________________
[ ૩૨૨ ]
સાયિક
અંકુશ વિનાનો વિદ્યાધર રાજા અશકમંજરીનાં એવાં વચન સાંભળી ઘણે રોષ પામ્યો અને ધ્યાનમાંથી શીધ્ર ખર્શ બહાર કાઢી કહેવા લાગ્યું કે, “અરેરે ! હમણાં હું તને મારી નાંખું! હારી પણ નિંદા કરે છે !” અશકમંજરીએ કહ્યું. “અનિષ્ટ માણસની સાથે સંબંધ કરવા કરતાં મરવું એ મને વધુ પસંદ છે. જે મને છેડવાની હારી ઈચ્છા ન હોય તો તે બીજે કાંઈ પણ વિચાર ન કરતાં અત્યારે જ મને મારી નાંખ.”
પછી અશોકમંજરીના પુણ્યના ઉદયથી વિદ્યાધર રાજાના મનમાં વિચાર આવ્યું કે, “હાય હાય! ધિક્કાર થાઓ !! આ શું મેં દુર્ણ બુદ્ધિનું કામ માંડયું? પિતાનું જીવિત જેના હાથમાં લેવાથી જે જીવિતની માલીક કહેવાય છે, તે પ્રિય સ્ત્રીને માટે કે પુરૂષ ક્રોધથી એવું ઘાતકીપણાનું આચરણ કરે? શોપચારથી જ સર્વ ઠેકાણે પ્રેમ ઉત્પન્ન થવાને સંભવ છે. તેમાં પણ સ્ત્રીને વિષે એ નિયમ વિશેષે કરી લાગુ પડે છે. પાંચાળ નામે નીતિશાસ્ત્રના કર્તાએ કહ્યું છે કે-“ સ્ત્રીઓની સાથે ઘણી સરળતાથી કામ લેવું.” કૃપણને સરદાર જેમ પિતાનું ધન ભંડારમાં રાખે છે, તેમ વિદ્યાધર રાજાએ એમ વિચારી, મનમાં ઉલ્લાસ લાવી પોતાનું ખડગ પાછું શીધ્ર મ્યાનમાં રાખ્યું અને નવી સૃષ્ટિકતાં જે થઈ કામ કરી વિદ્યાથી અશકમંજરીને મનુષ્યની ભાષા બોલનારી હંસી બનાવી. પછી માણિકયરત્નમય મજબૂત પાંજરામાં હંસીને રાખી તે પૂર્વની માફક આદરથી તેને સારી રીતે પ્રસન્ન કરતો રહ્યો. વિદ્યાધર રાજાની કમળા નામે સ્ત્રી હતી. તેના મનમાં કાંઈક શંકા આવી તેથી, તેણે સાવચેત રહી એક વખતે પિતાના ભત્થરને હંસીની સાથે ડહાપણથી ભરેલાં ચાટુ વચન બોલતાં પ્રકટપણે દીઠો. તે કમળા, મનમાં અદેખાઈ ઉત્પન્ન થવાથી સામું જોવાય નહીં એવી તથા મત્સર ઉત્પન્ન થવાથી કેઈથી મનાવી શકાય નહીં એવી થઈ. એમાં કાંઈ નવાઈ નથી, સ્ત્રીઓને સ્વભાવ એવો જ હોય છે,
કમળાએ પિતાની સખી જેવી વિદ્યાની મદદથી હંસીનું વૃત્તાંત મૂળથી જાણ્યું, અને હૃદયમાં ખેંચેલું શલ્ય જેમ કાઢે, તેમ તે હંસીને પાંજરામાંથી કાઢી છૂટી મૂકી. કમળાએ શેકયભાવથી હંસીને કાઢી મૂકી પણ તે જ હંસીને ભાગ્યયોગથી અનુકૂળ પડયું. નરકમાંથી બહાર નીકળવા પ્રમાણે તે વિદ્યાધર રાજાના ઘરમાંથી બહાર પડેલી હંસી શબરસેના અટવી તરફ ચાલી. પાછળ “વિદ્યાધર આવશે” એવી હીકથી ઘણી આકુળવ્યાકૂળ થએલી હંસી ધનુષ્યથી છુટેલા બાણની માફક વેગથી ગમન કરતાં થાકી ગઈ, અને પિતાના ભાગ્યોદયથી વિશ્રાંતિ લેવા અહિં ઉતરી. તેમજ કમળમાં જેમ સંતાઈ જાય, તેમ તને જોઈ લ્હારા ખેાળામાં સંતાઈ ગઈ. હે કુમારરાજ ! તે હંસી હું જ છું અને જે મહારી પાછળ આવ્યું, અને જેને તે છે, તે જ હું કહું છું તે વિદ્યાધર છે.” *
* તિલકમંજરી પિતાની બહેનની એવી હકીકત જાણી, હેનના દુઃખથી દુઃખી થઈ ઘણે જ વિલાપ કરવા લાગી. સ્ત્રીઓની રીતિ એવી જ હોય છે. તિલકમંજરીએ કહ્યું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org