________________
વ્યક્તિ મટી સમષ્ટિ બનનાર - શશિકાન્તની જીવન સાધના:
જીવન અખંડ પુણ્યપ્રવાહ છે, એથી તો એક સંતે માનવીને ઉધન કર્યું છેઃ
કાં અસાધારણ થજે અથવા નામનિશાનથી ટળી જજે. સૌના જે સાંજે સૂનારો અને સવારે ઊઠનારે માનવી ન રહેત.”
ભાઈ શ્રી શશિકાનતે આમ અસાધારણ જીવનની કેડી સ્વીકારી. તેમણે નિજ જીવનને ધન્ય બનાવ્યું, માતા-પિતાના કુળને અજવાળ્યું.
નાનકડું ગામ ચેખલાપગી (તા. દહેગામ) જ્યાં સં. ૧૯૯૮માં તા. ૨૦–૧-૪૨ ના રોજ શશિકાન્તને મોસાળમાં જન્મ થયો. ધર્મનિષ્ઠ માતા-પિતા દ્વારા તેમના જીવન-ક્યારામાં સુસંસ્કારના સિંચન થયાં.
પિતાનું નામ શ્રી પોપટલાલ. આમ તો વ્યવહારુ, વાણિજ્ય ક્ષેત્રે સૂઝવાળા, પરંતુ જીવનની ઈમારતને પાયે, ધર્મભૂમિમાં. ધર્મ પ્રત્યે અત્યંત અનુરાગી.
માતાનું નામ હીરાબહેન. ભણતર ખાસ નહિ પરંતુ આતમજ્ઞાનનું અધિક અજવાળું, નમ્ર, મિલનસાર અને માયાળુ સ્વભાવ, અપાર દાનવૃત્તિ, એમના હૈયામાં સદા ધર્મશ્રદ્ધાને દીવડો ઝળહળતું રહે.
જીવનના આરોહ-અવરોહમાં આ દંપતિને વિશ્રામ મળે પૂ. સાધુભગવંતે આદિના સત્સંગમાં અને સન્નિષ્ઠ શ્રાવકની શુશ્રષામાં. એ જ એમના જીવનને આનંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org