________________
૪૦
[દશ વૈકાલિક “સર્વ પ્રાણાતિપાતનું પચ્ચકખાણ કરું છું” એમાં સર્વ' શબ્દથી સંતાપ-સંધન-ઉપદ્રવ વગેરે કોઈ પ્રકારે પીડા કરવાનું પણ તજું છું. એમ કહેલું છે. “ઠિમોમ' પદથી અધ્યવસાય વિના પચ્ચકખાણ નિષ્ફળ છે, એમ કહી પ્રત્યેક પચ્ચક્ખાણ તેના પરિણામપૂર્વક કરવું જોઈએ” એમ નિશ્ચયનયને આશ્રીને કહેલું છે. વ્યવહારનથી પણ તે તે અધ્યવસાયને પ્રગટાવવા નું દયેય તો હોવું જ જોઈએ, જેમાં અધ્યવસાય ન હોય કે તેને પ્રગટાવવાનું ધ્યેય પણ ન હોય, તે પચ્ચક્ખાણને મૃષાવાદ કહ્યો છે. ક્રિયા ધર્મના પ્રયત્ન–સાધનરૂપ છે અને ધર્મ આત્માના અધ્યવસાયરૂપ છે, માટે અધ્યવસાય કે તેને પ્રગટાવવાનું ધ્યેય, એકે ન હોય તો ક્રિયા કરવા છતાં ધર્મ ગણાતો નથી. પ્રાણાતિપાતના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, એમ ચાર ભેદ છે. તેમાં ૧-દ્રવ્યથી જીવનિકાય પૈકી કોઈપણ છવદ્રવ્યને પ્રાણાતિપાત, ર-ક્ષેત્રથી ઊર્ધ્વ– અધો કે તિસ્તૃલોકમાં કોઈ સ્થળે ૩-કાળથી ભૂત-ભવિષ્ય કે વર્તમાનકાળે, અથવા રાત્રે કે દિવસે કોઈ સમયે, અને ૪-ભાવથી રાગ દ્વેષાદિ કોઈપણ દુષ્ટ અધ્યવસાયને યોગે થએલો પ્રાણાતિપાત સમજવો. એમાં પણ દ્રવ્ય અને ભાવ બે ભેદની ચતુર્ભગી થાય છે, જેમ કે કોઈપણ દુષ્ટ પરિણામને વશ થઈ પ્રાણાતિપાત કરવો તે ૧-દ્રવ્ય અને ભાવ ઉભયથી પ્રાણાતિપાત, જયણાના પરિણામ છતાં અનુપયોગાદિથી થાય તે ૨-દ્રવ્યથી પ્રાણાતિપાત ભાવથી નહિ, પ્રાણાતિપાતની ઈચ્છા કરવી, કે તેવો ઉપાય કરવા છતાં કેઈ કારણે સામે જીવ બચી જાય ત્યારે ૩-દ્રવ્યથી નહિ પણ માત્ર ભાવથી અને શુભ અધ્યવસાયથી ઉપયોગપૂર્વક જયણાથી વર્તવા છતાં આકસ્મિક રીતે કેઈ જીવ મરે તે ૪-દ્રવ્યથી નહિ અને ભાવથી પણ નહિ. એ ચારમાં પહેલો-ત્રીજો બે ભાંગા દુષ્ટઅધ્યવસાય યુકત હોવાથી તેનાથી વતની વિરાધના થાય, બીજાથી અતિચાર લાગે અને ચોથે શુદ્ધ કહ્યો છે. ઈત્યાદિ પ્રાણાતિપાતનું સ્વરૂપ સમજીને તપાલન માટે ઉઘત રહેવું. સૂ૦-૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org