સિદ્ધાંતોના ૩૧ ગુણ માનેલ છે. તેમાં યથાખ્યાત ચારિત્રને સ્વતંત્ર ગુણ માનેલ છે. ૫. આયુ કર્મનો ક્ષય થઈ જવાથી મુક્તાત્મા જન્મ-મરણના ચક્રથી છૂટી જાય છે. તે અજર-અમર થાય છે. ૬. નામ-કર્મનો ક્ષય થઈ જવાથી મુક્તાત્મા અશરીરી અને અમૂર્ત થાય છે. માટે તે ઈન્દ્રિય ગ્રાહ્ય થતા નથી. ૭. ગોત્ર-કર્મનો નષ્ટ થઈ જવાથી અગુરુલઘુત્વથી યુક્ત થઈ જાય છે.' અર્થાત્ બધા સિદ્ધ સમાન હોય છે. તેમાં નાના-મોટા કે ઉંચનીચનો ભાવ હોતો નથી. ૮. અંતરાય કર્મનો નાશ થઈ જવાથી બાધા રહિત થઈ જાય છે. અર્થાતુ અનંત શક્તિ સંપન્ન થાય છે. અનંત શક્તિનો આ વિચાર મૂળથી નિષેધાત્મક જ છે. એ માત્ર બાધાઓનો જ અભાવ છે. પરંતુ આ પ્રમાણે અષ્ટ કર્મોના પ્રહાણનાં (નષ્ટના) આધાર પર મુક્તાત્માના આઠ ગુણોની વ્યાખ્યા માત્ર એક વ્યાવહારિક સંકલ્પના જ છે. તેના વાસ્તવિક સ્વરૂપનું નિર્વચન નથી. તે વ્યવહારિક દૃષ્ટિથી તેને સમજવાનો પ્રયાસ માત્ર છે કે તેનું વ્યાવહારિક મૂલ્ય છે. વાસ્તવમાં તો તે અનિર્વચનીય છે. આચાર્ય નેમીચંદ્ર ગોમ્મસારમાં સ્પષ્ટ રૂપથી કહે છે કે સિદ્ધોના આ ગુણોનું વિધાનમાત્ર સિદ્ધાત્માના સ્વરૂપનાં સંબંધમાં જે એકાંતિક માન્યતાઓ છે તેના નિષેધના માટે છે. મુક્તાત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શનનાં રૂપમાં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગનો સ્વીકાર કરીને મુક્તાત્માઓને જડ માનવાવાળી વૈભાષિક બૌદ્ધો અને ન્યાય-વૈશેષિકની ધારણાનો પ્રતિષેધ કરેલ છે. મુક્તાત્માનાં અસ્તિત્વ કે અક્ષયતાનો સ્વીકાર કરી મોક્ષને અભાવ રૂપમાં માનનારી જડવાદી તથા સૌત્રાન્તિક બૌદ્ધોની માન્યતાનું નિરસન કરેલ છે. આ પ્રમાણે અમે જોઈએ છે કે મોક્ષ દશાનું સમગ્ર ભાવાત્મક ચિત્રણ નિષેધાત્મક મૂલ્ય જ રાખે છે. આ વિધાન પણ નિષેધના માટે છે.
અભાવાત્મક દૃષ્ટિથી મોક્ષ તત્વ પર વિચાર :
જૈનાગમોમાં મોક્ષાવસ્થાનું ચિત્ર નિષેધાત્મક રૂપથી પણ થયેલ છે. પ્રાચીનતમ જૈનાગમ આચારાંગ સૂત્રમાં મુક્તાત્માનું નિષેધાત્મક ચિત્ર નીચે પ્રમાણે પ્રસ્તુત કરેલ છે. મોક્ષાવસ્થામાં સમસ્ત કર્મોનો ક્ષય થઈ જવાથી મુક્તાત્મા ન દીર્ઘ છે,
કેટલાક વિદ્વાનોએ અગુરુલઘુત્વનો અર્થ ન હલ્કો ન ભારી કરેલ છે. ૨. પ્રવચનસારોદ્ધાર કાર-૨૭૬, ગાથા ૧૫૯૩- ૧૫૯૪, 3. सदसित संखो मक्कडि बुद्धो णेया इयो य विसेसी । ईसर मंडली दंसण विइसणटुं कयं एवं । गोम्मटसार, नेमीचंद्र
69 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org