SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ H-ચકaોય. | [ ૩૨૨ ] અર્થ થાય છે કે,-ધર્મ, અર્થ અને કામ એ ત્રણની સિદ્ધિ જેથી થતી હોય, તે વિદ્યા એનું એટલે લખવું, ભણવું, વ્યાપાર વગેરે કળાઓનું ગ્રહણ એટલે અધ્યયન સારી રીતે કરવું. કેમ કે, જેને કળાઓનું શિક્ષણ ન મળ્યું હોય તથા તેમને અભ્યાસ જેણે ન કર્યો હોય, તેને પિતાની મૂર્ખતાથી તથા હાંસી કરવા યોગ્ય હાલતથી પગલે પગલે તિરસ્કાર ખમવો પડે છે. જેમ કે, કાલિદાસ કવિ પહેલા તે ગાયે ચારવાને ધંધો કરતે હતો. એક વખત રાજાની સભામાં તેણે સ્વસ્તિક એમ કહેવાને બદલે ઉશરટ એમ કહ્યું. તેથી તે ઘણે ધિક્કારા. પછી દેવતાને પ્રસન્ન કરી હાટે પંડિત તથા કવિ થયો. ગ્રંથ સુધારવામાં, ચિત્રસભા દર્શનાદિક કામમાં જે કળાવાન હય, તે જે કે, પરદેશી હોય તે પણ વાસુદેવાદિકની માફક સત્કાર પામે છે. કેમ કે પંડિતાઈ અને રાજાપણું એ બે સરખાં નથી, કારણ કે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે, અને પંડિત સવે ઠેકાણે પૂજાય છે. સર્વે કળાઓ શીખવી. કેમકે દેશ, કાળ વગેરેને અનુસરી સવે કળાઓનો વિશેષ ઉપગ થવાનો સંભવ છે. તેમ ન કરે તો કદાચ માણસ પડતી દશામાં આવે છે. કહ્યું છે કે–દમદૃ પણ શીખવું, કારણ કે શીખેલું નકામું જતું નથી. અદમદ્રના પ્રસાદથી ગળ અને તુંબડું ખવાય છે. સર્વે કળા આવડતી હોય તે પહેલા કહેલા આજીવિકાના સાત ઉપયોગમાંના એકાદ ઉપાયથી સુખે નિર્વાહ થાય, તથા વખતે સમૃદ્ધિ આદિ પણ મળે. સર્વે કળાઓને અભ્યાસ કરવાની શક્તિ ન હોય તે, શ્રાવક પુત્રે જેથી આલેકમાં સુખે નિર્વાહ અને પરલેકમાં શુભ ગતિ થાય, એવી એક કળાને પણ સમ્યફ પ્રકારે અભ્યાસ જરૂર કરે. વળી કહ્યું છે કે-ધ્રુતરૂપ સમુદ્ર અપાર છે, આયુષ્ય થોડું છે, હાલના જીવ એછી બુદ્ધિના છે માટે એવું કાંઈક શીખવું કે જે થોડું અને જે સારું કાર્ય સાધી શકે એટલું હોય. આ લેકમાં ઉત્પન્ન થએલ મનુષ્યને બે વાત જરૂર શીખવી જોઈએ. એક તેં જેથી પોતાને સુખે નિર્વાહ થાય તે, અને બીજી મરણ પછી જેથી સદગતિ પામે છે. સિંધ અને પાપમય વ્યાપારવડે નિર્વાહ કરે અનુચિત છે. મૂળ ગાથામાં “ઉચિત” પદ છે, માટે નિંધ તથા પાપમય વ્યાપારનો નિષેધ થયે એમ જાણવું. ઈતિ બીજું દ્વાર સંપૂર્ણ. ૨ પાણિગ્રહણ પાણિગ્રહણ એટલે વિવાહ, તે પણ ત્રિવર્ગની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું કારણ છે, માટે ઉચિતપણાથી કરવો જોઈએ. તે (વિવાહ) પિતાથી જૂદા * ગોત્રમાં થએલા તથા કુલ, સારે આચારપોલિ, રૂપ, વય, વિદ્યા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરેથી પિતાની બરાબરીના હોય તેમની સાથેજ કર. બન્નેનાં કુળ, શીલ વગેરે સરખાં ન હોય તે માંહમાંહે હીલના, કુટુંબમાં કલહ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy