________________
, Newslets/css/% %\ \\ \\ \ \ \ \\ સંસાર, કર્મ અથવા જન્મ-મરણ અને આયનો અર્થ છે- આગમન અથવા પ્રાપ્તિ અર્થાત્ જેના દ્વારા સંસાર કે જન્મમરણની પ્રાપ્તિ થાય અથવા જેનાથી જીવ વારંવાર જન્મમરણના ચક્રમાં પડે છે એ કષાય છે. જે મનોવૃત્તિઓ આત્માને કલુષિત કરે છે એ જૈન મનોવિજ્ઞાનની ભાષામાં કષાય કહેવામાં આવે છે. કષાય અનૈતિક મનોવૃત્તિઓ છે. કષાયની ઉત્પત્તિ :
વાસના અથવા કર્મ સંસ્કારથી રાગ-દ્વેષ અને રાગ-દ્વેષથી કષાય ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે પાપકર્મના બે સ્થાન છે- રાગ અને દ્વેષ, રાગથી માયા અને લોભ તથા ટ્રેષથી ક્રોધ અને માન ઉત્પન્ન થાય છે. રાગ-દ્વેષના કષાયોનું શું સંબંધ છે. એનું વર્ણન વિશેષાવશ્યક ભાષ્યમાં વિભિન્ન નયો (દષ્ટિકોણો)ના આધારે કરવામાં આવ્યો છે. સંગ્રહનયના વિચારથી ક્રોધ અને માન ઠેષ રૂપ છે. જ્યારે માયા અને લોભ રાગરૂપ છે. કારણકે પ્રથમ બેમાં બીજાની અહિત ભાવના છે અને અંતિમ બેમાં પોતાની સ્વાર્થ સાધનાનું લક્ષ્ય છે. વ્યવહાર નયની દૃષ્ટિથી ક્રોધ, માન અને માયા ત્રણરૂપ છે. કારણ કે માયા પણ બીજાને ઘાત કરવાનો જ વિચાર છે. માત્ર લોભ એકલો રાગાત્મક છે. કારણકે એમાં મમત્વભાવ છે. ઋજુસૂત્રનયની દૃષ્ટિથી માત્ર ક્રોધ જ ક્રેષરૂપ છે. શેષ કષાય ત્રિકુ (માન-માયા અને લોભીને ઋજુસૂત્રનયની દૃષ્ટિથી ન તો કેવળ રાગ પ્રેરિત કહી શકાય અને ન કેવળ ઠેષ પ્રેરિત કહી શકાય. રાગ પ્રેરિત હોવાથી તે રાગરૂપ છે અને દ્વેષ પ્રેરિત હોવાથી તે શ્રેષરૂપ છે. ચારે કષાયો વાસનાના રાગ-દ્વેષાત્મક પક્ષોની આવેગાત્મક અભિવ્યક્તિઓ છે. વાસનાનું તત્વ પોતાની તીવ્રતાની વિધેયાત્મક અવસ્થામાં રાગ અને નિષેધાત્મક અવસ્થામાં દ્વેષ થઈ જાય છે. એ જ રાગ અને દ્વેષનો ભાવ બાહ્ય આવેગાત્મક અભિવ્યક્તિમાં કષાય કહેવાય છે. કષાયના ભેદ :
આવેગોની અવસ્થાઓ પણ તીવ્રતાની (Intensity) દૃષ્ટિથી સમાન હોતી નથી. માટે તીવ્ર આવેગોને કષાય અને મંદ આવેગ કે તીવ્ર આવેગના પ્રેરકોને નો-કષાય (ઉપ-કષાય) કહેવાય છે. કષાય ચાર છે. ૧. ક્રોધ, ૨. માન, ૩. માયાઅને ૪. લોભ. આવેગાત્મક અભિવ્યક્તિઓની તીવ્રતાના આધાર પર આમાંથી પ્રત્યેકને ચાર-ચાર ભાગોમાં વહેંચી દીધા છે. ૧. તીવ્રતમ, ૨. તીવ્રતર, ૩. તીવ્ર અને ૪. અલ્પ (મંદ). નૈતિક દૃષ્ટિથી તીવ્રતમ ક્રોધ આદિ વ્યક્તિના સમ્યફદષ્ટિકોણમાં વિકાર લાવી દે છે. તીવ્રતર ક્રોધ આદિ આત્મનિયંત્રણની શક્તિને છિન્ન-ભિન્ન કરી દે છે. તીવ્ર ક્રોધ આદિ આત્મ નિયંત્રણની શક્તિના ઉચ્ચતમ વિકાસમાં બાધક થાય છે. અલ્પ ક્રોધ આદિ વ્યક્તિને પૂર્ણ વીતરાગ થવા દેતા નથી.' ચારે કષાયોની તીવ્રતાના આધાર પર ચાર-ચાર ભેદ છે. માટે કષાયોની સંખ્યા સોળ (૧૬) થઈ. નીચે પ્રમાણે નવ ઉપઆવેગ, ઉપકષાય કે કષાય-પ્રેરક માન્યા છે. ૧. હાસ્ય, ૨. રતિ, ૩. અરતિ, ૪. શોક, ૫. ભય, ૬. ધૃણા, ૭. સ્ત્રીવેદ (પુરુષ-સમ્પર્કની ભાવના) ૮. પુરુષવેદ (સ્ત્રી-સંપર્કની ભાવના), ૯. નપુંસકવેદ (બંનેના સંપર્કની ભાવના) આ પ્રમાણે કુલ ૨૫ (પચ્ચીસ) કષાય છે.”
આ એક માનસિક પરંતુ ઉત્તેજક આવેગ છે. ઉત્તેજિત થતા જ વ્યક્તિ ભાવાવિષ્ટ થઈ જાય છે. તેની વિચારક્ષમતા અને તર્ક-શક્તિ લગભગ શિથિલ થઈ જાય છે. ભાવાત્મક સ્થિતિમાં વધતા આવેશની વૃત્તિ તિરસ્કારને જન્મ આપે છે. તિરસ્કારથી ઈર્ષા અને ઈર્ષાથી આક્રમણના ભાવ ઉત્પન્ન થાય છે. મનોવિજ્ઞાનિકોના અનુસાર ક્રોધ અને ભયમાં એ જ અંતર છે કે ક્રોધના આવેશમાં આક્રમણનું અને ભયના આવેશમાં આત્મરક્ષાનો પ્રયત્ન થાય છે.
જૈન વિચારધારામાં સામાન્ય રૂપે ક્રોધના બે રૂપ માન્ય છે- ૧. દ્રવ્યક્રોધ, ૨. ભાવક્રોધ, દ્રવ્યક્રોધને આધુનિક મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી ક્રોધનો આંગિક (અંગ) પક્ષ કહી શકાય. જેના કારણે ક્રોધમાં થનાર શારીરિક પરિવર્તન થાય છે. ભાવક્રોધ ક્રોધની માનસિક અવસ્થા છે. ક્રોધનો અનુભૂત્યાત્મક પક્ષ ભાવક્રોધ છે. જ્યારે ક્રોધનો અભિવ્યકૃત્યાત્મક કે શરીરાત્મક પક્ષ દ્રવ્ય ક્રોધ છે. ક્રોધના વિભિન્ન રૂપ છે. ભગવતી સૂત્રમાં આના દશ સમાનાર્થક નામ છે૧. અભિધાન રાજેન્દ્રકોષ ખંડ-૩, પૃ.૩૯૫
૨. સ્થાનાંગ સૂત્ર - ૨/૨ ૩. વિશેષાવશ્યક ભાષ્ય - ૨૬૬૮ - ૨૬૭૧
૪. તમે અનન્ત શક્તિના સ્ત્રોત છો. પૃ. ૪૭ ૫. અભિધાન રાજેન્દ્ર કોષ, ખંડ-૩, પૃ. ૩૯૫ ૬. ભગવતી સૂત્ર, ૧૨ પર ૭. ભગવતી સૂત્ર, ૧૨/૫/૧૦૩
40 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org