________________
KU/
प्रथम दिन-कृत्यप्रकाश ।
[૬૩]
માલુમ પડતાં તરત જ તેણીએ તે ચંદ્રશેખરને જણાવ્યું કે તત્કાળ તે ત્યાં આવીને રાજ્યસિંહાસન પર પરકાયપ્રવેશવિદ્યામાન બેસે તેમ ચઢી બેઠો. રામચંદ્રના વખતમાં ચક્રાંક વિદ્યાધરને પુત્ર સાહસગતિ જેમ સુગ્રીવ બન્યો હતો તેમ આ વખતે આ ચંદ્રશેખર શુકરાજના રૂપે બ. બધા લેકે પણ એમજ જાણે છે કે, એજ શુકરાજ રાજા છે. તે એક રાત્રે અકસ્માત એવો પિકાર કરી ઊઠ્યો કે-“અરે સુભટે, ધાન્ધાઓ, આ કેઈક વિદ્યાધર મારી રાણીઓને લઈ નાશી જાય છે.” તે સાંભળી સુભટે આમતેમ દોડવા લાગ્યા, પણ પ્રધાન પ્રમુખ તે તેમની જ પાસે આવીને બોલવા લાગ્યા કે-“ સ્વામિન! તમારી તે બધી વિદ્યાઓ કયાં ગઈ?” ત્યારે તે કૃત્રિમ થકરાજ ખેદ કરતા કહેવા લાગ્યા કે, હાં હાં!! શું કરીએ ! એ દુષ્ટ વિદ્યાધર મારી સ્ત્રીઓની સાથે પ્રાણના જેવી મારી વિદ્યાઓ પણ હરી ગયો. તે વખતે તેઓએ કીધું કે, મહારાજ, તમારી સ્ત્રીઓ સહિત વિદ્યાઓ ગઈ તે ખેર. જવા દ્યો; તમારા પોતાના અંગને કુશળ છે તો બસ છે. આમ તે કપટીએ સર્વ રાજ્યમંડળ પિતાના પ્રપંચથી વશ કરી લીધું, અને ચંદ્રવતીની સાથે પૂર્વવત રમણ ક્રીડા કરતે રાજ્ય કરવા લાગ્યા.
ત્યારબાદ કેટલેક દિવસે ખરો શકરાજ તે તીર્થની યાત્રા કરીને વળતાં પિતાના સસરા વિગેરેને મળીને પાછો પોતાના નગરના ઉદ્યાનમાં સ્ત્રીઓ સહિત આવ્યો. આ વખતે પોતે કરેલા કુકમથી શંકા પામતો ચંદ્રશેખર પિતાના ગવાક્ષમાં બેઠે હતા, તે ખરા કરાજને આવતો જોઈ કપટથી અકસ્માત વ્યાકુળ બનીને કોલાહલ (પિકાર) કરવા લાગ્યા કે, અરે સુભટો, પ્રધાનો, દરબારીઓ જુઓ-સાંભળો-જે દુષ્ટ મારી વિદ્યાઓ અને સ્ત્રીઓનું હરણ કરી ગયે છે તેજ દુષ્ટ વિદ્યાધર મારું રૂપ બનાવીને (ધારણ કરીને) મને ઉપદ્રવમાં નાંખવા આવે છે, માટે તમે તેની પાસે જલદી જાઓ અને પ્રથમ જ તેને શામ વચનથી સમજાવી પાછો વાળે. કેમકે, કોઇક કાર્ય સુસાધ્ય હોય છે અને કંઈક કાર્ય દુઃસાધ્ય પણ હોય છે, માટે આવા અવસરે તે ઘણુજ યત્નથી કે યુક્તિથી જ લાભ મેળવી શકાય છે. તેણે પ્રધાનાદિને આવાં વચનો કહીને તેની સામે મોકલ્યા. તેઓને | આવતા જોઈ ખરા શકરાજે પિતાના મનમાં ધાર્યું કે, આ પ્રધાન પ્રમુખ બધા મારા માનને ખાતર આવે છે તો તેઓને મારે પણ માન આપવું ઉચિત છે, તેથી તે તત્કાળ પિતાના વિમાનમાંથી ઉતરીને એક આમ્ર વૃક્ષની તળે જઈ બેઠો. તેની પાસે જઈ પ્રધાન પ્રમુખ નમી સ્તવીને કહેવા લાગ્યા કે, “હે વિદ્યાધર ! વાદકારકના જેવી તમારી વિદ્યાશક્તિ 'હવે રહેવા દ્યો. અમારા સ્વામીની વિદ્યા અને સ્ત્રીઓ પણ તમે જ હારી ગયા છે તે
સંબંધે હાલ અમે તમને કાંઈ કહેતા નથી તે અમારા ઉપર દયા કરીને તત્કાળ -પિતાના સ્થાને ચાલ્યા જાઓ ” આ શું કાંઈક વહેમમાં પડ્યા છે ? શૂન્યચિત બન્યા છે? hયુ થયે છે? કે ભૂત પ્રેત પિશાચથી છલાણું છે કે શું? આવા અનેક પ્રકારના સંકલ્પ કરતો વિસ્મય પામીને શુકરાજ બોલવા લાગ્યા કે, “હાહા ! પ્રધાન, હું પોતે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org