________________
૧૨૮
૬. જીવાજીવ
-
અધ્યયન
પારમાર્થિક દૃષ્ટિએ જીવ અને અજીવ સર્વથા પૃથક્ દ્રવ્ય છે, છતાં પણ વ્યવહારથી બન્નેનો એક બીજાથી ઘનિષ્ઠરૂપે સંબદ્ધ છે. જીવ અને પુદ્ગલ (અજીવ) નો સંબંધ ન હોય તો શરીર આદિની પ્રાપ્તિ જ ન હોય તથા સંસારમાં ચેતન પ્રાણી દૃષ્ટિગોચર ન જ હોય, જીવ અને પુદ્ગલનો પરસ્પર જે સંબંધ છે તે સ્નિગ્ધતાથી પ્રતિબદ્ધ છે તથા ગાઢ થઈને રહે છે. ભોજનની આવશ્યકતા શરીરને હોય છે કે જીવને ? જો આ પ્રશ્નનું સમાધાન વિચારીએ તો જ્ઞાત થઈ જશે કે જીવ અને પુદ્ગલનું એક બીજાથી કેટલો સંમ્બદ્ધ છે.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
જીવ અને અજીવમાંથી પહેલા કોણ ઉત્પન્ન થયું ? એ પણ એક પ્રશ્ન છે ? આ પ્રશ્નનો ઉત્તર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રમાં મરધી અને ઈંડાના દૃષ્ટાંતથી આપેલ છે. જે પ્રમાણે મરઘી ઈંડાની પૂર્વ પણ રહે છે અને ઈંડા મરઘીથી પૂર્વ પણ રહે છે. આ પ્રમાણે જીવ-અજીવ બન્ને એક બીજાથી પૂર્વ પણ છે અને પશ્ચાત્ પણ છે. જીવ અને અજીવ બન્ને શાશ્વત છે. આમાં આગળ- પાછળનો ક્રમ માનવો એ ત્રુટિ પૂર્ણ છે.
Jain Education International
ક્યારેક જીવ અને અજીવનું કથન અપેક્ષા દૃષ્ટિથી કરવામાં આવે છે. ગ્રામ, નગર, નિગમ, રાજધાની, ખેટ, કર્બટ આદિથી પણ મળે છે. જો કે ગ્રામાદિ પૌદ્ગલિક હોવાથી અજીવ છે. છતાં આમાં મનુષ્ય આદિ જીવ નિવાસ કરે છે, માટે એ અપેક્ષાએ સ્થાનાંગસૂત્રમાં જીવ પણ કહ્યા છે. વગર જીવના ગ્રામ, નગ૨ આદિ હોતા નથી. વન, વનખંડ આદિમાં વનસ્પતિ અને અન્ય તિર્યંચ જીવ નિવાસ કરે છે. માટે એક અપેક્ષાએ એને પણ જીવ કહેલ છે. આ પ્રમાણે દ્વીપ, સમુદ્ર, પૃથ્વી આદિ પણ એક અપેક્ષાએ અજીવ છે, તો બીજી અપેક્ષાએ જીવ છે.
જૈનદર્શન છાયા, અંધકાર આદિને પૌદ્ગલિક હોવાથી અજીવ પ્રરુપિત કરે છે. પરંતુ સ્થાનાંગસૂત્રમાં કોઈ અપેક્ષાએ આને પણ જીવ કહ્યા છે.
કાળ પણ એક દ્રવ્ય છે. પરંતુ કેટલાક આચાર્ય આને પૃથક્ દ્રવ્ય માનતા નથી. જીવ અને અજીવ દ્રવ્યોના પર્યાય પરિણમનમાં આ કાળ નિમિત્ત બને છે. એટલા માટે આને જીવ અને અજીવ બન્ને કહ્યા છે. માટે જ સ્થાનાંગસૂત્રમાં સમય, આવલિકા, આનાપ્રાણ, સ્તોક, ક્ષણ, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન આદિ-જીવ અને અજીવ બન્ને પ્રતિપાદિત કરેલ છે. આ અધ્યયનમાં કાળ ગણનાને દર્શાવનાર સંવત્સર, યુગ, પૂર્વાંગ પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક આદિ અનેક શબ્દોનો પ્રયોગ થયેલ છે. જે પોતાના વિશિષ્ટ અર્થ ધરાવે છે.
પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધી જે અઢાર પાપ છે, તે જીવ પણ છે અને અજીવ પણ છે. પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય જીવ પણ છે અને (અચિત્ત હોવાથી) અજીવ પણ છે.
આ પ્રમાણે અનેક પદાર્થ જીવ અને અજીવ બન્ને છે. પરંતુ આમાંથી કેટલાક પદાર્થ જીવના પરિભોગમાં આવે છે તથા કેટલાક આવતાં નથી.
For Private & Personal Use Only
www.jainellbrary.org