SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય રિ-જીત્યકાર! [ ૨૪૨ ] અહીદનારગિરિ એ વચન વ્યવહારભાષ્ય પીઠિકામાં છે. શનિવારીનાવંથમીરમાર-વગેરે વચન મહાનિશીથમાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશમાં રહત્રણ અમી દ્વછુ, માતા ચ દિવ્યાં મુકવું એ વચનની વ્યાખ્યા કરતાં ચર્ણિકારે અને વૃત્તિકારે પાક્ષિક શબ્દનો અર્થ ચતુર્દશી એમજ કર્યો છે. જે પાખી અને ચતુર્દશી જૂદાં હોય તો આગમમાં બે શબ્દ જૂદા આવત, પણ તેમ નથી. તેથી અમે એવા નિશ્ચય ઉપર આવીએ છીએ કે, ૫ખ્ખી ચતુર્દશીને દિવસે જ થાય. અગાઉ ચોમાસી પૂનમે અને સંવત્સરી પાંચમે કરતા હતા, પણ હાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણથી માસી ચોદશે અને સંવત્સરી ચોથે કરાય છે. એ વાત સર્વસંમત હોવાથી પ્રામાણિક છે. શ્રી ક૯૫ભાષ્ય આદિ ગ્રંથમાં કહ્યું છે કે-કોઈ પણ આચાર્યું કોઈ પણ વખતે મનમાં શઠતા ન રાખતાં જે કાંઈ નિરવદ્ય આચરણ કર્યું હોય, અને અન્ય આચાર્યોએ તેને જે પ્રતિષેધ ન કર્યો હોય તો તે બહુમત આચરિત જ સમજવું. તીર્થોદ્વાર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે–શાલિવાહન રાજાએ સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચોદસને દિવસે માસી અને ચોથને દિવસે સંવત્સરી કરવી. વિરનિર્વાણ સંવત નવસે ત્રાણુંમા વર્ષે ચતુર્વિધ શ્રીસંઘે ચોદશને દિવસે માસી પ્રતિક્રમણ કર્યું. તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં અધિક ચર્ચા જોવી હોય તે પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલે વિચારામૃતસંગ્રહ નામને ગ્રંથ છે. દેવસીય પ્રતિક્રમણની વિધિ. પ્રતિક્રમણ કરવાની વિધિ યેગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્યકૃત ગાથાઓ કહેલી છે, તે ઉપરથી ધારવી, તે નીચે પ્રમાણે છે – આ મનુષ્યભવમાં સાધુએ તથા શ્રાવકે પણ પંચવિધ આચારની શુદ્ધિ કરનારૂં પ્રતિક્રમણ ગુરૂની સાથે, અથવા ગુરૂનો યુગ ન હોય તે એકલાએ અવશ્ય કરવું (૧) ચૈત્યવંદન કરી ચાર ભગવાનહં પ્રમુખ ખમાસમણ દઈ ભૂમિને વિષે મસ્તક રાખી સર્વે અતિચારનો મિચ્છામિ દે. (૨) * પ્રથમ સામાયિક લઈ છામિ રામ કરવા ઈત્યાદિ સૂત્ર બોલવું. અને પછી ભુજાઓ તથા કોણી લાંબી કરી રજોહરણ અથવા ચરવળે તથા મુહપત્તિ હાથમાં રાખી ઘડગ વગેરે દેષ ટાળી કાઉસગ્ગ કરે. તે વખતે પહેરેલે ચળપટ્ટો નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઊંચે હવે જોઈએ. (૩-૪) કાઉસગ્ગ કરતાં મનમાં દિવસે કરેલા અતિચાર અનુક્રમે ચિંતવવા. પછી નવકારવડે કાઉસગ્ગ પારી લેગસ કહે. (૫) સંડાસક પંજી નીચે બેસી પરસ્પર ન લાગે તેમ લાંબી બે ભુજાઓ કરી મુહપતિની તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy