SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કttitis it. It is a litt l = = મit us at II ના નામhitsitiatest HE illuliteratiiiIEWE#HERE દt EatEastILERI LEE = = = HE II III III આ મi li ll છ દ્રવ્યોમાં દ્રવ્યાર્થ તેમજ પ્રદેશાર્થની અપેક્ષાએ કૃતયુગ્મ, વ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોનું પણ આ અધ્યયનમાં વર્ણન કરવામાં આવેલ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યાર્થથી કલ્યોજ છે. જીવાસ્તિકાય અને કાળ દ્રવ્યાર્થથી કૃતયુગ્મ છે. જ્યારે પુદ્ગલાસ્તિકાય દ્રવ્યાર્થથી કયારેક કૃતયુગ્મ છે, કયારેક વ્યોજ છે, ક્યારેક દ્વાપરયુગ્મ છે, કયારેક કલ્યોજ છે, પ્રદેશાર્થની અપેક્ષાએ બધા દ્રવ્ય કૃતયુગ્મ છે. આ દ્રવ્યોની અવગાઢતાનાં પ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્ય અસંખ્યાત પ્રદેશાવગાઢ છે. તેમાં પણ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. ધર્માસ્તિકાય આદિના પ્રદેશ સ્વયં પોતાના અન્ય પ્રદેશોથી તથા અન્ય દ્રવ્યોના પ્રદેશોથી સ્પષ્ટ થાય છે. આ અધ્યયનમાં એવું પણ વર્ણન મળે છે કે એક દ્રવ્યને કોઈ પ્રદેશ અન્ય દ્રવ્યોના [ અથવા પોતાના ] કેટલા પ્રદેશોથી સ્પષ્ટ થાય છે. આ પ્રમાણે છ દ્રવ્યોના પરસ્પર પ્રદેશાવગાઢ પર વિસ્તૃત વર્ણન કરેલું છે. સમસ્ત દ્રવ્યોને બે ભાગોમાં વિભક્ત કરાય છે- જીવ અને અજીવ. આમાંથી જીવાસ્તિકાયને છોડીને પાંચ દ્રવ્ય અજીવ છે. અજીવ પણ બે પ્રકારના છે.- રૂપી અને અરૂપી. રુપી અજીવમાં પુદ્ગલાસ્તિકાયનો સમાવેશ થાય છે. જ્યારે અરૂપી અજીવમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળની ગણના થાય છે. ધર્મ અને અધર્મ દ્રવ્ય લોક પ્રમાણ છે. આકાશલોક અને અલોકમાં વ્યાપ્ત છે. કાળ [ વ્યવહારકાળ ] મનુષ્યક્ષેત્ર અર્થાત્ અઢી દ્વીપમાં જ છે. જીવ અને પુદ્ગલ લોકમાં પ્રાપ્ત થાય છે. ક્ષેત્ર અને દિશાની અપેક્ષાએ આ પદ્રવ્યોના અલ્પ- બહત્વનું પણ આ અધ્યયનમાં વર્ણન થયેલ છે. જે વિચારણીય છે. અન્ય અલ્પ-બહત્વોની દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ વિચારણા થયેલ છે. દ્રવ્ય [ સંખ્યા ] ની અપેક્ષાએ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણેય સમાન છે. તથા બધાથી અલ્પ છે. અદ્ધાસમય બધાથી અધિક છે. પ્રદેશની અપેક્ષાએ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સમાન છે. અને બધાથી અલ્પ છે. તથા આકાશાસ્તિકાય બધાથી વધારે છે. , eff, etc. ste, cle , Se- -- --, este de l', Se-s, SC_st Ses, Res. 8. At St. Ctsle , alliihallill illit with us at hiા iii iiiiiiiiiા ના કાકા મામા ના ગામ ના નાના ગામડામા કામ UPERHITHERE I HHHHHELITIIIIIuit Litillumilitutill utiH It! III whil========== Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy