SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ નિ સ્થપ્રધા । [ ૨૧ ] કરૂ ” પછી રાક્ષસે ક્રોધથી કહ્યું. “ અરે ! ફાકટ કેમ બકબક કરે છે? પહેલી માગણી નિષ્ફળ ગુમાવી હવે મ્હારી પાસે બીજી માગણી કરાવે છે ? અરે પાપી ! જેને માટે સંગ્રામ આદિ પાપકર્મ કરવું પડે તે રાજ્યના ત્યાગ કરવા ઉચિત છે, પણુ દેવાએ આપેલા રાજ્યમાં ૫૫ તે કયાંથી હાય ? અરે મૂઢ ! હું સમૃદ્ધ રાજ્ય દેવા છતાં તું લેવા આળસ કરે છે? અરે ! સુગંધી ધૃત પાવા છતાં ખાલી ‘ છીં. છીં ” એવા શબ્દ કરે છે. અરે મૂઢ! તું ઘણા મિાસથી મ્હારા મહેલમાં સુખે ગાઢ નિદ્રામાં સૂતા રહ્યો! અને મ્હારી પાસેથી પેાતાના પગનાં તળિયાં પણુ મસળાવ્યાં ? હું મરણને કાંઠે આવેલા ! મ્હારૂ કહ્યુ' વચન હિતકારી છતાં તું માનત્તા નથી, તે હવે મ્હારા ફળદાયી ક્રોધનાં કેવાં કડવાં ફળ છે ? તે જો, ” ', એમ કહી રાક્ષસ, ગીધપક્ષી જેમ નિ`યપણે માંસના કટકે ઉપાડીને જાય, તેમ કુમારને ઝટ અપહરીને આકાશમાં ઊડી ગયેા. પછી ક્રોધથી કાઇને ન ગણે એવા રાક્ષસે પેાતાના હાઠ ધ્રુજાવતાં શીઘ્ર પેાતાને સંસાર સમુદ્રમાં નાંખવાની પેઠે કુમારને ઘેર સમુદ્રમાં નાંખ્યા. તે વખતે કુમાર, આકાશમાંથી શીઘ્ર અપાર સમુદ્રમાં જંગમ મૈનાક પર્વતની પેઠે પડ્યો ત્યારે વજ્રપાત જેવા ભયંકર અવાજ થયા. જાણે કૌતુકથી જ કે શું ! પાતાળમાં જઈ પાછા તે જળ ઉપર આવ્યેા. જળને સ્વભાવ જ એવે છે. પછી “ જડમય સમુદ્રમાં અજડ ( જાણુ ) કુમાર શી રીતે રહી શકે ? એમ વિચારીને જ કે શું? રાક્ષસે પેાતાને હાથે કુમારને સમુદ્રમાંથી કાઢ્યો, અને કહ્યુ` કે, “ દુરાગ્રહનું ઘર અને વિવેકશન્ય એવા હે કુમાર ! તું કેમ ફાટ મરી જાય છે! રાય લક્ષ્મીને કેમ અંગીકાર નથી કરતા ? અરે નિદ્ય ! હું દેવતા છતાં મે' ત્હારૂ નિંદ્ય વચન કખલ કર્યું, અને તુ' જે કાંઇ માનવી છતાં મ્હારૂં હિતકારી વચન ણુ માનતા નથી ! અરે ! તું મ્હારૂં વચન હજી જલદી કબુલ કર, નહીં તા ધાબી જેમ વસ્ત્રને પછાડે, તેમ તને પત્થર ઉપર વારવાર પછાડી પછાડીને યમને ઘેર માકલી દઇશ, એમાં સશય લેશમાત્ર રાખીશ નહીં. દેવતાના કાપ ફેકટ જતા નથી અને તેમાં પણ રાક્ષસના તેા ન જ જાય. ' એમ કહી ક્રોધી રાક્ષસ કુમારને પગે પકડી અને તેનું મુખ નીચું કરી તેને પછાડવા માટે શિલા પાસે લઇ ગયા. ત્યારે સાહસી કુમારે કહ્યું. “ અરે રાક્ષસ ! તુ મનમાં વિકલ્પ ન રાખતાં પેાતાનું ધાર્યું શું એ વાતમાં વારંવાર તુ મને પૂછે છે? સત્પુરુષાનુ વચન તે એક જ હાય છે. કર "" પછી કુમારને પોતાના સત્ત્વના ઉત્કર્ષ થવાથી આનદ થયા. તેના શરીર ઉપરની રામરાજિ વિકસ્વર થઈ, અને તેજ તા કાઇથી ખમાય નહીં એવું દેખાવા લાગ્યું. એટલામાં રાક્ષસે જાદુગરની માક પેાતાનું રાક્ષસનું રૂપ સર્યું. તુરતજ દિવ્ય આભૂષણેાથી દૈદીપ્યમાન એવુ પેાતાનું વૈમાનિક દેવતાનું સ્વરૂપ પ્રકટ કર્યું, અને મેઘ જેમ જળની વૃષ્ટિ કરે, તેમ તેણે કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી ભાટચારણની માફક કુમારની આગળ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy