SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ E -HE I GH T - 1 Hist time iા કા મ ા it witutiા મામા મામલામાં મા !! it ifettit Hindi Hit Hilt it will I III ISHEHERE WHEREHEELE#HElluliHillil lifમા with th====== = + === ચતુષ્પદ- સ્થળચર જીવ દૂધ અને ઘીનો આહાર કરે છે. ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ જીવ વાયુકાયનો આહાર કરે છે. ખેચર જીવ માતાના માતૃસ્નેહનો આહાર કરે છે. મોટા થઈને તે જીવ પૃથ્વી યાવત્ ત્ર-પ્રાણ શરીરનો આહાર કરે છે અને નાના પ્રકારના ત્રસ- સ્થાવર પ્રાણીઓના શરીરને અચિત્ત કરે છે. કેટલાક ત્રસ જીવ નાનાવિધયોનિક છે. અપકાયના જીવ અનેકવિધ ત્રસ - સ્થાવર પ્રાણીઓના સ્નેહનો આહાર કરે છે અને નાના પ્રકારના ત્રાસ-સ્થાવર પ્રાણીઓના શરીરને અચિત્ત કરે છે. અગ્નિકાયના જીવ ત્રસ સ્થાવરયોનિક અગ્નિઓ અને અગ્નિયોનિક અગ્નિઓના સ્નેહનો આહાર કરે છે. વાયુકાયના જીવ નાનાવિધ ત્રસ – સ્થાવર પ્રાણીઓના સ્નેહ અને વાયુયોનિક વાયુઓના સ્નેહનો આહાર કરે છે. પૃથ્વીકાયના જીવ અનેકવિધ ત્ર-સ્થાવર પ્રાણીઓના સ્નેહ અને પૃથ્વીયોનિક પૃથ્વીઓના સ્નેહનો આહાર કરે છે. વનસ્પતિકાયના જીવ વર્ષાકાળમાં બધાથી વધારે આહાર કરે છે તથા ગ્રીષ્મઋતુમાં બધાથી ઓછો આહાર કરે છે. વનસ્પતિકાયના મૂળ, મૂળ-જીવોથી વ્યાપ્ત હોય છે, કદ, કંદ જીવોથી વ્યાપ્ત હોય છે વાવતું બીજ બીજ- જીવોથી વ્યાપ્ત હોય છે. નૈરયિક આદિ બધા જીવ વીચિદ્રવ્યનો પણ આહાર કરે છે તથા અવીચિદ્રવ્યોનો પણ આહાર કરે છે. એક પ્રદેશ ન્યૂન દ્રવ્યોના આહારને વીચિદ્રવ્યોનો આહાર તથા પરિપૂર્ણ દ્રવ્યોના આહારને અવીચિદ્રવ્યોનો આહાર કહેવામાં આવે છે. પ્રાય:જીવ આહાર રૂપથી ગૃહીત પુદ્ગલોના અસંખ્યાતમો ભાગ અહાર રુપથી ગ્રહણ કરે છે તથા અનંતમાં ભાગની નિર્જરા કરે છે. જીવ જે પુદગલોને આહારના રૂપમાં ગ્રહણ કરે છે તેને જાણે - દેખે છે કે નહીં એનું વર્ણન આ અધ્યયનમાં થયેલ છે. નિર્જરા પુદ્ગલોના આહાર ગ્રહણ કરવાનું તથા તેને જાણવું- દેખવું તેનું પણ વર્ણન થયેલ છે. આ અધ્યયનમાં આહારના સંબંધમાં આહાર, ભવ્ય, સંસી, વેશ્યા, દષ્ટિ, સંત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પર્યાપ્તિ આ તેર તારોથી પણ વર્ણન કરેલ છે. આ સમસ્ત કારોમાં એકત્વ અને બહુત્વ (જીવો)ની અપેક્ષાએ જે આહારક હોય કે અનાહારક હોય તેના વિવિધ ભાંગાનું વર્ણન કરેલ છે. આહાર કરનાર જીવને આહારક તથા આહાર ન કરનાર જીવને અનાહારક કહેવાય છે. સમુચ્ચય જીવ ચાર અવસ્થાઓમાં અનાહારક હોય છે. (૧) વિગ્રહગતિની અવસ્થામાં (૨) કેવળી - સમુદ્રઘાતના સમયે, (૩) શૈલેશી અવસ્થામાં અને (૪) સિદ્ધ અવસ્થામાં. આ ચાર અવસ્થાઓ સિવાય બધા જીવ આહારક હોય છે. આ અપેક્ષાએ બધા સિદ્ધ જીવ અનાહારક હોય છે તથા સંસારી જીવ આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. સંસારી જીવોમાં જ્યાં વિગ્રહગતિ સંભવ નથી તે આહારક જ હોય છે, અના મધ્યદષ્ટિ જીવ આહારક જ હોય છે. કારણ કે આ દ્રષ્ટિમાં મરણ ન થવાથી વિગ્રહગતિ થતી નથી. આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ અવધિજ્ઞાની આહારક જ હોય છે, અનાહારક નહિ. મન:પર્યવજ્ઞાની મનુષ્ય પણ અનાહારક હોતાં નથી. કેવલજ્ઞાની આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. જ્યારે તે સમુદ્દઘાત કરે છે ત્યારે અનાહારક હોય છે તથા બાકીના સમયમાં આહારક હોય છે. વિગ્રહગતિમાં વિર્ભાગજ્ઞાન ન હોવાને કારણે વિલંગજ્ઞાની મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય આહારક હોય છે, અનાહારક નથી. આ પ્રમાણે મનોયોગી અને વચનયોગી આહારક જ હોય છે, અનાહારક નહિ. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરી જીવ આહારક હોય છે, અનાહારક નહિ. અશરીરી સિદ્ધ અનાહારક હોય છે. આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવ એકત્વ અને બહત્વની અપેક્ષાએ અનાહારક હોય છે. પરંતુ શરીર પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવ એકત્વની અપેક્ષાએ ક્યારેક આહારક અને ક્યારેક અનાહારક હોય છે. નો સંજ્ઞી - નો અસંજ્ઞી, અકષાયી, અવેદી આદિ સ્થિતિઓ કેવલજ્ઞાનીમાં હોવાથી એમાં રહેલ જીવ કદાચ આહારક હોય છે તથા Eોલilllllllliiliiliiliiiiiiii iwalill institutiiiiiiiiiiiiiitutiHiddeutiHiiiiiiiiધHIHitaliliiiiiiiiiiiiiiiii tr tiffili ate Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy