________________
'
દ્વિતીય ક્રિ-ત્યારા
તેમાં તેને રમણીય શું લાગે છે? અરે જીવ! વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુ દૂર છેડી પડેલી જોવામાં આવે, તો તું શું શું કરે છે, અને નાક મરડે છે, એમ છતાં તે મૂર્ખ ! તે જ અશુચિ વસ્તુથી ભરેલા સ્ત્રીના શરીરની શા સારૂ અભિલાષા કરે છે? વિષ્ટાની જાણે કોથળી જ ન હોય ! એવી, શરીરના છિદ્રમાંથી નીકળતા ઘણા મળથી મલિન થએલી ઉત્પન્ન થએલાં કૃમિના જાળાથી ભરેલી, તથા ચપળતાથી, કપટથી અને અસત્યથી પુરુષને ઠગનારી એવી સ્ત્રીને તેની બહારની સફાઈથી મોહમાં પડી જે ભેગવે છે, તેથી તેને નરક મળે છે. કામવિકાર ત્રણે લોકને વિટંબના કરનારો છે, તથાપિ મનમાં વિષય સંકલ્પ કરવાનું વજે તો કામવિકારને સહજમાં છતાય. કહ્યું છે કે—હે કામદેવ ! હું હારૂં મૂળ જાણું છું તું વિષય સંક૯પથી ઉત્પન્ન થાય છે, માટે હું વિષય સંકલ્પ જ ન કરૂં કે, જેથી તું હારા ચિત્તમાં ઉત્પન્ન થાય. આ રીતે વિષય ઉપર પિતે નવી પરણેલી આઠ શ્રેણિકન્યાઓને પ્રતિબોધ પમાડનાર અને નવાણું ક્રોડ સોનૈયા જેટલા ધનનો ત્યાગ કરનાર શ્રી જંબુસ્વામીનું, કોશા વેશ્યાને વિષે આસક્ત થઈ, ઝાડો બાર કોડ સોનૈયા ખરચી કામવિલાસ કરનાર તત્કાળ દીક્ષા લઈ કોયાના મહેલમાં જ ચોમાસું રહેનાર શ્રી સ્થલભદ્રસ્વામીનું, તથા અભયા રાણીએ કરેલા નાનાવિધ અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગથી મનમાં કિંચિત્ માત્ર પણ વિકાર ન પામનાર સુદર્શન શેઠ વગેરેનું દષ્ટાંત પ્રસિદ્ધ છે, માટે અહિં તે સવિસ્તાર કહેવાની કોઈ જરૂરત જણાતી નથી.
કષાયાદિને જીતવાની પદ્ધતિ. હવે કષાય વગેરે દેષનો જય, તે તે દષની મનમાં વિરૂદ્ધ ભાવના વગેરે કરવાથી થાય છે. જેમ ક્રોધને જય ક્ષમાથી, માનને નિરાભિમાનપણથી, માયાને સરળતાથી, લાભને સંતોષથી, રાગનો વૈરાગથી, દ્વેષનો મૈત્રીથી, મોહનો વિવેકથી, કામનો સ્ત્રીના શરીર ઉપરની અશુચિ ભાવના ભાવવાથી, મત્સરને બીજાની વધી ગએલી સંપદા જોવામાં આવે તો પણ મનમાં અદેખાઈ ન રાખવાથી, વિષયને ઇંદ્રિયદમનથી, મન વચન કાયાના અશુભ ગને ત્રણ ગુપ્તિથી, પ્રમાદને સાવધાન રહેવાથી અને અવિરતિનો જય વિરતિથી સુખે થાય છે. તક્ષક નાગના માથે રહેલો મણિ મેળવે, અથવા અમૃતપાન કરવું, એવા ઉપદેશ માફક આ વાત બનવી મુશ્કેલ છે, એવી પણ મનમાં કલ્પના ન કરવી. સાધુ મુનિરાજ વગેરે તે તે દેષને ત્યાગ કરીને સદ્દગુણી થએલા ચેખી રીતે દેખાય છે. તથા દઢપ્રહારી, ચિતીપુત્ર, રહિણેય ચેર વગેરે પુરૂષના દાખલા પણ આ વિષય ઉપર જાહેર છે. કહ્યું છે કે – હે લેકે ! જે જગતમાં પૂજ્ય થયા તે પહેલા આપણા જેવા જ સાધારણ માણસ હતા, એમ સમજી તમે દોષનો ત્યાગ કરવામાં ઘણુ ઉત્સાહવંત થાઓ. કાંઈ કઈ એવું ખેતર નથી કે, જેમાં પુરૂષે ઉત્પન્ન થાય છે, અને શરીર, ઇઢિયે વગેરે વસ્તુ જેમ માણસને સ્વાભાવિક હેય છે, તેમ સાધુપણ સ્વાભાવિક નથી મળતું પરંતુ જે પુરૂષ ગુણોને ધારણ કરે છે તે જ સાધુ કહેવાય છે, માટે ગુણેનું ઉપાર્જન કરો.
Jain Education Internaudnal
For Private & Personal Use Only
www.jainelibrary.org