________________
છઠ્ઠો પ્રકાશ:: જન્મકૃત્ય.
વાર્ષિક કૃત્ય કહ્યું હવે જન્મકૃત્ય ત્રણ ગાથા તથા અઢાર દ્વારવડે કહે છે.
जम्मंमि वासठाणं, तिवग्गसिद्धीइ कारणं उचिअं॥ उचिअं विजागहणं, पाणिग्गहणं च मित्ताई ॥ १२ ॥
નિવાસસ્થાન કેવું અને કયાં રાખવું ? ૧ જન્મરૂપ બંદીખાનામાં પહેલા નિવાસસ્થાન ઉચિત લેવું. નિવાસસ્થાન કેવું ઉચિત ? તે વિશેષણવડે કહે છે. જેથી ત્રિવર્ગના એટલે ધર્માર્થકામની સિદ્ધિ એટલે ઉત્પત્તિ થાય એવું તાત્પર્ય કે, જ્યાં રહેવાથી ધર્મ, અર્થ અને કામ સધાય ત્યાં શ્રાવકે રહેવું, બીજે ન રહેવું; કેમકે, તેમ કરવાથી આ ભવથી તથા પરભવથી ભ્રષ્ટ થવાનો સંભવ રહે છે. વળી કહ્યું છે કે-ભિન્ન લેકેની પલ્લીમાં, ચેરના રહેઠાણમાં, જ્યાં પહાડી લેક રહેતા હોય તેવી જગામાં અને હિંસક તથા પાપી લેકે આશ્રય કરનારા પાપી લોકોની પાસે સારા માણસે ન રહેવું. કેમકે, કુસંગત સજજનને એબ લગાડનારી છે. જે સ્થાનકે રહેવાથી મુનિરાજે પોતાને ત્યાં પધારે, તથા જે સ્થાનકની પાસે જિનમંદિર હોય, તેમજ જેની આસપાસ શ્રાવકની વસ્તી હોય, એવા સ્થાનકમાં ગૃહસ્થ રહેવું. જ્યાં ઘણાખરા વિદ્વાન લોકો રહેતા હોય, જ્યાં શીલ, જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય અને જ્યાંના લેકે હમેશાં સારા ધર્મિષ્ટ હોય ત્યાં સારા માણસે રહેવું. કેમકે સત્પરુષની સેબત કલ્યાણને સારૂ છે. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જાણે સાધુ અને શ્રાવક હાય તથા જળ અને બળતણ પણ ઘણું હોય, ત્યાં હમેશાં રહેવું.
ત્રણસો જિનમંદિર તથા ધર્મિષ્ઠ, સુશીલ અને જાણ એવા શ્રાવક વગેરેથી શોભતું એવું અજમેરની નજીક હર્ષ પુર નામનું એક સારું નગર હતું. ત્યાં રહેનાર અઢાર હજાર બ્રાહ્મણે અને તેમના શિષ્ય છત્રીશ હજાર હેટા શેઠીઆએ જયારે શ્રી પ્રિયગ્રંથસૂરિ તે નગરમાં પધાર્યા ત્યારે પ્રતિબંધ પામ્યા. સારા સ્થળમાં રહેવાથી પૈસાવાળા ગુણ અને ધર્મિષ્ટ લેકોનો સમાગમ થાય છે. વળી તેથી ધન, વિવેક, વિનય, વિચાર, આચાર, ઉદારતા, ગંભીરપણું, ધેય, પ્રતિષ્ઠા વગેરે ગુણે તથા સર્વ રીતે ધર્મકૃત્ય કરવામાં કુશળતા પ્રાયે વિના પ્રયત્ન મળે છે. એ વાત હમણું પણ સાક્ષાત્ નજરે જણાય છે, માટે અંત પ્રાંત ગામડા વગેરેમાં ધનપ્રાપ્તિ વગેરેથી સુખે નિવહ થતું હોય, તે પણ ન રહેવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org