________________
વિના કારણ ઈરાદાપૂર્વક લેશ પણ દુઃખ-દુર્ભાવ ન થાય તે રીતે જીવવું જોઈએ. બીજા અધ્યયનમાં તજેલ ભેગોની પ્રાણાન્ત પણ ઈચ્છા ન કરવી, ઈછા જ સર્વ પાપનું મૂળ છે, તેને રોકવા બાહ્યવસ્તુને ત્યાગ ખૂબ હિતકર છે, ત્યાગને સંકલ્પ જેટલું દઢ તેટલું તેનું ફળ વહેલું અને સારું આવે છે, સંકલ્પબળ એ જ સર્વ સિદ્ધિઓને પાયો છે, માટે સર્વ કેળવીને દઢસંકલ્પથી ઈચછાઓને રોકવી. ઈત્યાદિ શ્રીમતી રામતી અને રહનેમીના દષ્ટાન્તપૂર્વક સમજાવ્યું છે. ત્રીજામાં પૂર્વમહર્ષિઓએ વજેલા (અનાચીણું)ભાવોને ત્યાગ કરવાનું કહી એનું ફળ વર્ણવ્યું છે. અનાચીને ત્યાગ સાધુજીવનના પ્રાણુ અથવા અલંકાર સરખો છે. એના પાલનથી સંયમનું તેજ પ્રગટે અને એથી સ્વ–પર હિત થાય, વગેરે કહ્યું છે. ચોથા અધ્યયનમાં જગતના વિવિધ પ્રકારના જીવોનું અને મહાવ્રતોનું જ્ઞાન કરાવ્યું છે. એ જ્ઞાનથી ઉત્તરોત્તર અહિંસાને સાધતો આત્મા કેવા ક્રમથી મુક્તિને પામે તે ક્રમ પણ જણાવ્યો છે. સર્વધર્મોનું મૂળ અહિંસા છે, તેની સિદ્ધિ માટે હિંસાના વિષયભૂત જીવોનું જ્ઞાન સૌથી પ્રથમ જરૂરી છે. જે જીવ કે અજીવના ભેદને સમજી શકે નહિ તે સંયમને અને અહિં સાને શી રીતે સિદ્ધ કરે ? એ જ કારણે આ અધ્યયનને ભણ્યા વિના હિંસાવિરમણ વગેરે મહાવ્રતો આપવાને નિષેધ છે. આથી સમજાય છે કે સંયમરૂપી વૃક્ષમાંથી મોક્ષરૂપી ફળ મેળવવાનું બીજભૂત જ્ઞાન આ અધ્યયનમાં છે. પાંચમા માં આહાર વસ્ત્ર, પાત્ર અને વસતિ (ઉપાશ્રય), એ ચાર પ્રકારના પિંડનું અને તેને મેળવવાના ઉપાયોનું જ્ઞાન કરાવ્યું છે. અહિંસા-સંયમ અને તપરૂપ ધર્મનું સાધન જ્ઞાનપૂર્વકની ક્રિયા છે, આ ક્રિયા દેહાધીન છે, દેહ નિર્વિકારી હોય તે ઈન્દ્રિયો અને મન નિર્વિકારી બને અને એ સર્વની શુદ્ધિથી ધર્મક્રિયા શુદ્ધ થાય. એમ ધર્મક્રિયાના મુખ્ય સાધનભૂત દેહને પવિત્ર નિર્વિકારી બનાવવા આહાર નિર્વિકારી, નિર્દોષ અને નિર્જીવ હવા ઉપરાન્ત સંયમપષક શુભભાવથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org