________________
[ ૪૦ ]
વિધિબા
ત્રાસથી મૃગલી કંપાયમાન થાય, તેમ સુભટના ભયથી ધ્રુજતી સમશ્રીને, જેમ સ્મશાનના કૂતરાએ મૃતક( મડદાં)ને ઝપાટામાં પકડી પાડે તેમ, પલ્લી પતિના સુભટોએ પકડી પાડી.. - ત્યાર પછી સમગ્ર નગરના લોકોને લૂંટીને સુભટો પિતાના દેશ ભણી જવાની તૈયારી કરતા હતા ત્યારે સોમશ્રી પણ લઘુલાઘવી કળાથી છટકી જઈ દૈવયોગથી વનમાં નાશી ગઈ. ત્યાં ભ્રમણ કરતાં નાના પ્રકારના વૃક્ષનાં ફળનું ભક્ષણ કરવાથી તે થોડા વખતમાં નવયૌવના અને ગૌરાંગી બની ગઈ. ખરેખર મણિમંત્ર ઔષધીઓનો મહિમા અચિંત્ય ( ન જાણી શકાય તે ) છે. હવે કેટલાએક વટેમાર્ગુ વ્યાપારીને તે માર્ગથી જતા હતા, તેમણે સમશ્રીને જોઈ આશ્ચર્ય પામી પૂછયું કે, “ તું દેવાંગના, નાગકન્યા, જળદેવી કે સ્થળદેવી, કે કોણ છો? કેમકે, મનુષ્યપ્રાણમાં તો તારા જેવી મનહર સૌંદર્યવાન કન્યા કોઈ હોય જ નહીં.” ત્યારે તેણુએ ગદગદિત થઈને જવાબ આપે કે, “હું દેવાંગના કે નાગકન્યા નથી, પણ તે વિચક્ષણે, હું તો મનુષ્યપ્રાણું છું. દૈવ જ મારા પર કોપાયમાન થયેલ છે, કારણ કે મારા રૂપે જ મને આ દુ:ખરૂપી કૂપમાં ઊતારી છે. ખરેખર ! નસીબ અવળું હોય ત્યારે ગુણ પણ દેષરૂપ થઈ પડે છે.” આવાં તેણીનાં કરુણાજનક વચન સાંભળીને તે વ્યાપારીઓએ કહ્યું કે-“જ્યારે તું આવી રૂપવતી છતાં દુઃખી છે, ત્યારે અમારી સાથે સુખેથી દિવસો નિર્ગમન કર.” તેણુએ તેમની સાથે ઘણી ખુશીની સાથે રહેવાનું કબૂલ કર્યા પછી તેઓ તેણીને ઘણા જ નથી રત્નની પેઠે સાચવતાં સાથે લઈ પિતાના ધારેલા ગામ ભણી જવા નીકળ્યા.
જતાં જતાં તેણીના રૂપ, લાવણ્યતાદિક ગુણેથી રંજિત થએલા તેઓ તેણુને પિતાની સ્ત્રી કરવાની અભિલાષા કરવા લાગ્યા, કેમકે, ભક્ષણ કરવા લાયક પદાર્થને દેખીને કર્યો ભૂખે માણસ ભક્ષણ કરવાની વાંચ્છા ન કરે? દરેક જણ તેણુના ઉપર મનમાં ને મનમાં અભિલાષા કરતાં કરતાં સુવર્ણકુલ નામના બંદરે આવી પહોંચ્યા. તે બંદર વ્યાપારનું ખરેખરૂં મથક હોવાથી તેઓ માલ લેવા વેચવાના કામમાં ગુંથાઈ ગયા, કેમકે, તેઓ એટલાજ માટે ત્યાં અતિશય પ્રયાસ કરી આવ્યા હતા. જે માલ સારે ને સે મળવા લાગ્યો તે લેવાને તેઓ એકદમ મંડી પડ્યા. વ્યાપારીઓની એજ રીતિ છે કે, જે સસ્તુ મળે તેના ઉપર ઘણાની રૂચિ ઉત્પન્ન થાય છે. પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્ય પ્રમાણે જેની પાસે જેટલું ધન હતું, તે સર્વ માલ ખરીદ કરતાં ખૂટી જવાથી તેમણે વિચાર કર્યો કે, માલ તો હજુ ઘણે લેવાનો બાકી છે, ને ધન તે ખૂટી ગયું, માટે તેનું કેમ કરવું? છેવટે તેઓ એ નિશ્ચય પર આવ્યા કે આ સોમશ્રીને કોઈક ગણિકાને ઘેર વેચી તેણીનું જે દ્રવ્ય આવે તે વહેંચી લઈએ. લોભ એ કઈક અલોકિક વસ્તુ છે, કે જેને વશ પ્રાણ તત્કાળ થઈ જાય છે. પછી તેમણે તે નગરમાં રહેનારી વિભ્રમમતી નામની ગણિકાને ઘેર સોમશ્રીને એક લાખ દ્રવ્ય લઈ વેચી નાંખી. તેઓ તે ધન માલ લઈ હર્ષભેર પિતાના. સ્વદેશ ગયા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org