________________
152
ŚRUTA-SARITĀ
લેવામાં આવ્યો હતો એમ માનવું રહ્યું. સામાયિક કોને ?
નિર્યુક્તિમાં સામાયિક કોને પ્રાપ્ત થાય છે તેનો ગત્યાદિ અનેક બાબતોમાં વિચાર કરવામાં આવ્યો છે. તેમાં દષ્ટિ એટલે સમ્યગ્દર્શનને લઈને જે વિચાર છે તે વ્યવહાર અને નિશ્ચય બને દૃષ્ટિએ કરવાની સૂચના આપી છે; એટલે કે વ્યવહારનયે સામાયિક વિનાનાને જ સામાયિક થાય અને નિશ્ચયનયે સામાયિક સંપને જ સામાયિક થાય.
–આવશ્યકનિયુક્તિ ગા. ૮૧૪(દીપિકા) અહિંસા વિચાર
ઓઘનિર્યુક્તિમાં ઉપકરણના સમર્થનમાં જણાવવામાં આવ્યું છે કે બાહ્ય ઉપધિ છતાં જો શ્રમણ આધ્યાત્મિક વિશુદ્ધિ ધરાવતો હોય તો તે અપરિગ્રહી જ કહેવાય છે. આ છે નિશ્ચયદષ્ટિ.
"अज्झत्थविसोहिए उवगरणं बाहिरं परिहरंतो । अप्परिग्गहीत्ति भणिओ जिणेहिं तेलुक्कदंसीहिं ॥"
–ઓઘનિ. ગા. ૭૪૫ આમાંથી જ હિંસા-અહિંસાની વિચારણા કરવાનું પણ અનિવાર્ય થયું; કારણ, જે કાંઈ અન્ય વ્રતો છે તેના મૂળમાં તો અહિંસાવૃત જ છે. એટલે નિયુક્તિકાર કહે છે કે અહિંસાનો આધાર પણ આત્મવિશુદ્ધિ જ છે. આ સંસાર તો જીવોથી સંકુલ છે; તેમાં જીવવધ ન થાય એમ બને નહિ, પણ શ્રમણની અહિંસાનો આધાર તેની આત્મવિશુદ્ધિ જ છે–
"अज्झप्पविसोहीए जीवनिकाएहिं संथडे लोए ।
ફેસિયહિંસાત્ત નિહિં તેનોવંતહિં | ૭૪૭ |'' કારણ કે અપ્રમત્ત આત્મા અહિંસક છે અને પ્રમત્ત આત્મા હિંસક છે–આ નિશ્ચય છે.
"आया चेव अहिंसा आया हिंसत्ति निच्छिओ एसो ।
जो होइ अप्पमत्तो अहिंसओ हिंसओ इयरो ॥ ७५४ ॥" આની ટીકામાં શ્રીમદ્ દ્રોણાચાર્ય જણાવે છે કે લોકમાં હિંસા-વિનાશ શબ્દની પ્રવૃત્તિ જીવ અને અજીવ બને વિશે થતી હોઈ તૈગમનયને મતે જીવની અને અજીવની બન્નેની હિંસા થાય છે એમ છે. અને તે જ પ્રમાણે અહિંસા વિશે પણ છે. સંગ્રહ અને વ્યવહારને મતે પણ
જીવનિકાયને વિશે હિંસાનો વ્યવહાર છે; અર્થાત્ અહિંસાનો વ્યવહાર પણ તે નયોને મતે પજીવનિકાય વિશે જ છે. ઋજુસૂત્રનયને મતે પ્રત્યેક જીવ વિશે જુદી જુદી હિંસા છે. પણ શબ્દસમભિરૂઢ અને એવંભૂત નયોને મતે આત્મા જ હિંસા કે અહિંસા છે. આ જ નિશ્ચયનયનો અભિપ્રાય છે. નિશ્ચયનય એ દ્રવ્ય અને પર્યાયનો ભેદ માનીને નહિ, પણ પર્યાયનું પ્રાધાન્ય માની પોતાનું મંતવ્ય રજૂ કરે છે; એટલે કે આત્માની હિંસા કે અહિંસા નહિ પણ આત્મા જ હિંસા કે અહિંસા છે–એમ નિશ્ચયનયનું મન્તવ્ય છે.
નિર્યુક્તિકારને મતે જે શ્રમણ યતમાન હોય; એટલે કે અપ્રમત્ત હોય તેનાથી થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org