________________
[ રૂરૂર ]
श्राद्धविधिप्रकरण ।
પ્રકૃતિને યોગ્ય અને પરિમિત ભેજન કરવું. હવે જે વસ્તુનું સામ્ય હોય તે વસ્તુ વાપરવી. આહાર, પાણી, વગેરે વસ્તુ સ્વભાવથી વિરૂદ્ધ હોય તો પણ કોઈને તે માફક આવે છે, તેને સામ્ય કહે છે. જન્મથી માંડીને પ્રમાણસર વિષભક્ષણ કરવાની ટેવ પાડી હોય તે તે વિષજ અમૃત સમાન થાય છે. અને ખરેખર અમૃત હોય તે પણ કઈ વખતે ન વાપરવાથી પ્રકૃતિને માફક ન આવતું હોય તો તે વિષ માફક થાય છે. એવો નિયમ છે, તથાપિ પથ્ય વસ્તુનું સામ્ય હોય તો પણ તે જ ઉપયોગમાં લેવી, અને અપથ્ય વસ્તુનું સામ્ય ન હોય તે ન વાપરવી “બલિષ્ઠ પુરૂષને સર્વે વસ્તુ હિતકારી છે.” એમ સમજી કાળકૂટ વિષ ભક્ષણ ન કરવું. વિષ શાસ્ત્રનો જાણ પુરૂષ સુશિક્ષિત હોય તે પણ કઈ વખતે વિષ ખાવાથી મરણ પામે છે. તેમજ કહ્યું છે કે જે ગળાની નીચે ઉતર્યું તે સર્વ અશન કહેવાય છે, માટે ડાહ્યા લેકે ગળાની નીચે ઉતરે ત્યાં સુધી ક્ષણ માત્ર સુખને અર્થે જિહવાની લુપતા રાખતા નથી. એવું વચન છે માટે જિહવાની લેલુપતા પણ મૂકવી. તથા અભક્ષ્ય, અનંત. કાય અને બહુ સાવદ્ય વસ્તુ પણ વજેવી.
પિતાના અશ્મિબળ માફક પરિમિત ભેજન કરવું. જે પરિમિત ભોજન કરે છે, તે બહુ ભેજન કર્યા જેવું છે. અતિશય ભેજન કરવાથી અજીર્ણ, એકારી, જુલાબ તથા મરણ વગેરે પણ થોડી વારમાં થાય છે. કેમ કે–હે જીભ! તું ભક્ષણ કરવાનું અને બોલવાનું માપ રાખ. કારણ કે, અતિશય ભક્ષણ કરવાનું અને અતિશય બલવાનું પરિણામ ભયંકર નીપજે છે. હે જીભ! જે તે દોષ વિનાનું તથા પરિમિત ભેજન કરે અને જે દેષ વિનાનું તથા પરિમિત બેલે, તે કર્મરૂપ વીરોની સાથે લડતા એવા જીવ થકી તને જ જયપત્રિકા મળશે એમ નક્કી જાણ. હિતકારી, પરિમિત અને પરિપકવાન્ન ભક્ષણ કરનારે, ડાબે પાસે શયન કરનારા, હમેશાં ફરવા હરવાની મહેનત કરનારે, વિલંબ ન લગાડતાં મળમૂત્રને ત્યાગ કરનારો અને સ્ત્રીઓની બાબતમાં પોતાનું મન વશમાં રાખનારો એ પુરૂષ રેગોને જીતે છે. હવે ભજન કરવાને વિધિ વ્યવહારશાસ્ત્રાદિકના અનુસારે નીચે પ્રમાણે જાણ:
ભજનની વિધિ.
અતિશય પ્રભાત કાળમાં, તદ્દન સંધ્યાને વખતે અથવા રાત્રિએ તથા ગમન કરતાં ભેજન ન કરવું ભજન કરતી વખતે અન્નની નિંદા ન કરવી. ડાબા પગ ઉપર હાથ પણ ન રાખ. તથા એક હાથમાં ખાવાની વસ્તુ લઈ બીજા હાથે ભેજન ન કરવું. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધકારમાં અથવા વૃક્ષને તળે કોઈ કાળે ભેજન કરવું નહીં, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org