________________
ગાથાની પછી મૂકવા છતાં પુનઃ ગાથાના પ્રારંભમાં કસમાં ગુજરાતી અંકમાં સળંગ ક્રમાંક આપ્યા છે. મૂળ શબ્દના વિભક્તિ-વચને પ્રમાણે ગુજરાતીમાં લખેલું વાકય સમજવું કિલષ્ટ બને, મંદબુદ્ધિવાળાને ગેરસમજ ઉભી કરે, એ આશયથી ગુર્જરભાષામાં સરળતાથી સમજાય તે રીતે ભાવાર્થ લખે છે. મૂળ શબ્દોના અર્થોને જુદા પાડવા ચાર અધ્યયનોમાં બ્રેકેટ મૂકયા છે. પાંચમાથી ટાઈપ મોટા રાખી શબ્દાર્થ જુદા પડ્યા છે. મૂળની સંસ્કૃત છાયા ઉપયોગી છતાં ગ્રન્થનું પ્રમાણ વધી જાય એ આશયથી આપી શકાઈ નથી. સ્વાધ્યાય સરળતાથી કરી શકાય માટે છેલ્લે ચાર ફાર્મમાં મૂળગ્રન્થ જુદે આપ્યો છે. અર્થ લખવામાં મુખ્ય આધાર શ્રીહરિભદ્રસૂરિજીકૃત ટીકાને લીધે છે, તથાપિ ઉપયોગશૂન્યતા, બુદ્ધિમંદતા, વગેરે કારણે રહી ગએલી ક્ષતિઓને મિચ્છામિદુક્કડ દઈ સાથે અને મૂળ બને સૈન્યનાં શુદ્ધિપત્રક આપ્યાં છે તેનો ઉપયોગ કરવા વાચક વર્ગને ખાસ વિનંતિ કરું છું.
ગ્રન્થ લખવાથી અને છપાવવાથી મને આરાધના થાય તથા બાળજીવોને એના અર્થનું જ્ઞાન મળે, એ ઉદ્દેશથી આ પ્રયત્ન કર્યો છે. લાંબા વખતથી કેટલાક પૂ. સાધુ-સાધ્વીગણની માગણને સફળ કરવા આ યત્કિંચિત પ્રયત્ન થયો છે, તેનાથી સ્વ–પરનું શ્રેય થાઓ, એમ ઈચ્છતો હું વિરમું છું. વિ. સં.૨૦૧૫, અષાઢ સુદ ૧પ. પૂજ્ય ગુરુદેવ આ. શ્રીવિજયમનહર જૈનવિદ્યાશાળા; અમદાવાદ. | સૂરિવર શિષ્ય પં. ભદ્રકવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org