________________
૧૦. યોનિ અધ્યયન
જીવનો જન્મ ગ્રહણ કરવાના સ્થાનને યોનિ કહે છે. તે જન્મ ઉપપાતથી, ગર્ભથી અથવા સમૂચ્છિમથી એમ કોઈપણ પ્રકારથી થઈ શકે છે. યોનિના ભિન્ન - ભિન્ન અપેક્ષાઓથી ભેદ કરવામાં આવ્યા છે. સ્પર્શની અપેક્ષાએ યોનિના ત્રણ પ્રકાર છે. - ૧. શીતયોનિ, ૨. ઉષ્ણયોનિ અને ૩. શીતોષ્ણયોનિ.
ચેતનાની અપેક્ષાએ યોનિ ત્રણ પ્રકારની છે
આવરણની અપેક્ષાએ તેનાં ત્રણ ભેદ છે ઢાંકેલી તથા કંઈક ખુલ્લી)
૩૬૯
-
૧. સચિત્ત, ૨. અચિત્ત અને ૩. મિશ્ર.
- ૧. સંવૃત (ઢાંકેલી) ૨. વિવૃત (ખુલ્લી) ૩. સંવૃત- વિદ્યુત (કંઈક
આકૃતિની અપેક્ષાએ પણ યોનિ ત્રણ પ્રકારની છે - ૧. કાચબાના પૃષ્ઠભાગ જેવી, ૨. શંખના આવર્ત સદેશ અને ૩. વાંસના પર્ણ જેવી.
સ્પર્શની અપેક્ષાએ સમસ્ત દેવો અને ગર્ભજ જીવો (તિર્યંચ અને મનુષ્યો)ની માત્ર શીતોષ્ણુ યોનિ છે. તેજસ્કાયિક જીવોની યોનિ માત્ર ઉષ્ણ છે. નૈયિક જીવોની યોનિ શીત અને ઉષ્ણ છે. પરંતુ શીતોષ્ણ નથી. બાકીના એકેન્દ્રિઓ, વિકલેન્દ્રિઓ અને સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવોની ત્રણેય પ્રકારની યોનિઓ હોય છે..
ચેતનાની અપેક્ષાએ નૈરયિક અને દેવોની યોનિ અચિત્ત હોય છે, ગર્ભજ જીવોની યોનિ મિશ્ર હોય છે તથા બાકીના જીવોની યોનિ ત્રણે પ્રકારની હોય છે.
Jain Education International
આવરણની અપેક્ષાએ એકેન્દ્રિય, નૈરયિક તથા દેવોની યોનિ સંવૃત હોય છે. વિકલેન્દ્રિઓની વિવૃત હોય છે. તથા ગર્ભજ પંચેન્દ્રિય જીવોની યોનિ સંવૃત્ત - વિવૃત્ત હોય છે.
આકૃતિની દૃષ્ટિથી જે ત્રણ યોનિઓના ઉલ્લેખ છે. તે માત્ર મનુષ્યની માતાઓમાં જ ઉપલબ્ધ હોય છે. કૂર્મોન્નતા યોનિ અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ જેવા ઉત્તમ પુરુષોની માતાઓને હોય છે. શંખાવર્તાયોનિ સ્ત્રીરત્નની હોય છે તથા વાંસના પાંદડા જેવી યોનિ સામાન્ય લોકોની માતાને હોય છે.
સિદ્ધજીવ જન્મ નથી લેતાં માટે અલ્પ- બહુત્વની ચર્ચામાં તેને અયોનિક કહેલ છે.
યોનિના આધાર પર જીવો આઠ પ્રકારના કહ્યા છે. અંડજ, પોતજ આદિ. શાલી, વ્રીહિ આદિ. વનસ્પતિકાયિક જીવોની યોનિ વિશેષ પરિસ્થિતિઓમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષોમાં મ્લાન થઈ જાય છે. તેનામાં ઉત્પાદન ક્ષમતા સમાપ્ત થઈ જાય છે. બીજ અબીજ બની જાય છે. આ પ્રમાણે વટાણા, મંસૂર આદિની યોનિનો ઉત્કૃષ્ટ કાળ વિશેષ પરિસ્થિતિઓમાં પાંચ વર્ષ તથા અળસી, કુસુમ્ન આદિના સાત વર્ષ હોય છે. તેના પછી તે બીજોમાં યોનિત્વ (ઉત્પાદન ક્ષમતા) સમાપ્ત થઈ જાય છે.
જૈનાગમોમાં ૮૪ લખ પ્રકારની જીવ યોનિઓનો ઉલ્લેખ છે. તેના ભેદોનો સંક્ષિપ્ત ઉલ્લેખ પ્રતિક્રમણ સૂત્રમાં ઉપલબ્ધ છે. યોનિઓની જાતિ વિશેષને કુલકોટિ કહે છે. ફુલકોટિઓનું વર્ણન પ્રસ્તુત અધ્યયનમાં પ્રતિપાદિત કરેલુ છે.
For Private Personal Use Only
www.jainelibrary.org