________________
૩ર
ધર્મના પ્રાણ સમાન છે. કહ્યું છે કેઃ
आयारो परमो धम्मो, आयारो परमो तवो। आयारो परमं नाणं, आयारेण न होइ किं ? ॥१॥
“આચાર પરમ ધર્મ છે, આચાર પરમ તપ છે, આચાર પરમ જ્ઞાન છે. આચારવડે શું થતું નથી ?”
જૈન શાસનમાં આચારની જ મહત્તા છે. આચારમાં તપ આદિ સર્વને સમાવેશ થાય છે. આથી જ આચારના યથાર્થ સ્વરૂપને નિરૂપણ કરનાર આ ગ્રંથ ઉપકારક છે.
આજે આ ગ્રંથનું પુનઃ પ્રકાશન પૂ. પંન્યાસજી મહારાજની પ્રેરણા અને શ્રી. શશીકાન્ત પોપટલાલ ટ્રસ્ટની આર્થિક સહાયથી થઈ રહ્યું છે તે સુયોગ્ય જ છે. ભવ્યામાએ આ ગ્રંથનું પરિશીલન કરી આત્મકલ્યાણને સાધે એ જ મહેચ્છા.
આ ગ્રન્થને અંતે આપવામાં આવેલ શુદ્ધિપત્રક મુજબ સુધારી વાંચવા ભલામણ કરું છું.
અત્યંત સાવધાનીપૂર્વક પ્રફો વાંચવા છતાં દષ્ટિ– દોષથી અથવા પ્રેસષથી જે કઈ ભૂલ રહી ગઈ હોય તે બદલ મિચ્છામિ દુક્કડં.
ચિત્રી પૂર્ણિમા, વિ. સં. ૨૦૨૮
પં. બાબુભાઈ સવચંદ શાહ મનસુખભાઈની પિળ-અમદાવાદ.
M
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org