________________
૧૪
માનીને વિનય કરવા એ જ મુક્તિના માર્ગ છે, પરમાત્માએ સ્થાપેલા શાસનની અને સંધની સેવા-રક્ષા કરનારા ગુરુ પણ અપેક્ષાએ પરમાત્મા છે. તત્ત્વથી તે। ગુરુને સમર્પિત થવું એ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર છે તથા એ જ મુક્તિની સાધના છે. કાઈ અશુભ કદિયે ગુરુ સંયમથી પરાર્મુખ બને, શિષ્યની સયમરક્ષા ન થાય અને એથી છોડવા પડે, તે પણ તિરસ્કારભાવથી નહિ, કિન્તુ પૂજ્યભાવથી જ છેોડાય, વગેરે ગુરુવિનયનું રહસ્ય અલૌકિક છે, તેના મહિમા અને ફળ અચિંત્ય છે, એના વિના કાર્યસિદ્ધિ દુઃશંક છે. માટે આમાં વિનયની પ્રેરણા, તેના લાભા અને સાથે અવિનયનાં કટુળાનું પણ વર્ષોંન કર્યુ છે. દશમામાં ગ્રન્થેાક્ત સાધના કરતા ભિક્ષુ–સાધુ કેવા વિશિષ્ટ બને, એ વર્ણવીને સાધુતાની પરાકાષ્ઠાનું સ્વરૂપ જણાવ્યું છે. અર્થાત્ ઉપસંહાર તરીકે ઉચ્ચ સાધુનાં લક્ષણા વર્ણવી આત્માને તેવી વિશુદ્ધિ માટે ગર્ભિત સૂચન કર્યું" છે. તે પછી મૂળગ્રન્થમાં યક્ષાસાધ્વીને શ્રીસીમધરસ્વામીજીએ આપેલી બે ચૂલિકાએ ઉમેરાએલી છે. તેમાં પહેલી ચૂલિકામાં કાઈ સાધુ તથાવિધ ક્લિષ્ટકમેર્યાયથી સાધુજીવનને છેાડવા ઈચ્છે, તે છેાડયા પછી તે કેવી વિષમ વિપત્તિઓમાં સાય, તે સમજાવવા સાધુ અને ગૃહસ્થના જીવનનુ મેરુ અને સરસવ જેટલું યથા અંતર સમાવ્યું છે અને પુનઃ સાધુજીવન પ્રત્યે પ્રીતિ પ્રગટાવવાના ઉપાયારૂપ સુંદર ઉપદેશ કરેલા છે. બીજી ચૂલિકામાં કૈષણાને તજી જિનાપષ્ટિ માર્ગને અનુસરવાનું, અર્થાત્ સંસારના અનાદિ વિષમ પ્રવાહમાં સામા પૂરે તરવાનું વિધાન છે. એ વિના જિનાજ્ઞાનું પાલન યથાવત્ થઈ શકતું નથી, માટે લેકૈષણાના ત્યાગ કરી આત્માના સત્ત્વ અને ગુણાના બળે જીવવારૂપ સમ્પૂર્ણ સ્વાશ્રયી બનવાના ઉપદેશ છે.
આથી સમજાશે કે મેાક્ષના અનન્ય ઉપાયરૂપ પ્રાણાતિપાતવિરમણાદિતાનું યથાર્થ પાલન અને તેને સફળ કરવાની સમગ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org