________________
- / / \
\ \/\SL SSSSSSSSS/N% પ્રસારિત થવાના કારણે આ ધર્મ દ્રવ્ય અસ્તિકાય વર્ગની અન્તર્ગત આવે છે. તેને લોકવ્યાપી મનાય છે. અર્થાતુ તેનો વિસ્તાર ક્ષેત્રલોક સુધી છે. અલોકમાં ધર્મ દ્રવ્યનો અભાવ છે. એટલા માટે ત્યાં જીવન અને પુદગલની ગતિ સંભવ નથી. આજ કારણથી તેને અલોક કહેવાય છે. અલોકનું તાત્પર્ય એ છે કે જેમાં જીવન અને પુદ્ગલનો અભાવ હોય. ધર્મ દ્રવ્ય પ્રસારિત સ્વભાવવાળો (અસ્તિકાય) હોવા છતાં પણ અમૂર્ત (અરૂપી) અને અચેતન છે. ધર્મ દ્રવ્ય એક અને અખંડ દ્રવ્ય છે. જ્યાં જીવાત્માઓ અનેક મનાય છે ત્યાં ધર્મદ્રવ્ય એક જ છે. લોક સુધી સીમિત હોવાના કારણે તેને અનન્ત પ્રદેશ ન કહેતા અસંખ્ય પ્રદેશી કહેવાય છે. જૈન દર્શન અનુસાર લોક ચાહે કેટલાય વિસ્તૃત શા માટે ન હોય છતાં પણ તે અસીમ ન થઈને સીમ છે અને સસીમ લોકમાં વ્યાપ્ત હોવાના કારણે ધર્મ દ્રવ્યને આકાશના સમાન અનન્ત પ્રદેશી ન માનતા અસંખ્ય પ્રદેશી માનવું જ યોગ્ય છે. અધર્મ દ્રવ્ય :
અધર્મ દ્રવ્ય પણ અસ્તિકાય વર્ગની અન્વત આવે છે. આનો પણ વિસ્તાર ક્ષેત્ર કે પ્રદેશ-પ્રચયત્વ લોકવ્યાપી છે. લોક બહાર અલોકમાં આનું અસ્તિત્વ નથી. અધર્મ દ્રવ્યનું લક્ષણ કે કાર્ય જીવ અને પુદ્ગલની સ્થિતિમાં સહાયક થવાનું મનાય છે. પરંપરાગત ઉદાહરણના રૂપમાં એવું કહેવાય છે કે જે પ્રમાણે વૃક્ષની છાયા મુસાફરના વિશ્રામમાં સહાયક થાય છે. તે જ પ્રમાણે અધર્મ દ્રવ્ય જીવ અને પુદગલની અવસ્થિતિમાં સહાયક થાય છે. જ્યાં ધર્મ દ્રવ્ય ગતિ માધ્યમ (ચાલક) છે. ત્યાં અધર્મદ્રવ્યગતિનું કુચાલક છે. માટે તેને સ્થિતિનું માધ્યમ કહેવામાં આવે છે. જો અધર્મ દ્રવ્ય ન હોય તો જીવ અને પુદ્ગલની ગતિનું નિયમન અસંભવ થઈ જાય અને તે અનન્ત આકાશમાં વિખરાય જાય. જે પ્રમાણે વૈજ્ઞાનિક દૃષ્ટિથી ગુરુત્વાકર્ષણ આકાશમાં સ્થિત પુદ્ગલ પિંડોને નિયંત્રિત કરે છે તેજ પ્રમાણે અધર્મ પણ જીવ અને પુદગલની ગતિનું નિયમન કરી તેને વિરામ આપે છે. સંખ્યા દષ્ટિથી અધર્મ દ્રવ્યને એક અને અખંડ દ્રવ્ય માનવામાં આવે છે. પ્રદેશ પ્રચયત્વની દષ્ટિથી આનો વિસ્તાર ક્ષેત્ર લોક સુધી સીમિત હોવાના કારણે અને અસંખ્ય પ્રદેશી માનવામાં આવે છે. છતાં પણ તે એક અખંડ દ્રવ્ય છે. કારણ કે તેના ટુકડા કરવા સંભવ નથી, ધર્મ અને અધર્મ દ્રવ્યોમાં દેશ-પ્રદેશ આદિની કલ્પના માત્ર વિચારણાના સ્તર પર જ થાય છે. આકાશ :
આકાશ દ્રવ્ય પણ અરિતકાય વર્ગની અંતર્ગત જ આવે છે. પરંતુ જ્યાં ધર્મ અને અધર્મ દ્રવ્યોનું વિસ્તારક્ષેત્ર લોકવ્યાપી છે ત્યાં આકાશનું વિસ્તારક્ષેત્ર લોક અને અલોક બને છે. આકાશનું લક્ષણ અવગાહન” છે. તે જીવ અને અજીવ દ્રવ્યોને સ્થાન પ્રદાન કરે છે. લોકને પણ પોતાનામાં સમાવી લેવાના કારણે આકાશનું વિસ્તારક્ષેત્ર લોકની બહાર પણ માનવું જરૂરી છે. આજ કારણે જૈન આચાર્ય આકાશના બે વિભાગ કરે છે - લોકકાશ અને અલોકાકાશ. વિશ્વમાં જે ખાલી સ્થાન છે તે લોકકાશ છે અને આ વિશ્વની બહાર જે ખાલી સ્થાન છે તે અલોકાકાશ છે.
આ પ્રમાણે જ્યાં ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય અસંખ્ય પ્રદેશી મનાય છે ત્યાં આકાશ પ્રદેશને અનંત પ્રદેશી માનવામાં આવે છે. લોકની સીમા થઈ શકે છે પરંતુ અલોકની કોઈ સીમા નથી. તે અનન્ત છે. કારણ કે આકાશ લોક અને અલોક બન્નેમાં છે માટે તે અનન્ત પ્રદેશ છે. સંખ્યાની દૃષ્ટિથી આકાશને પણ એક અને અખંડ દ્રવ્ય મનાય છે. તેની દેશ-પ્રદેશ આદિની કલ્પના પણ ફક્ત વૈચારિક સ્તર સુધી જ સંભવ છે. વસ્તુત: આકાશમાં કોઈપણ પ્રકારનું વિભાજન કરવું સંભવ નથી. કારણ કે તે અખંડ દ્રવ્ય કહેવાય છે. જૈન આચાર્યોની માન્યતા છે કે જેને અમે સામાન્ય ઠોસ પિંડ સમજીએ છીએ તેમાં પણ આકાશ અર્થાતુ ખાલી સ્થાન હોય છે. એક પુદગલ પરમાણુમાં પણ બીજા અનન્ત પુદ્ગલ પરમાણુઓનો પોતાનામાં સમાવિષ્ટ કરવાની શક્તિ ત્યારે જ સંભવ હોય છે જ્યારે તેનામાં વિપુલ માત્રામાં ખાલી સ્થાન કે આકાશ હોય છે. માટે મૂર્ત દ્રવ્યોમાં પણ આકાશ તો નિશ્ચિત હોય છે. લાકડીના ઉદાહરણના રૂપમાં એવું કહેવાય છે કે- જ્યારે તે લાકડીમાં આપણે ખીલો ઠોકીએ ત્યારે વસ્તુતઃ તેમાં નિહિતરિક્ત સ્થાનમાં જ સમાવિષ્ટ થઈ જાય છે એનું તાત્પર્ય છે કે તેમાં પણ આકાશ છે. પરમ્પરાગત ઉદાહરણના રૂપમાં એવું કહેવાય છે કે- દૂધ કે પાણીની ભરેલ ગ્લાસમાં જો ધીરે-ધીરે સાકર કે મીઠું નાખીએ તો તે એનામાં ભળી જાય છે. એનું તાત્પર્ય એ છે કે દૂધ કે પાણીથી ભરેલ ગ્લાસમાં પણ ખાલી સ્થાન અર્થાત્ આકાશ છે. વૈજ્ઞાનિકોએ પણ એવું માની લીધું છે કે પ્રત્યેક પરમાણુમાં પર્યાપ્ત રૂપથી ખાલી સ્થાન હોય છે. માટે આકાશને લોકાલોક વ્યાપી, એક અને અખંડ દ્રવ્ય માનવામાં કોઈ બાધા આવતી નથી.
31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org