SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ |MHIIIIII allutillumilletitutill Islatitutilittletli liltitullatilitilltill: Hulu uttle tigatin Littllulla ITI RullHHHHHHILLI II IIIIII III with littHL=HlAlWill Ill ll llllllingua Is Illuli tiiiiiiiiiii #ilikini-I - I - GEET થઈ છે. ફિલ્મ બનાવવા શાળા - - - - - - અહમ્ દ્રવ્યાનુયોગ : આમુખ જેમાં દ્રવ્યો અને તેની અવસ્થાઓની વિભિન્ન દ્રષ્ટિકોણથી વ્યાખ્યા કરવામાં આવી છે તેને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે. જિનભદ્રગણિ-ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં અનુયોગ શબ્દનો પ્રયોગ વ્યાખ્યાના અર્થમાં કરેલો છે. તેના વૃત્તિકાર મલ્લધારી હેમચંદ્રના કથનાનુસાર “અનુયાહુ ચાળાન” પરથી સ્પષ્ટ થાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં વ્યાખ્યાની વિધિનો ઉલ્લેખ મળે છે. ફળ, સંબંધ, મંગળ, સમુદાયાર્થ ઈત્યાદિ તેમજ એ સિવાય ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય વારોથી પણ વ્યાખ્યા કરી શકાય છે. ઉપક્રમના-આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધિકાર અને સમવતાર આ છ ભેદ છે. નિક્ષેપ ત્રણ પ્રકારના છે. ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન અને સૂત્રાલાપકનિષ્પન્ન. સૂત્ર અને નિર્યુક્તિના ભેદથી અનુગમ બે પ્રકારના છે અને નયના નૈગમ, સંગ્રહ આદિ સાત ભેદ છે. તઉપરાંત સિવાય વ્યાખ્યામાં નિરુક્ત ક્રમ તેમજ પ્રયોજનનો પણ સમાવેશ થાય છે. પ્રસ્તુત અનુયોગની વિશેષતા એ છે કે જૈનાગમોમાં દ્રવ્ય સંબંધી સમસ્ત સામગ્રીનું વિષયક્રમથી વ્યવસ્થાપન. આ વ્યવસ્થાપન પણ એક પ્રકારની વ્યાખ્યા જ છે કારણ કે આનું કોઈ ફળ છે, પ્રયોજન છે, સંબંધ છે તથા આ વ્યાખ્યા પણ ઉપક્રમ, નિક્ષેપ આદિથી સમ્પન્ન છે. આ વ્યાખ્યામાં પ્રાચીન શાસ્ત્રીય પદ્ધતિનું અનુસરણ ન કરતા આધુનિક યુગના અભ્યાસુઓની અનુકૂળ પદ્ધતિને અપનાવેલ છે. દ્રવ્યાનુયોગમાં મુખ્યતયા પદ્રવ્યો તેમજ તેની અવસ્થાઓથી સંબંધિત સ્થિતિઓનું વિવેચન છે. એ પદ્રવ્ય આ પ્રમાણે છે - ૧. ધર્મ, ૨. અધર્મ, ૩. આકાશ, ૪. કાળ, ૫. પુદ્ગલ અને ૬. જીવ. એમાં પ્રથમ પાંચ દ્રવ્યો માટે એક અજીવ સંજ્ઞા આપી છે. કારણ કે તે બધા અજીવ છે. આ પ્રમાણે મુખ્યપણે બે દ્રવ્ય જાણવા- જીવ અને અજીવ. આ દ્રવ્યો તથા તેના પરસ્પર સંબંધ વિશેષથી જે પરિવર્તન થાય છે તે સંપૂર્ણ દ્રવ્યાનુયોગનું કથન કહેવાય છે. જીવ અને અજીવનાં સંબંધથી જ પુણ્ય, પાપ, આશ્રવ, બંધ તત્વોનું નિર્માણ થાય છે તથા જીવ જ્યારે કર્મ (અજીવ) થી મુક્ત હોય છે અથવા જીવ જ્યારે મુક્ત થવાનો પ્રયાસ કરે છે ત્યારે સંવર, નિર્જરા અને મોક્ષ તત્વ ઘટિત થાય છે. જે જીવ અને અજીવ આ બે તત્વો અથવા દ્રવ્યોને સારી રીતે જાણી લે છે તે પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા તેમજ મોક્ષ તત્વોને પણ જાણી લે છે. જે આ સમસ્ત તત્વોને જાણી લે છે અને તેના પર શ્રદ્ધા કરે છે તે જ સમ્યકુ આચરણ કરી શકે છે. એટલા માટે દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે જે જીવ અને અજીવ આ બે તત્વોને જાણે છે તે જ સંયમને જાણે છે. જે જીવ અને અજીવને જાણે છે તે જ બધા જીવોની બહુવિધ મતિને જાણી લે છે. તથા તે જ પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણીને ભોગોથી વિરક્ત થાય છે અને તે જ દીક્ષિત થઈને અણગાર બને છે.તથા ઉત્કૃષ્ટ સંવર ધર્મની આરાધના કરે છે. જેનાથી નવીન કર્મોના બંધ મંદ પડી જાય છે. તે જ સાધક ફરી પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય કરી તેને નષ્ટ કરી દે છે અને કેવળ જ્ઞાન તથા કેવળદર્શનને પ્રાપ્ત કરી લે છે. જીવ અને અજીવ દ્રવ્યોને જાણવાનું એ જ સૌથી મોટું ફળ છે કે આને જાણવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આગમોમાં દ્રવ્યોની પ્રરૂપણા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર દ્રષ્ટિથી કરેલ છે. દ્રવ્યાનુયોગમાં સ્થાનાંગસૂત્રના અનુસાર દ્રવ્યાનુયોગ, માતૃકાનુયોગ આદિ દસ પ્રકાર છે. જેમાં વિવિધ પ્રકારે દ્રવ્યનું જ વિવેચન થયેલ છે. શ્રમણ ભગવાન મહાવીરે અલગ-અલગ પરિષદોમાં, અર્ધમાગધી ભાષામાં આ દ્રવ્યોનું વિવેચન કરેલ છે. તેના દ્વારા અર્થરૂપમાં પ્રરૂપેલી વાણીને જ ગણધરોએ સૂત્રરૂપમાં ગૂંથેલી છે. તેનો જ પ્રાપ્ત અંશ અલગઅલગ સૂત્રોથી સંકલિત/વર્ગીકૃત કરીને આ અનુયોગમાં પ્રસ્તુત કરવામાં અમો છે. આ અનુયોગનું નામ દ્રવ્યાનુયોગ છે. માટે આ જ નામના અધ્યયનથી આનો ઉપક્રમ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy