________________
સાતમું વાક્યશુદ્ધિ અધ્યયન [સન્ દર્શન–જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગને શાસ્ત્રકારોએ અત્યંતરોગો કહ્યા છે, માનવનું (સાધુજીવનનું મુખ્ય કાર્ય એ ગુણેને પ્રગટ કરી મુક્તિ મેળવવાનું છે અને તે ગુણસ્વરૂપ હોવાથી તેનું આવરણ કરનાર કર્મોને વિલય થતાં તે આત્મામાં પ્રગટે છે. આ આવરણને ટાળવાનાં સાધન તરીકે જીવને મળેલાં–મળતાં મન વચન અને કાયા જો કે જડ છે, તથાપિ જિનાજ્ઞાને અનુસરીને કુશળ બનાવવાથી તે મોક્ષ સાધક બની શકે છે. માનવદેહની કિંમત સર્વાધિક કહી છે, તેનું કારણ આ એક જ છે કે મનુષ્ય મન વગેરેને કુશળ બનાવી આ કાર્યને સાધી શકે છે.
મન વચન કાયાની કુશળ પ્રવૃત્તિથી જેમ મુક્તિ સાધી શકાય છે તેમ અકુશળ પ્રવૃત્તિથી મનુષ્ય જન્મ નિષ્ફળ પણ બને છે. એટલું જ નહિ, ભયંકર સંસારવર્ધક પણ બની જાય છે. આ કારણે જ મનુષ્યની ધાર્મિક જીવન જીવવાની જવાબદારી ઘણી મોટી અને અનિવાર્ય છે. શ્રી તીર્થંકરદેવોએ મુખ્યતયા મનુષ્યને ઉદ્દેશીને ધર્મ ઉપદે છે, તેનું કારણ પણ એ છે કે જે મનુષ્ય મન-વચન-કાયાને સર્વ– શ્રેષ્ઠ સદુપયોગ કરે તે મુકિત જેવા પરમેચ્ચ પદને તે પામી શકે છે અને દુરુપયોગ કરે તો અન્ય સર્વગતિના જીવો કરતાં સવિશેષ દુઃખી થાય છે. મનુષ્યના જેટલે લાભ કે હાનિ અન્ય ગતિના જીવોને શક્ય નથી, માટે મનુષ્યને ધર્મનું આરાધન કરવું એ અતિ આવશ્યક છે. સમગ્ર દ્વાદશાંગીના સારરૂપે મનુષ્ય “ત્રણે યોગદ્વારા કુશળ પ્રવૃત્તિ કરીને મુકિત સાધવી” એ જ ઉપદેશ છે, એમ કહી શકાય.
કાયાને સદાચારી બનાવવી જેટલી દુષ્કર છે તેનાથી વચનને સદુપયોગ કરવો અતિદુષ્કર છે અને મનને ઉન્માર્ગથી રેકી શુભધ્યાનમાં જોડવું તે તો અતિતમ દુષ્કર છે, તો પણ એકે અશક્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org