________________
[ ૭૪ ]
श्राविधिप्रकरण ।
પ્રયજન પડે તે મંદસ્વરે (હળવેથી) બેલે. વળી રાત્રે ખાંસી ખાવી કે ખુંખારો ખા કે હુંકાર કરવો પડે તે પણ ધીમેથી જ કરવું, મોટા અવાજથી કરવું નહીં. કેમકે, એમ કરવાથી જાગેલાં ઘરોળી, પ્રમુખ હિંસક જીવો માખી પ્રમુખને હણવાને ઉદ્યમ કરે; પાડોસી જાગે તે પિતાને આરંભ આચરે; પાણીવાળી, રાંધનારી, વ્યાપાર કરનાર, મુસાફરો, ખેતી ખેડનારા, વનમાં જઈ પાન, ફૂલ, ફળ છેદનારા, રોંટના વહેનારા, કોસના વહેનારા, ઘાણી પીલનારા, શીલાવટ, રંટિયા ફેરવનારા, ધોબી, કુંભાર, સુથાર, જુગારી, શસ્ત્રકાર, દારૂની ભઠ્ઠી કરનારા, માછી, ખાટકી, વાઘરી-મૃગજળ નાંખનારા, પારધી, વાટપાડા, લૂંટારા, પારદારિક તસ્કર, ધાડ પાડનાર વગેરે એક એકની પરંપરાથી જાગૃત થઈ પિતાના હિંસાના કામમાં પ્રવર્તે, તેથી પરંપરાએ આ બધા દોષોના ભાગી બનાય છે અને એ રીતે અનર્થદંડની પ્રાપ્તિ થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં કહેવું છે કે –
ઝારિશા પીળ, પીળું તુ સુરા સેવા છે.
वच्छाहिव भयणीए, अकहिंसु जिणो जयंतीए ॥ १ ॥ વછ દેશના અધિપતિની બહેન જયંતી શ્રાવિકાને શ્રી વર્ધમાનસ્વામીએ કહ્યું કે, “ધર્મવંત પ્રાણીઓનું જાગવું અને પાપી પ્રાણુઓનું ઊંઘવું કલ્યાણકારી હોય છે.”
નિદ્રામાંથી જાગતાં જ તપાસવું કે, કયા તત્વના ચાલતાં નિદ્રા વિચછેદ થાય છે કહ્યું છે કે –
अम्भोभूतत्त्वयोनिद्रा विच्छेदः शुभहेतवे ॥
व्योमवाद्यग्नितत्त्वेषु स पुनर्दुःखदायकः ॥ १ ॥ જળ અને પૃથ્વીતત્વમાં નિદ્રા વિછેર થાય તે સારું, અને આકાશ, વાયુ છે. અગ્નિતત્વમાં નિદ્રાવિદ થાય તે દુખદાયી જણવું.
वामा शस्तोदये सिते कृष्णे तु दक्षिणा ॥
રીનિ રળિ વિનાનીંદુસૂર્યથી ગુમ ! ૨ // શુકલપક્ષમાં પડવેથી ત્રણ દિન પ્રાત:કાળે સૂર્યોદય વખતે ચંદ્રનાડી સારી અને કુષણપક્ષમાં પડવેથી ત્રણ દિન સૂર્યોદય વખતે સૂર્યનાડી સારી જાણવી.
शुक्लप्रतिपदो वायुश्चन्द्रेऽथार्के व्यहं व्यहम् ॥ वहन शस्तोऽनया वृस्या, विपर्यासे तु दु:खदः ॥ ३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org