________________
ŚRUTA-SARITA
પરમાર્થ કે તત્ત્વ તરફ જઈ રહ્યો છે; એટલે કે તે વ્યવહારથી સાવ છૂટો થવા જઈ રહ્યો છે.
વળી, લોકવ્યવહારમાં ભાષા મુખ્ય ભાગ ભજવે છે; અને ઘણી વાર ભાષા તત્ત્વથી જુદું જ જણાવતી હોય છે. પણ લોકો વિચાર કર્યા વિના અતાત્ત્વિકને તાત્ત્વિક માની વ્યવહાર ચલાવતા હોય છે. આ પ્રકારના અતાત્ત્વિક વ્યવહારને સ્થાને તાત્ત્વિક વાતની સ્થાપના એ નિશ્ચયનો ઉદ્દેશ બને છે. આથી કહી શકાય કે લોકનું એટલે સમાજનું, બહુજનનું સત્ય એ વ્યવહારનય, પણ કોઈ વિરલ વ્યક્તિ માટેનું સત્ય તે નિશ્ચયનય છે. એ બે વચ્ચેનો આવો ભેદ કાળમાં સ્પષ્ટ થાય છે. ૫. ભાષ્યોમાં વ્યવહાર અને નિશ્ચય : લોકવ્યવહારપરક અને પરમાર્થપક
156
વ્યવહાર અને નિશ્ચયનયની આગમગત ભૂમિકામાં આપણે જોઈ ગયા છીએ કે એક સ્થૂલગામી છે અને બીજો સૂક્ષ્મગામી છે. આ જ વસ્તુને લઈને આચાર્ય જિનભદ્રે સ્પષ્ટીકરણ કર્યું છે કે વ્યવહારનય એ લોકવ્યવહારપરક છે અને નિશ્ચયનય એ પરમાર્થપ૨ક છે. આ વસ્તુનો વિર્દેશ તેમણે ભગવતીસૂત્રગત ઉદાહરણનો આધાર લઈને જ કર્યો છે—
"लोगव्ववहारपरो ववहारो भणइ कालओ भमरो । परमत्थपरो भणइ णेच्छइओ पंचवण्णेत्ति ॥"
વિશેષા૰ ગા. ૩૫૮૯ આચાર્ય જિનભદ્રે કેવળ વ્યવહારને જ નહિ, પણ નૈગમને પણ લોકવ્યવહારપરક જણાવ્યો છે—
" णेगमववहारा लोगव्ववहारतप्परा"
વિશેષા ૩૭
પણ જ્યારે ભાષ્યકાર વ્યવહારનયને લોકવ્યવહા૨૫૨ક જણાવે છે અને નિશ્ચયને પરમાર્થપરક જણાવે છે ત્યારે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે નિર્યુક્તિકાળમાં તે નયોનો જે ક્ષેત્રવિસ્તાર અને અર્થવિસ્તાર થયો હતો તે પણ ભાષ્યકાળમાં ચાલુ જ છે. તે હવે આપણે જોઈશું. વ્યવહાર–નિશ્ચય અને નયો
આચાર્ય જિનભદ્રે જ્યારે વ્યવહારને લોકવ્યવહારપરક કહ્યો અને નિશ્ચયનયને ૫રમાર્થપ૨ક કહ્યો ત્યારે વળી તેમને તે બન્નેની એક જુદા પ્રકારે વ્યાખ્યા કરવાનું સૂઝ્યું. આપણે જાણીએ છીએ કે આચાર્ય જિનભદ્રે જૈન દર્શનને સર્વનયમય કહ્યું છે; એટલે કે જે જુદાં જુદાં દર્શનો છે તે એકેક નયને લઈને ચાલ્યા છે, પણ જૈન દર્શનમાં સર્વ નયોનો સમાવેશ છે—‘મિંદ સવ્વયમય નિળમતમવપ્નમન્વંત''—વિશેષા. ૭૨ ।
તેમણે કહ્યું છે કે—
Jain Education International
"अहवेगनयमयं चिय ववहारो जं न सव्वहा सव्वं । सव्वनयसमूहमयं विणिच्छओ जं जहाभूअं ॥३५९०||"
વિશેષા
સંસારમાં જે વિવિધ મતો છે તે એકેક નયને આધારે છે, તેથી તે વ્યવહારનય કહેવાય કારણ કે તેમાં સર્વ વસ્તુનો વિચાર સર્વ પ્રકારે કરવામાં આવતો નથી, પણ સર્વનયના સમૂહરૂપ
For Private & Personal Use Only
www.jainelibrary.org