________________
અધ્યયન સાતમું]
૨૧
નિશ્ચયથી બીજાના લાભ માટે નહિ, પણ પોતાનાં કર્મો ખપાવવા બલવાનું છે. માટે એ લક્ષ્યથી બેલાએલા શબ્દો પરોપકારી પણ બને છે, જે ભાષકને પિતાને કર્મબંધ થવાને ખ્યાલ કે ભય ન હોય તેના વચનથી પ્રાયઃ અન્યને ઉપકાર થતો નથી, ઉલટો અપકાર થવાને સંભવ છે, માટે બેલેલું સ્વ-પર આત્મહિત કરે એ રીતે બોલવાનું શિક્ષણ મેળવવું ખૂબ અગત્યનું છે. જગતમાં દેખાતાં ઝેરવેર પ્રાયઃ બોલવાની અનાવડતનું પરિણામ છે. ઔષધ ગમે તેને, ગમે તે રીતે, ગમે તેટલું, ગમે તે, કે સૌ કોઈ આપી શકે નહિ, તે માટે વૈદ્યકશાસ્ત્રોને અભ્યાસ કરી ચિકિત્સામાં નિષ્ણાત બનવું પડે છે, ડોકટરોની કે વૈદ્યોની કિંમત ઔષધને નહિ પણ ઔષધ
જનાની આવડતને આભારી છે. લૌકિક વ્યવહારમાં વકીલેબેરીસ્ટરે કે અભ્યાસ કરાવતા શિક્ષકનું સ્થાન બોલવાની આવડતને કારણે ઉંચું છે, તેમ લોકોત્તર ચિકિત્સક સાધુ પુરુષોનું સ્થાન પણ સદુપદેશ દેવાના કારણે ઉંચું છે, કોને-કયારેકેટલું–કર્યું ઔષધ કેટલા પ્રમાણમાં ક્યા પથ્યથી હિત કરશે એ સમજીને ડો. વૈદ્યો ઔષધ આપે છે, તેમ સાધુઓએ અને અધિકારી ગૃહએ પણ પોતાનાં કર્મોની નિર્જરા સાથે શ્રોતાને હિત થાય તેવું–તેટલું–ત્યારે-તે વચન તેવા ભાવ પૂર્વક બોલવું, એ શીખવાડવાનું જૈનદર્શનનું ધ્યેય છે. આ અધ્યયનમાં ગ્રન્થકારે તે વાતને બાલક પણ સમજે તે રીતે સમજાવી છે, તેને યથાયોગ્ય અભ્યાસ કરીને બેલતાં શીખવું અને અને તે પ્રમાણે જરૂર પડે ત્યારે જેને જે વચનથી લાભ થાય તેને તેટલું ત્યારે તેવા ભાવ પૂર્વક કહેવું. એ આખા પ્રકરણને સાર છે.]
समत्तं सत्तमं अज्झयणम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org