________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૩૨૩ ]
જે કાંઈ મનુષ્યમાત્ર અને અજાણ એવા મેં કરેલા અપમાનથી મને માફી આપ. હે રાક્ષસરાજ! હારી ભક્તિ જોઈ હું મનમાં ઘણે ખુશી થયે, માટે તું વર માગ. હારૂં કાંઈ કષ્ટસાધ્ય કાર્ય હશે તે પણ હું ક્ષણમાત્રમાં કરીશ એમાં શક નથી.” કુમારનાં એવાં વચનથી અજાયબ પામેલો રાક્ષસ મનમાં વિચારવા લાગ્યા કે, “અરે! આ તો વિપરીત વાત થઈ ! હું દેવતાં છતાં મહારા ઉપર એ મનુષ્ય પ્રાણી પ્રસન્ન થ! મહારાથી ન બની શકે એવું કષ્ટસાધ્ય એ સહજમાં સાધવા ઈચ્છે છે ! ઘણું આશ્ચર્યની વાત છે. નવાણનું જળ કૂવામાં પ્રવેશ કરવા ઈચ્છે છે ! આજ કલ્પવૃક્ષ પોતાની સેવા કરનાર પાસે પિતાનું વાંછિત મેળવવા ઈચ્છે છે ! આજ સૂર્ય પણ પ્રકાશને અર્થે બીજા કોઈની પ્રાર્થના કરવા લાગે ! હું શ્રેષ્ઠ દેવતા છું. મને એ જે કઈ માનવી છે તે શું આપવાનો હતો? તથા
હારા જેવા દેવતાને માનવી પાસે માગવા જેવું તે શું હોય ? તો પણ કાંઈક માગું. મનમાં એમ વિચારી રાક્ષસે ઉચ્ચ સ્વરથી જાહેર રીતે કહ્યું કે, “જે બીજાનું વાંછિત આપે, એ પુરુષ દ્રશ્યમાં પણ દુર્લભ છે, તેથી હું માગવાની ઈચ્છા છતાં પણ શી રીતે માગું?” માગું એવો વિચાર મનમાં આવતાં જ મનમાંના સર્વે સદગુણે અને “મને આપ” એવું વચન મુખમાંથી કાઢતાં જ શરીરમાંના સર્વ સદગુણે કેણું જાણે ભયથી જ ન જતા હોય તેમ જતા રહે છે.
બન્ને પ્રકારના માર્ગ ( બાણ અને યાચક) બીજાને પીડા કરનારા તો ખરા જ; પણ તેમાં અજાયબી એ છે કે, પહેલો શરીરમાં પેસે ત્યારે જ પીડા કરે છે, અને બીજે તો જોતાં વાર જ પીડા ઉપજાવે છે. બીજી વસ્તુ કરતાં ધૂળ હલકી, ધૂળ કરતાં તૃણ હલકું, તૃણ કરતાં કપાસ (રૂ) હલકું, કપાસ કરતાં પવન હલકો; પવન કરતાં યાચક હલકો અને યાચક કરતાં યાચકને ઠગનાર હલકે છે. કેમકે–હે માતા ! બીજા પાસે માગવા જાય એવા પુત્રને તું જણીશ નહીં, તથા કઈ માગવા આવે તેની આશાને ભંગ કરનાર એવા પુત્રને તે તું ગર્ભમાં પણ ધારણ ન કરીશ. લોકને આધાર, ઉદાર એવા હે રત્નસાર કુમાર ! તેટલા સારૂ હારી માગણે જે ફેકટ ન જાય એમ હોય તો કાંઈક હારી પાસે માગું. ”
રત્નસારે કહ્યું. “અરે રાક્ષસરાજ ! મનથી, વચનથી, કાયાથી, ધનથી, પરાક્રમથી, ઉદ્યમથી, અથવા જીવન ભેગ આપવાથી, પણ હારું કાર્ય સધાય એવું હોય તે હું જરૂર કરીશ.” તે સાંભળી રાક્ષસે આદરથી કહ્યું. “હે ભાગ્યશાળી શ્રેષ્ઠિપુત્ર ! એમ હોય તે તું આ નગરીને રાજા થા. હે કુમાર ! હારામાં સર્વે સદગુણે ઉત્કર્ષથી રહ્યા છે એમ જોઈ હું તને હર્ષથી આ સમૃદ્ધ રાજય આપું છું. તે તું પિતાની મરજી પ્રમાણે ભેગવ. હું હારે વશ થએલું છું, માટે હંમેશાં હારી પાસે ચાકર જે થઈને રહીશ, અને દ્રવ્ય ત્રાદ્ધિ, દિવ્ય ભેગ, સેનાને પરિવાર તથા બીજી જે વસ્તુ જોઈએ તે આપીશ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org