________________
શ્રીગણધરભગવંતે અને તે પછીના વિશિષ્ટજ્ઞાનીઓએ રચેલા હજાર ગ્રન્થ કાળબળે નાશ પામ્યા અને પામશે, તેને સમજવાની બુદ્ધિ પણ ઘટી છે અને ઘટશે, કિન્તુ પ્રસ્તુત ધર્મગ્રન્થ પ્રભુ શ્રી મહાવીરદેવના શાસનકાળ સુધી વિદ્યમાન રહેશે, એના આલમ્બનથી પાંચમા આરાના છેડા સુધી ભવ્યજીવો આરાધના કરશે, એ તેની એક વિશિષ્ટતા છે. આ ગ્રન્થ કોણે, ક્યારે, કયા કારણે, કેને માટે રચ્યો ? એ એક ઐતિહાસિક બીન છે, તેને સવિસ્તર લખવાનું આ સ્થળ નથી, તો પણ ગ્રન્થના મહત્વને સમજવા ઉપયોગી હોવાથી અહીં ટુંકમાં તે જોઈ લઈએ.
રચયિતા, રચનાકાળ અને રચવાને હેતુ-ચરમતીર્થપતિ પ્રભુ શ્રી મહાવીરદેવની પાટે પંચગણધર શ્રુતકેવળી શ્રી સુધમાસ્વામિજી થયા, તેઓની પાટે નવાણું ક્રોડ સોનૈયાને અને પદ્મિની સરખી રૂપવતી ગુણવતી આઠ સ્ત્રીઓને લગ્ન સાથે જ ત્યાગ કરનારા અખંડ બ્રહ્મચારી, માતા-પિતા, સાસુ-સસરાઓ અને આઠે સ્ત્રીઓની (મતાન્તરે પાંચસે છવ્વીસની) સાથે દીક્ષા લેનારા ચરમકેવલી શ્રીજબૂસ્વામિજી થયા. પ્રભુ શ્રીમહાવીરદેવના નિર્વાણથી ચોસઠ વર્ષે તેઓ મુક્તિ પામ્યા અને તેઓની પાટે ચેરી કરવામાં વ્યસની બનેલો પ્રસિદ્ધ ચેર પ્રભવ નામને રાજપુત્ર, જે ઉપયુક્ત શ્રીજન્ કુમારની ત્યાગવૃત્તિ અને વૈરાગ્યને જાણી આશ્ચર્ય પામ્યો અને તેઓના ઉપદેશથી વિરાગી બનીને તેઓની પાસે જ દીક્ષા લીધી. તે સપૂણકૃતનિધિ શ્રીપ્રભવસ્વામિજી થયા.
તેઓએ પિતાની પછી કોણ ગ્ય આત્મા શાસનની અને શ્રી સંધની રક્ષા કરી શકશે ? તે જાણવા પોતાના વિશિષ્ટજ્ઞાનના પ્રભાવે જોયું. ત્યારે શ્રમણુસંધમાં કે શ્રાવકસંઘમાં કઈ આત્મા યોગ્ય ન દેખાય. યોગ્યતા વિના આ જવાબદારીભર્યું સ્થાન જેને તેને આપવાથી શાસનને, સંધને, આપનારને તથા લેનારને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org