________________
૨૬૬
ખીજી બાજુ વિચારતાં વિનય વિના એક સાચા સ્વરૂપમાં પ્રગટ થતા નથી અને પ્રગટે તે કરી શકતા નથી. આ સામાન્ય હકીકત નથી, પણ પરમ સત્ય છે. માટે જ શાસ્ત્રકારાએ વિનયને સર્વ ગુણાનું મૂળ કહ્યુ છે. સર્વ ગુણ્ણા વિનયથી જ પ્રગટે છે અને પરપરાએ વિનયથી મેાક્ષ (સ દુઃખાને નાશ અને સર્વ સુખાની પ્રાપ્તિ) પણ થાય છે. વિનય વિનાના ગુણા ઠગારા નીવડે છે અને આખરે નાશ પામે છે.
[દશ વૈકાલિક
ન્હાના પણ ગુણુ આત્માને ઉપકાર
અજ્ઞાની મનુષ્યને જે કંઈ સુખના અનુભવ થાય છે તે પ્રાયઃ આભિમાનિક હોય છે, હું નાની છેં, સુખી છું, તપસ્વી છું, યશસ્વી છું, મેટા છું,' વગેરે અર્હત્વનાં અને મમત્વનાં જ વિવિધ રૂપો છે. તેના આનંદ એ સાચેા આનંદ નથી, પણ કૃત્રિમ છે. છતાં અજ્ઞાની તેને સાચા માની લે છે, એનાથી ફુલાય છે અને ભાભવ ખુવાર થાય છે.
એથી વિરુદ્ધ જ્ઞાની પુરુષ ગુણસમ્પત્તિના સ્વાભાવિક આનંદ અનુભવે છે. આ સ્વાભાવિક આનંદમાં અભિમાન હોતું નથી, પણ નિરભિમાનતા હોય છે. આ નિરભિમાનતા વિનયથી પ્રગટે છે, વિનયથી અખડ રહે છે, વિનયથી વધે છે, વિનયથી શાભે છે અને વિનયના બળે મેાક્ષ પર્યંન્તનાં સુખ આપે છે. એ કારણે સાચા નાની ગમે તેટલી બાહ્ય સમ્પત્તિ મળે કે અભ્યન્તર ગુણસમ્પત્તિ પ્રગટે તા પણ વિનયને તજી શકતા નથી. ઊલટુ જેમ જેમ સમ્પત્તિ વધે તેમ તેમ તેનામાં વિનય વધે છે અને એ વિનયના બળે બાયઅભ્યન્તર સમ્પત્તિના સહકારથી સર્વ કર્મોના નાશ કરી શકે છે.
મનુષ્યમાં માન અધિક હોય છે, તેમ સમજપૂર્વક (સ્વાધીનપણે ) માનને તજવાની અને બીજાએને માન આપવાની ( વિનય કરવાની) શક્તિ પણ વસ્તુતઃ મનુષ્ય જીવનમાં જ પ્રગટી શકે છે, માટે મનુષ્ય મુકિતનેા અધિકારી છે, મનુષ્ય જન્મ સિવાય અન્ય ગતિમાંથી જીવ મુકિતને પામી શકતા નથી તેમાં આ પણ કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org