________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનયો
૧૪૯
છે એટલે તે ભેદમૂલક વ્યવહારને પ્રાધાન્ય આપે છે.
પૂર્વોક્ત બે દષ્ટાંતો અને આમાં શો ભેદ છે એ પ્રશ્ન વિચારણીય છે. પ્રસ્થ દૃષ્ટાંત તો સ્પષ્ટપણે દ્રવ્ય અને તેના પર્યાય વિશે છે; એટલે કે ઊર્ધ્વતા સામાન્ય દ્રવ્ય અને તેના પર્યાયો વિશે છે. વસતિ દષ્ટાંતમાં દ્રવ્ય અને તેના પ્રદેશની વાત છે; એટલે કે એક જ દ્રવ્યના ખંડની વાત છે. આમાં તે ખંડને પર્યાય કહી તો શકાય, પણ તે પરિણમનને કારણે નહિ, પણ ખંડને કારણે. એટલે મુખ્ય રીતે આ દૃષ્ટાંત દ્રવ્યવ્યવહારનું નહિ પણ ક્ષેત્રવ્યવહારનું છે. અને પ્રદેશદષ્ટાંત જે છેલું છે તેમાં દ્રવ્ય સામાન્ય એટલે ઊર્ધ્વતાસામાન્ય નહિ પણ તિર્યમ્ સામાન્ય સમજાય છે અને પછી તે સામાન્યના વિશેષો, ભેદો કે પર્યાયોનો વિચાર છે. આમ આ ત્રણે દષ્ટાંતો એક રીતે ભેદગ્રાહી, વિશેષગ્રાહી, પર્યાયગ્રાહી છતાં તેમાં વ્યવહારનો સૂક્ષ્મ ભેદ વિવક્ષિત છે. વ્યવહારનય ભેદગ્રાહી છે–આ વસ્તુ આચાર્ય પૂજ્યપાદે વ્યવહારનયની જે વ્યાખ્યા કરી છે તે પરથી પણ સિદ્ધ થાય છે. પરસામાન્યમાંથી ઉત્તરોત્તર અપરાપર સામાન્યના ભેદો કરવા એવી વ્યાખ્યા પૂજ્યપાદે વ્યવહારની બાંધી આપી છે.
આ ચર્ચાના પ્રકાશમાં જો આપણે અનુયોગ સૂત્રગત વ્યવહારની “વષ્યરૂ વિછિયë વિવારે સવ્વબેસુ”-(અનુયોગ સૂત્ર ૧૫૨ પૃષ્ઠ ૨૬૪; આ ગાથા આવશ્યકનિયુક્તિમાં પણ છે– ગાટ ૭૫૬) આ વ્યાખ્યાનો અર્થ કરીએ તો સર્વદ્રવ્યોમાં વિનિશ્ચિત અર્થને એટલે કે સામાન્ય નહિ પણ વિશેષે કરી નિશ્ચિત અર્થાત્ ઉત્તરોત્તર ભેદોને–વિશેષોને વ્યવહાર પોતાનો વિષય બનાવે છે–એવો સ્પષ્ટ અર્થ ફલિત થાય છે. આના પ્રકાશમાં આચાર્ય હરિભદ્ર વ્યવહારનયના અનુયોગગત લક્ષણનો જે અર્થ કર્યો છે તે વાજબી ઠરે છે. તેમણે વ્યાખ્યામાં કહ્યું છે કે “વૃતિ निराधिक्ये चयनं चयः, अधिकश्चयो निश्चयः सामान्यम् । विगतो निश्चयः विनिश्चयः= વિતિસામાચમાવ:' (પૃ. ૧૨૪) અર્થાત્ વ્યવહારનયને મતે સામાન્ય નહિ પણ વિશેષ મુખ્ય છે. એ જ આચાર્યો વળી આવશ્યકનિયુક્તિની વ્યાખ્યામાં આ પ્રમાણે કહ્યું છે : “વિશળ નિશ્ચયો વિનિશ્ચય: ! બાપાતાનાવવોધો ન ઋતિપવિત્સન્નિવદ્ધ તિ ” માવઠ્યનિ િહારિ. ગા ૭૫૬; આના ભાષ્ય માટે જુઓ વિશેષા. ૨૨૧૩થી, બન્ને વ્યવહારમાં લોકોનુસરણ
નિશ્ચયના અનુસંધાનમાં વ્યવહારનય અને સાતનયના એક પ્રકાર તરીકે વ્યવહારનય એ બન્નેમાં જે વસ્તુ સાધારણ છે તે વિશેષગ્રાહી છે, અને વળી બને વ્યવહારનયો લોકવ્યવહારમાં ઉપયોગી વિશેષને મહત્ત્વ આપે છે. વિશેષ પૂલ બુદ્ધિગ્રાહ્ય છે પણ સામાન્ય સૂક્ષ્મ બુદ્ધિગ્રાહ્ય છે, અને લોકવ્યવહાર તો સ્થૂલ બુદ્ધિથી જ વિશેષ થાય છે તેથી નિશ્ચયના અનુસંધાનમાં વ્યવહારનયને મુખ્યરૂપે લોકવ્યવહારને અનુસરનાર માનવામાં આવ્યો અને સૂક્ષ્મબુદ્ધિગ્રાહ્ય વસ્તુને નિશ્ચયનો વિષય માનવામાં આવી. અને આ સ્થૂલ-સૂક્ષ્મના વિચારભેદમાંથી જ નિશ્ચય અને વ્યવહારનયની આખી વિચારણાએ ક્રમે કરી માત્ર દ્રવ્યાનુયોગનું જ નહિ પણ ચરણાનુયોગનું ક્ષેત્ર પણ સર કર્યું છે.
અહીં એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે સાત નયાન્તર્ગત વ્યવહારને વિશે તે વિશેષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org