________________
- N/NA NANA SASSSSSSSSSSSSSSSSSSle થાય છે. વાસ્તવિકતા એ છે કે મોહ (મિથ્યાત્વ)થી કષાય ઉત્પન્ન થાય છે અને કષાયોનાં કારણે જ મોહ (મિથ્યાત્વ) હોય છે. માટે કષાય અને મિથ્યાત્વ અન્યોન્યાશ્રિત છે અને બીજ તેમજ વૃક્ષની જેમજ આમાંથી કોઈની પણ પૂર્વકોટિ નિર્ધારિત કરી શકાતી નથી. - જો અમે આ જ પ્રશ્ન પર બૌદ્ધ દૃષ્ટિથી વિચાર કરીએ તો તેમાંથી સામાન્યતયા લોભ (રાગ) દ્વેષ અને મોહને બંધનનું કારણ કહેવાયું છે. બૌદ્ધ પરંપરામાં પણ આને પરસ્પર સાપેક્ષ જ માનેલ છે. મોહને બૌદ્ધ પરંપરામાં અવિદ્યા પણ કહેવાય છે. બૌદ્ધ વિચારણા એ માને છે કે અવિદ્યા (મોહ)ના કારણે તૃષ્ણા (રાગ) થાય છે. અને તૃષ્ણાના કારણે મોહ થાય છે. આચાર્ય નરેન્દ્રદેવ લખે છે કે લોભ અને દ્વેષનો હેતુ મોહ છે. પરંતુ પર્યાયથી લોભ તેમજ મોહ પણ ‘ષનો હેતુ છે. બૌદ્ધ-દર્શનમાં પણ જૈન દર્શનની જેમજ અવિદ્યા અને તૃષ્ણાને અન્યોન્યાશ્રિત માનેલ છે અને બતાવ્યું છે કે આમાંથી કોઈપણ પૂર્વકોટિ નિર્ધારિત કરવી સંભવ નથી. સાંખ્ય અને યોગર્શનમાં કલેશ કે બંધનનાં પાંચ કારણ છે- અવિદ્યા, અહંકાર, રાગ-દ્વેષ, અભિનિવેશ. આમાં પણ અવિદ્યા પ્રમુખ છે. શેષ ચારેય તેના પર આધારિત છે. ન્યાયદર્શન પણ જૈન અને બૌદ્ધોના સમાન જ રાગ-દ્વેષ અને મોહને બંધનનું કારણ માને છે. આ પ્રમાણે લગભગ બધા દર્શન પ્રકારાન્તરથી રાગ-દ્વેષ અને મોહ (મિથ્યાત્વ)ને બંધનનું કારણ માને છે. બંધનમાં ચાર પ્રકારોથી બંધનોનાં કારણનો સંબંધ :
જૈન કર્મ-સિદ્ધાંતમાં બંધનનાં ચાર પ્રકાર કહ્યાં છે- ૧. પ્રકૃતિબંધ, ૨. પ્રદેશબંધ, ૩. સ્થિતિબંધ અને ૪. અનુભાગ બંધ. ૧. પ્રકતિ-બંધ : બંધનના સ્વભાવનું નિર્ધારણ પ્રકતિ-બંધ કરે છે તે એ નિશ્ચય કરે છે કે કર્મ-વર્ગણાનાં પુદગલ
આત્માની જ્ઞાન, દર્શન આદિ કંઈ શક્તિને આવૃત્ત કરશે. પ્રદેશ-બંધ : એ કર્મ-પરમાણુઓની આત્માની સાથે સંયોજિત થનારી માત્રાનું નિર્ધારણ કરે છે માટે તે માત્રાત્મક હોય છે. સ્થિતિ-બંધ : કર્મ-પરમાણુ કેટલા સમય સુધી આત્માની સાથે સંયોજીત રહેશે અને ક્યારે નિર્જરા થશે,
એ કાળ-મર્યાદાનો નિશ્ચય સ્થિતિબંધ કરે છે. માટે તે બંધનની સમય મર્યાદાનું સૂચક છે. ૪. અનભાગ-બંધ : કર્મોના બંધન અને વિપાકની તીવ્રતા અને મંદતાનો નિશ્ચય કરવો એ અનુભાગ-બંધનું
કાર્ય છે. બીજા શબ્દોમાં એ બંધનની તીવ્રતા કે ગહનતાનું સૂચક છે. ઉપરનાં ચાર પ્રકારનાં બંધનોમાં પ્રકૃતિ-બંધ અને પ્રદેશ-બંધનો સંબંધ મુખ્યત્વે યોગ અર્થાત્ કાયિક, વાચિક અને માનસિક ક્રિયાઓથી છે. જ્યારે બંધનની તીવ્રતા (અનુભાગ) અને સમયાવધિ (સ્થિતિ)નો નિશ્ચય કર્મની પાછળ રહેલ કષાય-વૃત્તિ અને મિથ્યાત્વ પર આધારિત હોય છે. સંક્ષેપમાં યોગનો સંબંધ પ્રદેશ અને પ્રકૃતિ-બંધથી છે. જ્યારે કષાયનો સંબંધ સ્થિતિ અને અનુભાગ બંધથી છે. આઠ પ્રકારનાં કર્મ અને તેના બંધનનું કારણ ?
જે રૂપમાં કર્મ-પરમાણુ આત્માની વિભિન્ન શક્તિઓના પ્રગટનો અવરોધ કરે છે અને આત્માનો શરીર સાથે સંબંધ સ્થાપિત કરે છે. તેના અનુસાર તેના વિભાગ કરી શકાય છે. જૈન દર્શનનાં અનુસાર કર્મ આઠ પ્રકારનાં છે- ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર અને ૮ અંતરાય. ૧. જ્ઞાનાવરણીય કર્મ :
જે પ્રમાણે વાદળ સૂર્યના પ્રકાશને ઢાંકી દે છે તે પ્રમાણે જે કર્મ-વર્ગણાઓ આત્માની જ્ઞાન શક્તિને ઢાંકી દે છે અને જ્ઞાનની પ્રાપ્તિમાં બાધક બને છે તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
૧. જૈન-કર્મ સિદ્ધાંતનું તુલનાત્મક અધ્યયન, પૃ. ૫૭. ૨. (ક) તેજ પૃ. ૬૭-૭૯
(ખ) પ્રસ્તુત વિવરણ તત્વાર્થ સૂત્ર અધ્યાય ૬ અને ૮, કર્મગ્રંથ પ્રથમ (કર્મ વિપાક) પૃ. ૨૪-૬૨. સમવાયાંગ સૂત્ર - ૩૦૧ તથા સ્થાનાંગ સૂત્ર ૪૪૩૭૩ પર આધારિત છે.
59 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org