________________
४७४
I HHHHHHHHHHHHHHકમાણanકાdhunatitananarium isnini ninistration
at state him mamtariniiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiian Hebusinessessmetikaamvasannahin
૧૩. આહાર અધ્યયન
E
સંસારી જીવો માટે આહાર અત્યંત આવશ્યક છે. વિગ્રહ ગતિ સિવાય સંસારસ્થ સકષાયી જીવ આહાર યોગ્ય પગલોને ગ્રહણ કરતા રહે છે. આહારથી જ ઔદારિક, વૈક્રિય આદિ ત્રણ શરીરો, પર્યાપ્તિઓ, ઈન્દ્રિયો આદિનું નિર્માણ કાર્ય સંપન્ન થાય છે. વિગ્રહગતિ સિવાય કેવળી સમુદ્યાત, શૈલેશી અવસ્થા અને સિદ્ધ અવસ્થામાં આહાર કરવામાં આવતો નથી.
આહારના વિવિધ પ્રકાર છે. નૈરયિકોનો આહાર ઉષ્ણતા અને શીતલતના આધાર પર ચાર પ્રકારનો કહ્યો છે. જેમકે- અંગારોપમ, મર્મરોપમ, શીતળ અને હિમશીતળ. આમાં અંગારાના સમાન દાહવાળા (અંગારોપમ)ની અપેક્ષાએ મર્મરોપમ અધિક દાહનો દ્યોતક આહાર છે. આ પ્રમાણે શીતળની અપેક્ષાએ હિમશીતળ અધિક શીતળ આહારનો દ્યોતક છે. તિર્યંચ જીવોના આહારનું કંકોપમ, વિલોપમ, પાણમાં સોપમ અને પુત્રમાં સોપમના ભેદથી આ ચાર પ્રકારે નિરૂપણ કરેલ છે. મનુષ્યોનો આહાર અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યના ભેદથી ચાર પ્રકારના છે. આજ ચાર પ્રકારનો આહાર મનોજ્ઞ અને અમનોજ્ઞના આધાર પર આઠ પ્રકારનો થઈ જાય છે. દેવોનો આહાર વર્ણાદિના આધાર પર ચાર પ્રકારનો છે, જેમકે- વર્ણવાનું, ગંધવાનું, રસવાનું અને સ્પર્શવાનું. સ્થાનાંગસૂત્રમાં આહારના ઉપસ્કર સંપન્ન આદિ ચાર અન્ય પ્રકાર પણ કહ્યા છે.
“જિત્તાદારી......... વ્યા” ગાથાઓના અંતર્ગત અગિયાર વારોનું વર્ણન છે. આ અગિયાર વારોના આધારે આ અધ્યયનમાં ૨૪ દેડકોમાં આહારનું વિવેચન કરેલ છે. આ દ્વારોમાં આહારના સચિત્તાદિ ભેદો, આહારેચ્છા, આહારેચ્છાકાળ આદિ અનેક વિષયો પર વિવેચન કરેલ છે. પ્રથમ વાર સચિત્તાહારી આદિથી સમ્બદ્ધિત છે. જેના અનુસાર નૈરયિક અને દેવ અચિત્તાહારી હોય છે તથા પૃથ્વીકાયથી લઈને મનુષ્ય સુધીના બધા જીવ સચિત્તાહારી, અચિત્તાહારી અને મિશ્રાહારી હોય છે. દ્વિતીય દ્વારથી આઠ દ્વાર સુધી એક સરખુ વર્ણન કરેલ છે. કારણ કે બીજા દ્વારના આધાર પર આ કહી શકાય છે કે (૨૪) ચોવીસ દંડકોના બધા જીવ આહારાર્થી હોય છે. બધાને આહારની અભિલાષા હોય છે.
આહારેચ્છા કેટલા કાળમાં ઉત્પન્ન થાય છે. આનું વર્ણન કરતાં આહારના બે ભેદ કરેલ છે - ૧. આભોગ નિવર્તિત અને ૨. અનાભોગ નિવર્તિત. આમાંથી અનાભોગ નિવર્તિત આહાર પ્રતિસમય થતો રહે છે. કારણ કે તે પોતાની મેળે થાય છે. એના માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આભોગનિર્વર્તિત આહારના માટે જધન્ય અને ઉત્કૃષ્ટ અલગઅલગ કાળ નિર્ધારિત છે. એકેન્દ્રિય જીવોની વિશેષતા છે કે તે વગર વિરહના નિરંતર પ્રતિસમય આહાર કરે છે. વૈમાનિક દેવોમાં જઘન્ય દિવસ પૃથત્વમાં અને ઉત્કૃષ્ટ તેત્રીસ હજાર વર્ષોમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે.
આ અગિયાર વારોમાં આહારના લોમાહાર, પ્રક્ષેપાહાર, ઓજ આહાર અને મનોભક્ષી આહાર ભેદ પણ પ્રકટ થયેલ છે. જે આહાર કરવાની વિધિપર આધારિત છે. લોમો કે રોમોના દ્વારા જે આહાર કરાય છે તેને લોમાહાર કહેવામાં આવે છે. કવલ કે માસના રૂપમાં મુખ દ્વારા જે આહાર કરાય છે તેને કવલાહાર કે પ્રક્ષેપાહાર કહેવામાં આવે છે. સંપૂર્ણ શરીરના દ્વારા આહારના યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરાય છે તે જ આહાર કહેવાય છે. મનના દ્વારા ગ્રહણ કરનારને મનોભક્ષી આહાર કહેવામાં આવે છે. લોમાહાર બધા ૨૪ દંડકોના જીવો કરે છે. પ્રક્ષેપાહાર બેઈન્દ્રિયથી લઈને મનુષ્ય સુધીના ઔદરિક શરીરી જીવ કરે છે. નૈરયિક અને દેવગતિના જીવ વૈક્રિય શરીરધારી હોવાને કારણે પ્રક્ષેપાહાર અર્થાત્ કવલાહાર કરતા નથી. એકેન્દ્રિય જીવોને મુખ હોતું નથી. એટલા માટે તે પણ કવલાહાર કરતાં નથી. બાકીના બધા કવલાહારી હોય છે. દિગમ્બર માન્યતાના અનુસાર કેવળી મનુષ્ય કવળાહારી હોતાં નથી, માત્ર રોમાહારી હોય છે.
Haitiatણમાનામisian Bahal list પારાવામuઘાટlitaniuliana is in fમામાકા મામા ના કાકા Hit | વાઘા ધારા ઘટનાક્રાથilit litanan નાનામાં કામ કરવાના કાના નાના નાના પાયામાં ઘાયકામાં પ્રધાને
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org