________________
[૪૪]
શ્રાવિકા
:
સરળપરિણામી શ્રી દત્ત તેમને (કેવલી ભગવાનને ) વંદન કરી પૂછવા લાગ્યું કે, હું જગબંધુ! મારી પુત્રી અને માતા ઉપર મને નેહરાગ કેમ ઉત્પન્ન થયે તે કૃપા કરી કહેશો. તેમણે કહ્યું કે, પૂર્વભવનો વૃત્તાંત સાંભળવાથી સર્વ તને સ્પષ્ટપણે સમજવામાં આવશે.
પંચાળ દેશના કંપલપુર નામના નગરમાં અગ્નિશર્મા બ્રાહ્મણને ચિત્ર નામને પુત્ર હતો. મહાદેવની પેઠે તેને (ચિત્રને ) ગૌરી અને ગંગા નામની બે સ્ત્રીઓ હતી. હમેશાં બ્રાહ્મણને ભિક્ષા વિશેષ વહાલી હોય છે, માટે એક દિવસ ચિત્ર પિતાના મૈત્ર નામના બ્રાહમણ મિત્રની સાથે કેકણ દેશમાં ભિક્ષા માગવા ગયે. ત્યાં ઘણું ગામડાંઓ ફરી ધન ઉપાર્જન કરી તે બને જણ સ્વદેશ ભણી આવવા નિકળ્યા. રસ્તામાં લક્ષમીથી લભાઈ માઠા પરિણામથી એક વખત ચિત્રને સૂતે જોઈ મિત્ર વિચાર કરવા લાગ્યું કે, આને મારી નાંખીને હમણાં જ હું સર્વ ધન લઈ લઉં તે ઠીક થાય. આમ ધારીને તેને વધ કરવા તે ઊડ્યો, કેમકે, જે અર્થ (દ્રવ્ય) છે, તે અનર્થનું મૂળ છે. જેમ દુષ્ટ વાયુ મેઘને નાશ કરે છે તેમ લેભી પુરુષ તત્કાળ વિવેક, સત્ય, સંતોષ, લજજા, પ્રેમ, કૃપા, પ્રમુખને નાશ કરે છે. વળી તેજ વખતે દૈવયોગે તેના હૃદયમાં વિવેકરૂપ સૂર્યોદય થવાથી ભરૂપી અંધકારને નાશ થતાં તે (મિત્ર) વિચારવા લાગ્યું કે, ધિક્કાર છે, ધિક્કાર છે મને, કે જે મારા ઉપર સંપૂર્ણ ખરો વિશ્વાસ રાખનાર છે તેને વિષે આવો અત્યંત નિંદનીય અને દુષ્ટ સંકલપ કર્યો! માટે મને તેમજ મારા દુષ્કૃત્યને ધિક્કાર છે. એવી રીતે કેટલીક વાર સુધી પશ્ચાત્તાપ કર્યા પછી તેણે પિતાના ઘાતકીપણાની ધારણા ફેરવી નાંખી. કહ્યું છે કે,
જેમ જેમ ખરજ (વલુર-ચુંટ) ખણીએ તેમ તેમ તે વૃદ્ધિજ પામતી જાય; તેમ જેમ જેમ લાભ મળતું જાય તેમ તેમ લાભ પણ વૃદ્ધિજ પામતો જાય છે. ” ત્યારપછી બને જણના મનમાં કેટલીક વખત ઘાતકીપણું પ્રગટ થાય ને વળી વિરામ પામી જાય. એવા વિચારમાં ને વિચારમાં કેટલાક દિવસ સુધી તેઓ કેટલીક પૃથ્વી ભમ્યા. વળી કહ્યું છે કે, “અતિ લોભ એજ ખરેખર આલેકમાં પણ કણકારી જ છે.” એમ અતિ લોભમાં અંધ થયેલા તે બન્ને જણા છેવટે વૈતરણી નદીના પૂરમાં તણાવા લાગ્યા. જોકે પહેલાં લોભના પૂરમાં તણાયેલા હતા અને પાછળથી વૈતરણી નદીના પૂરમાં સપડાયા તેથી તેઓ આર્તધ્યાનને લીધે પરદેશમાં જ મૃત્યુ પામી તિર્યચપણું પામી કેટલાક ભવ સુધી ભમ્યા. પછી તમે બંને જણ શ્રદત્ત અને શંખદત્ત ઉત્પન્ન થયા, એટલે મિત્ર શંખદત્ત અને ચિત્ર તું (શ્રીદત્ત) થયે. પૂર્વભવના ક્ષેત્રે તને પહેલો મારી નાંખવાને સંકલ્પ કરેલ હોવાથી તેં આ ભવમાં શંખદત્તને પ્રથમથી જ સમુદ્રમાં ફેંકી દીધો. જેણે જેવા પ્રકારનું કામ કર્યું હોય છે, તેને તેવાજ પ્રકારનું કર્મ ભોગવવું પડે છે, એટલું જ નહીં પણ દેવા ગ્ય દેવું હોય તે જેમ વ્યાજ સહિત આપવું પડે છે તેમ તેનાં સુખ કે દુઃખ તેથી વધારે ભોગવવા પડે છે. તારી પૂર્વભવની ગંગા અને ગૌરી નામની બે
સ્ત્રીઓ તારા મરણ પછી તારા વિયેગને લીધે વૈરાગ્ય પામી એવી તો તાપસણી થઈ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org