SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધ્યયન ૧૯૭ पलं-ल्हसणकंदे य कंदली य कुसुंबए। एए परित्तजीवा, जे यावऽण्णे तहाविहा॥ पउमुष्पल-नलिणाणं, सुभग-सोगंधियाण य । अरविंद-कोकणाणं सयपत्त-सहस्सपत्ताणं ।। वेंट बाहिरपत्ता य, कणिया चेव एगजीवस्स । अभिंतरगा पत्ता, पत्तेयं केसरा मिंजा। वेणु णल इक्खुवाडिय समासइक्खू य इक्कडेरंडे । करकर सुंठि विहुंगु, तणाण तह पब्वगाणं च ॥ अच्छिं पव्वं बलिमोडओ य, एगस्स होंति जीवस्स । पत्तेयं पत्ताइं पुण्फाई, अणेगजीवाई। पुस्सफलं कालिंगं, तुंबं तउसेलवालु वालुंकं । घोसाडयं पडोलं. तिंयं चेव तेंदूसं ।। विंट समंस-कडाहं एयाहं होंति एगजीवस्स । पत्तेयं पत्ताई सकेसरमकेसरं मिंजा ।। सप्फास सज्जाए उव्वेहलिया य कुहण कंदुक्के । एए अणंतजीवा, कंडुक्के होइ भयणा उ ।। યાજકંદ, લસણ કંદ, કંદલી નામના કન્દ અને કસુમ્બક આ પ્રત્યેક જીવાશ્રિત છે. બાકીની જે પણ આ પ્રકારની વનસ્પતિ છે તે પ્રત્યેક જીવવાળી સમજવી જોઈએ. કમળ, નીલકમળ, નલિન, સુભગ, સુગંધિક, અરવિંદ, લાલકમળ, સોપાંખડીવાળું કમળ અને હજાર પાંખડીવાળા કમળના વૃત્ત, બાહરના પાંદડા અને મધ્યભાગ આ સર્વે એક જીવ રુપ છે એની અંદર પાંદડા, કેસર અને મિંજા પણ પ્રત્યેક જીવવાળા હોય છે. વાસ, નલ, શેરડીની વાડી, સમાસક્ષુ અને ઈક્કડ (ચટાઈ), રંડ, કરકર, સુંઠી, વિહંગુ અને દૂબ આદિ ઘાસ તથા ગાંઠવાળી વનસ્પતિના જે અક્ષિપર્વ તથા બલિમોટક હોય, તે બધા એક જીવાત્મક છે. તેના પાંદડા પ્રત્યેક જીવાત્મક હોય છે અને પુષ્પ અનેક જીવાત્મક હોય છે. પુપફળ, તરબૂજ, તુમ્બ, કાકડી, એલચી, ચીભડું તથા તુરીયાની વેલ, પરવર, તિન્દ્રક, તિજૂસ ફળ તેના સર્વ પાંદડા પ્રત્યેક જીવવાળા હોય છે. વૃન્ત, ગુદા અને ગિરી સહિત તથા કેસરસહિત અને કેસરરહિતમિંજા આ સર્વે એક – એક જીવવાળા હોય છે. સપ્લાક, સદ્યાત, ઉબેહલિકા અને કૂહણ તથા કન્ડક્ય એ સર્વે વનસ્પતિઓ અનંત જીવાત્મક હોય છે પણ કંદુક્ય વનસ્પતિમાં વિકલ્પ છે. યોનિભૂત બીજમાં જીવ ઉત્પન્ન થાય છે તે બીજનો જીવ મરીને અથવા બીજા કોઈ જીવ ઉત્પન્ન થાય છે. જે જીવ મૂળમાં હોય છે, તે પ્રથમ પાંદડાના રુપમાં પણ તે જીવે પરિણત થાય છે. બધા કિસલઈ (કુંપલ) ઉગેલ અવશ્ય અનંતકાય જીવ કહેલ છે. તે (કિસલયરુપ અનંતકાય) વૃદ્ધિ પ્રાપ્ત કરી પ્રત્યેક શરીરી કે અનંતકાય થઈ જાય છે. એક સાથે ઉત્પન્ન થયેલી તેની (સાધારણ વનસ્પતિકાયિક જીવોની) શરીર નિષ્પત્તિ એક જ સમયમાં હોય છે. એક જ સાથે શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે. એક સમયમાં જ ઉચ્છવાસ અને નિ:શ્વાસ લે છે. એક જીવ જે ગ્રહણ કરે છે તે જ ઘણા જીવોને ગ્રહણ કરે છે અને જે ગ્રહણ ઘણા જીવોનો કરે છે તે એક જીવ કરે છે. સાધારણ જીવોનો આહાર પણ સાધારણ જ હોય છે. શ્વાસોચ્છવાસનું ગ્રહણ સાધારણ હોય છે. આ સાંધારણનું લક્ષણ સમજવું જોઈએ. जोणिब्भूए बीए जीवो, वक्कमइ सो व अण्णो वा। जो वि य मूले जीवो, सो वि य पत्ते पढमयाए । सव्वो वि किसलओ खल, उग्गममाणो अणंतओ भणिओ। सो चेव विवड्ढतो होइ, परित्तो अणंतो वा । समयं वक्ताणं समयं, तेसिं सरीरनिव्वत्ती। समयं आणुग्गहणं, समयं ऊसास-नीसासे ।। एक्स्स उ जं गहणं, बहूण साहारणाण तं चेव । जं बहुयाणं गहणं, समासओ तं पि एगस्स ।। साहारणमाहारो, साहारणमाणुपाणगहणं च । । साहारणजीवाणं, साहारणलक्खणं एयं ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy