SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ આહાર અધ્યયન ૫૩૧ ते जीवा डहरा समाणा आउसिणेहमाहारेंति, अणुपुब्वेणं वुड्ढा वणस्सइकायंतस-थावरेय पाणे तेजीवा आहारेंति, पुढविसरीरं -जाव- वणस्सइ सरीरं -जाव- सव्वप्पणाए आहारं आहारेति । अवरे वि य णं तेसिं णाणाविहाणं जलयरपंचिंदियतिरिक्खजोणियाणं मच्छाणं -जावमुंसुमाराणं सरीरा नाणावण्णा -जाव-भवंतीतिमक्खायं । अहावरं पुरक्खायं नाणाविहाणं चउप्पयथलयर पंचिंदियतिरिक्खजोणियाणं, तं जहाएगखुराणं, दुखुराणं, गंडीपदाणं, सणप्फयाणं, तेसिं च णं अहावीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्मकडाए जोणीए एत्थणं मेहुणवत्तिए नाम संजोगे समुप्पज्जइ, ते दुहओ वि सिणेहिं संचिणंति संचिणित्ता तत्थ णं जीवा इत्थित्ताए पुरिसत्ताए णंपुसगत्ताए विउटति, ते जीवा माउं ओयं पिउं सुक्कं एवं जहा मणुस्साणं -जाव- इत्थि वेगया जणयंति, पुरिसं वेगया जणयंति, नपुंसगं वेगया जणयंति । ते जीवा डहरा समाणा मातु खीरं सप्पिं आहारेंति, अणुपुब्वेणं वुड्ढा वणस्सइकायं तस थावरे य पाणे ते जीवा आहारेति पुढविसरीरं -जाव- वणस्सइ शरीरं -जाव- सबप्पणाए आहारं आहारेंति।अवरेवियणंतेसिंणाणाविहाणंचउप्पयथलयरपंचिंदियतिरिक्खजोणियाणं एगखुराणं -जावसणफयाणं सरीरा नाणावण्णा -जाव- भवंतीतिमक्खायं । તે જલચર જીવ બાલ્યાવસ્થામાં જલના રસનો આહાર કરે છે. ત્યાર પછી ક્રમથી મોટા થવાથી વનસ્પતિકાય તથા ત્રણ સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી શરીરનો વાવતુ- વનસ્પતિના શરીરનો –ચાવતુસર્વાત્મના આહાર કરે છે. તથા બીજા પણ અનેક પ્રકારની માછલીથી સુસુમાર સુધીના જલચર પંચેન્દ્રિયતિર્યંચ જીવોના શરીર અનેક વર્ણાદિથી બનેલ હોય છે -વાવતતેમાં જ ઉત્પન્ન થાય છે, એવું તીર્થંકરદેવે કહ્યું છે. ત્યારબાદ અનેક જાતિવાળા ચતુષ્પદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચોનું વર્ણન આ પ્રમાણે છે, જેમકેકેટલાક એક પુરવાળા, બે ખુરવાળા, હાથી, સિંહ આદિ નખયુક્ત પદવાળા હોય છે, તે જીવ પોત-પોતાના બીજ અને અવકાશના અનુસાર સ્ત્રી અને પુરુષના પરસ્પર મૈથુન પ્રત્યયિક સંયોગ થવાથી પોત-પોતાના કર્માનુસાર ઉત્પન્ન થાય છે, તે સર્વપ્રથમ બંનેનાં રસનો આહાર કરે છે, આહાર કરીને તે જીવ સ્ત્રી, પુરુષ કે નંપુસકના રુપમાં ઉત્પન્ન થાય છે, તે જીવ (ગર્ભમાં) માતાના ઓજ (રજ) અને પિતાના શુક્રનો આહાર કરે છે. શેષ વર્ણન પૂર્વવતુ મનુષ્યોના પ્રમાણે જાણવું -વાવ- આમાં કોઈ સ્ત્રી (માદા) નાં રુપમાં, કોઈ નરના રૂપમાં અને કોઈ નપુંસકના રૂપમાં ઉત્પન્ન થાય છે. તે જીવ બાલ્યાવસ્થામાં માતાનું દૂધ અને ધૃતનો આહાર કરે છે. ક્રમથી મોટો થઈને તે વનસ્પતિકાયનો તથા બીજા ત્રણ સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. આના સિવાય તે પ્રાણી પૃથ્વીના શરીરનો વાવત- વનસ્પતિનાં શરીરનો -વાવતુ- સર્વાત્મના આહાર કરે છે. તે અનેકવિધ જાતિવાળા, ચતુષ્પદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક એક ખુર -વાવ- નખયુક્ત પદવાળા જીવોના અનેક વર્ણાદિવાળા શરીર હોય છે -યાવત- તેમાં જ ઉત્પન્ન થાય છે. એવું તીર્થકર દેવે કહ્યું છે. ત્યારબાદ અનેક પ્રકારની જાતિવાળા ઉરપરિસર્પ (છાતીનાં બળે સરકીને ચાલનાર) સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનું વર્ણન આ પ્રમાણે છે, જેમકેસર્પ, અજગર, અળસિયા અને મોરગ. તે જીવ પોત-પોતાના ઉત્પત્તિ યોગ્ય બીજ અને અવકાશના અનુસાર સ્ત્રી અને પુરુષના પરસ્પર મૈથુન પ્રત્યયિક સંયોગ થવાથી પોત-પોતાના કર્માનુસાર ઉત્પન્ન થાય છે. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. अहावरपुरक्खायनाणाविहाणंउरपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं, तं जहा अहीणं अयगराणं आसालियाणं महोरगाणं । तेसिं च णं अहावीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्मकडाए जोणीए एत्य णं मेहुण वत्तिए नामं संजोगे समुप्पज्जइ, एवं चेव । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy