________________
૪૯
O
As
As
અને વૈમાનિક દેવોની પણ અનન્ત પર્યાય સિદ્ધ થાય છે. પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક સુધીના સ્થાવર દંડકો, વિકલેન્દ્રિયો, તિર્યંચયોનિક-પંચેન્દ્રિય જીવો અને મનુષ્યોમાં પ્રત્યેકના અગિયાર દ્વારોના માધ્યમથી અનન્ત પર્યાય સિદ્ધ થાય છે. આમાં દ્રવ્યની અપેક્ષાએ અને પ્રદેશની અપેક્ષાએ એક નૈરયિક બીજા નૈરયિકના સમાન હોય છે. આ પ્રમાણે અન્ય ત્રેવીસ દંડકોમાં પણ એક દંડકનો જીવ તે દંડકના અન્ય જીવથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય હોય છે. પરંતુ સ્થિતિ, અવગાહના આદિમાં ભિન્નતા પ્રાપ્ત થાય છે.
દ્રવ્યનો અર્થ સંખ્યા પણ હોય છે અને પદાર્થ પણ. સંખ્યાની દષ્ટિથી એક જીવ બીજા જીવથી સમાન હોય છેતથા પદાર્થની દૃષ્ટિથી પણ નૈરયિક નૈરયિકના સમાન હોય છે. મનુષ્ય મનુષ્યના સમાન હોય છે. પ્રદેશનો આશય અહીં જીવ પ્રદેશોથી છે. તે દંડક વિશેષના જીવોમાં પરસ્પર સમાન હોય છે. સ્થિતિ અને અવગાહનામાં કેટલાકની હીનતા, કેટલાકની સમાનતા અને કેટલાકની અધિકતા રહે છે. સમાનતાના ભાંગા નથી બનતા પરંતુ હીનતા અને અધિકતાના અનન્તભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનન્તગુણ આ છ ભાંગા
[ગ્ય ભાંગા પ્રાપ્ત થાય છે. ગંધ, રસ, સ્પર્શ, જ્ઞાન, અજ્ઞાન અને દર્શનના પ્રમાણે પણ કોઈની સમાનતા, કોઈની હીનતા અને કોઈની અધિકતા હોય છે. તેમાં પણ ત્રણથી લઈને છ ભેદ સુધી થઈ જાય છે.
જીવ પર્યાયનું વર્ણન દ્રવ્ય અને પ્રદેશને છોડીને અવગાહના, સ્થિતિ આદિના જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ રૂપોના આધાર પર પણ થયેલ છે. આ આધાર પર પણ પર્યાયોની અનન્તતા જ સિદ્ધ થ અવગાહનાવાળા એક નૈરયિક દ્રવ્ય, પ્રદેશ અને અવગાહનાની અપેક્ષાએ બીજા નૈરયિકથી સમાન હોય છે. પરંતુ સ્થિતિ, વર્ણ, ગંધ, રસાદિના આધાર પર ભિન્નતા હોવાને કારણે પર્યાયની અનન્તતા સિદ્ધ થાય છે. આ પ્રમાણે બધા દંડકોમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ, વર્ણ, ગંધ, રસ આદિના આધાર પર પર્યાયનું વર્ણન કરેલ છે. અજ્ઞાન દ્વારનું વર્ણન ત્યાં જ મળે છે, જ્યાં અજ્ઞાન ઉપલબ્ધ છે.
અજીવ પર્યાય બે પ્રકારના છે- રૂપી અજીવ પર્યાય અને અરૂપી અજીવ પર્યાય. અરૂપી અજીવ પર્યાયના દસ ભેદ છે.ધર્માસ્તિકાય,
૬. પ્રદેશ, તેના દેશ અને
૭. આકાશાસ્તિકાય, પ્રદેશ,
૮. તેના દેશ અને અધર્માસ્તિકાય,
૯. પ્રદેશ અને ૫. તેના દેશ અને
૧૦. અદ્ધાસમય. રૂપી અજીવ પર્યાય અનન્ત છે. કારણ કે પરમાણુ પુદ્ગલ અનન્ત છે, દ્વિ-પ્રદેશિક સ્કંધ અનન્ત છે -વાવદસ પ્રદેશિક સ્કંધ અનન્ત છે, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક અને અનન્ત પ્રદેશિક સ્કંધ પણ અનન્ત છે.
પરમાણુ પુદ્ગલોથી લઈને અનન્ત પ્રદેશિક સ્કંધોની પર્યાયોની અનન્તતાપર વિચાર ૧. દ્રવ્ય, ૨. પ્રદેશ, ૩. અવગાહના, ૮. સ્થિતિ, ૫. વર્ણ, ૬. ગંધ, ૭. રસ અને ૮. સ્પર્શ. આ દ્વારોથી કરેલ છે.
t-t, Sત , Stet, Ste-ti, Se -
પાકા Jain Education International
Set, Des, t-s, Stef: -- Set, fr, Set, e e e જાપાન bikini Biguit iા માતા પાઘur faithમામ ખiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiial
For Private & Personal Use Only
eeAD હોટ છે,
Training
www.jainelibrary.org