SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો ગરમ-કૃત્યપ્રકાશ ! [ ૪૦૩ ]. છે કે જે જેની માલીકીનું દ્રવ્ય આ કામમાં અનુશ્ચિતપણે આવ્યું હોય તેનું પુણ્ય તે ધણને થાઓ, આ રીતે શુભ પરિણામથી કર્યું તે તે ધર્મકૃત્ય ભાવશુદ્ધ થાય. પાયે ખેદ, પૂર, કાષ્ટનાં દળ પાડવાં, પથર ઘડાવવા, ચણાવવા વગેરે મહારંભ સમારંભ જિનમંદિર કરાવવામાં કરે પડે છે, એવી શંકા ન કરવી. કારણ કે, કરાવનારની યતનાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેમાં દોષ નથી. તથા જિનમંદિર કરાવવાથી નાનાવિધ પ્રતિમા સ્થાપન, પૂજન, સંઘને સમાગમ, ધર્મદેશના કરણ, સમકિત વત વગેરેને અંગીકાર, શાસનની પ્રભાવના, અનુમોદના વગેરે અનંત પુણ્યની પ્રાપ્તિ હેવાથી તેનાં સારાં પરિણામ નીપજે છે. કહ્યું છે કે–સૂત્રોક્ત વિધિનો જાણ પુરૂષ યતનાપૂર્વક કોઈ કામમાં પ્રવર્તે, અને જે કદાચ તેમાં કાંઈ વિરાધના થાય, તે પણ અધ્યવસાયની શુદ્ધિ હોવાને લીધે તે વિરાધનાથી નિર્જરાજ થાય છે. દ્રવ્યસ્તવ ઉપર કૂવાનું દષ્ટાંત વગેરે અગાઉ કહી ગયા છીએ. જીર્ણોદ્ધાર. જીર્ણોદ્ધાર કરવાના કામમાં પણ ઘણે જ પ્રયત્ન કરવો. કેમકે–જેટલું પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે, તે કરતાં આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે. જીર્ણ જિનમંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે તેટલું નવું કરાવવામાં નથી, કારણ કે નવું મંદિર કરાવવામાં ઘણું જીવોની વિરાધના તથા હારું મંદિર એવી પ્રખ્યાતિ પણ ખરી. માટે તેમાં જીર્ણોદ્ધારના જેટલું પુણ્ય નથી. તેમજ કહ્યું છે કે–જિનકલ્પી સાધુ પણ રાજા, પ્રધાન, શેઠ તથા કૌટુંબિક એમને ઉપદેશ કરી જીર્ણ જિનમંદિર સમરાવે, જે પુરૂષ જીર્ણ થયેલાં, પડેલાં જિનમંદિરોને ભક્તિથી ઉદ્ધાર કરે છે, તેઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડેલા પિતાના આત્માને ઉદ્ધાર કરે છે. આ વાત ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે – શત્રુંજયને જીર્ણોદ્ધાર કરવાનું પિતાએ અભિગ્રહ સહિત ધાર્યું હતું, તેથી મંત્રી વાભદે તે કામ શરૂ કરાવ્યું, ત્યારે સ્ફોટા શેઠીઆ લાકોએ પિતાની ગાંઠનું નાણું પણ તે કામમાં આપ્યું. છ દ્રશ્નની મૂડી રાખનાર ભીમ નામે એક ઘી વેચનાર હતા, તેની પાસે ફરતી ટીપ આવી, ત્યારે તેણે ઘી વેચી મૂડી સહિત દ્રવ્ય આપી દીધું. તેથી તેનું નામ સર્વની ઉપર લખાયું અને તેને સુવર્ણનિધિને લાભ થયો વગેરે વાર્તા જાહેર છે. પછી કાષ્ટમય ચિત્યને સ્થાનકે શિલામય મંદિર તૈયાર થવાની વધામણું દેનારને મંત્રીએ બત્રીશ સુવર્ણની જીભે આપી. તે ઉપરાંત જિનમંદિર વીજળી પડવાથી તૂટી પડ્યું, એવી વાત કહેનારને તો મંત્રીએ ચેસઠ સુવર્ણની જીભે આપી. તેનું કારણ કે, મંત્રીએ મનમાં એમ વિચાર્યું કે-“હું જીવતાં છતાં બીજો ઉદ્ધાર કરવા સમર્થ થયો છું.” બીજા જીદ્વારમાં બે ક્રોડ સત્તાણું હજાર એટલું દ્રવ્ય લાગ્યું. પૂજાને સારૂ એવીશ ગામ અને ચોવીશ બગીચાઓ આપ્યા. વામ્ભટ્ટ મંત્રીના ભાઈ આંબડ મંત્રીએ ભરૂચમાં દુષ્ટ વ્યંતરીના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy