________________
૨૩૪
[ દશ વૈકાલિક તે તે પ્રકારના નામવાળા મોહનીય કર્મના ઉદયથી થાય છે, આ ક પુદગલ-રજસ્વરૂપ છે. જેમ વસ્ત્રના છેડાથી રજ દૂર કરી શકાય છે તેમ પ્રતિલેખનથી કર્મરૂપી રજ દૂર થઈ શકે છે. જેમ શરીરના અમુક અંગોને સ્પર્શવાથી કામવાસના, હર્ષ, શેક, અભિમાન કે રોષ વગેરેની લાગણી પ્રગટે છે, તેમ પ્રતિલેખના કરતાં મુહપતિ આદિથી તે તે અંગોને સ્પર્શ કરવાથી તે તે દોષ દૂર થાય એ યુક્તિસંગત છે. વર્તમાનમાં મેસમેરિઝમની ક્રિયાથી પૂરવાર થયેલું આ તત્વ છે. તેને અનુસરીને રોગાદિની શાન્તિ માટે કેટલાક વ્યવહાર આજે લેક પણ કરે છે. જેમ કે નેત્રમાં લાગેલા ઝકા વગેરેની લાલાશ, સાપ–વિંછી આદિનાં ઝેર, ભૂત-પ્રેતાદિના વળગાડ, ગરમીથી લાગેલી લૂ, ઈત્યાદિને ઉતારવા વસ્ત્રના છેડાથી તે તે અંગોને સ્પર્શ કરીને મંત્રોચ્ચાર કરાય છે, અને તેથી લાભ પણ થાય છે. માતા પુત્રના શરીરે, કે માલિક પોતાના ઘેડા, બળદ, ગાય, ભેંસ વગેરે પશુઓની ઉપર પ્રેમપૂર્વક હાથ ફેરવે છે તો તેઓનો શોક, થાક વગેરે દૂર થાય છે અને પ્રસન્નતા પ્રગટે છે, વગેરે અનુભવ સિદ્ધ છે ધાર્મિક અનુષ્ઠાનમાં પણ આવો વ્યવહાર ચાલે છે. જેમ કે-બ્રાહ્મણે ગાયત્રીના જાપ વખતે હાથથી અંગને સ્પર્શે છે, કોઈ ડાભ નામની વનસ્પતિથી. તો કઈ અતિથી અંગોને સ્પર્શે છે, મુસલમાને નિમાજ પઢતાં પઢતાં જુદી જુદી રીતે અંગેને સ્પર્શે છે, જેને આત્મરક્ષાદિ
તેત્રોના ઉચ્ચાર કરીને વિવિધ અંગોને સ્પર્શે છે. એમ ધર્મક્રિયાઓમાં પણ અંગસ્પર્શ કરાય છે અને તે દરેકથી લાભ પણ થાય છે. લાભ ન થાય તેને તે તે વિષયનું જ્ઞાન અથવા શ્રદ્ધાની ખામી કારણભૂત છે. આ હકીકત આબાલગોપલ પ્રસિદ્ધ હોવા સાથે મોટા જ્ઞાનીઓએ આજ સુધી માનેલી અને આચરેલી છે.
પ્રતિલેખના કરતાં અંગસ્પર્શાદિ કરવા સાથે તે તે બોલને (મંત્રોને) બોલવામાં પણ આ હેતુ છે તે તે અંગેને મુખવસ્ત્રિકાદિથી સ્પર્શ કરવા પૂર્વક તે તે બેલને બોલવાથી તે તે દે ટળે છે અને ગુણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org