SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન કર્યું અને તત્ત્વ જાણવા ઉત્સુક બનેલે શäભવ તુર્ત જ તે મુનિઓના પગલે પગલે શીધ્ર ઉદ્યાનમાં પહોંચ્યા. વિનયપૂર્વક શ્રીપ્રભવસ્વામિને વન્દન કરી પ્રમુદિત થએ તે ઉચિત સ્થાને બેઠે અને પિતાની તત્ત્વજિજ્ઞાસા પ્રગટ કરી. શ્રીપ્રભવસ્વામિએ પણ જીવ–અજીવ આદિ તનું અને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહરૂપ મેક્ષના ઉપાયોનું શુદ્ધજ્ઞાન કરાવ્યું. તેઓના અનહદ ઉપકારથી શું બનેલા શäભ પ્રવ્રયા (જૈની દીક્ષા) માટે પ્રાર્થના કરી અને શ્રી પ્રભવસૂરિજીએ પણ તેને દીક્ષા આપી. એ રીતે શય્યભવ બ્રાહ્મણ મટીને જૈન મુનિ થયા. દીક્ષા પછી ઘેર પરીષહેને અને ઉપસર્ગોને સહન કરતા તેઓએ ઉગ્ર તપ કરવા માંડે. એક, બે, ત્રણ, વગેરે ઉપવાસને તપ અને નિરીહભાવે ગુરુને વિનય વૈયાવચ્ચ, આદિ સંયમની આરાધના કરતાં મહાબુદ્ધિશાળી તેઓ ચેડા કાળમાં જ ચૌદપૂર્વે ભણું ગયા અને ગુરુના તુલ્ય જ્ઞાની થયા. જ્ઞાનાદિ ગુણોથી પિતાના તુલ્ય જાણી શ્રીપ્રભવસ્વામિજીએ પણ પિતાને સ્થાને તેઓને આચાર્ય બનાવ્યા. એમ શય્યભવમુનિ આગળ વધીને હવે સૂરિ થયા. યોગ્ય પાત્રમાં જવાબદારીને ભાર મૂકવાથી નિવૃત્ત બનેલા શ્રી પ્રભવસ્વામિજી પણ અન્તિમ આરાધના કરી સમાધિથી કાળધર્મ પામી સ્વર્ગે ગયા. આ બાજુ શય્યભવ દીક્ષિત થયા ત્યારે તેની પત્ની છેડા સમય પૂર્વે જ ગર્ભવતી થઈ હતી. “પતિના વિરહમાં સ્ત્રી પુત્રના આધારે જીવી શકે એમ સમજતાં સંબંધીઓએ તેને ગર્ભ સંબંધી પૂછયું, ત્યારે તેણે “મના અર્થાત “કંઈક ગર્ભની સંભાવના છે' એમ કહ્યું. તે પછી પૂર્ણ સમયે તેને એક ઉત્તમ પુત્રને પ્રસવ થયો અને તેણે ગર્ભને સંભવ “મા” છે, એમ કહેલું હોવાથી તે પુત્રનું મનક એવું નામ પ્રસિદ્ધ થયું. આધારે જીત “નામ તેને એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy