________________
માતા પિતા તથા બંધુઓ અને નગરજનો આદિ સાથે કેમ વર્તવું? કયારે કેવું ભોજન લેવું ! મલમૂત્રાદિ કયાં કયારે અને કયી રીતિએ કરવાં? સ્વનિનું ફલવર્ણન, સ્વરોદય જ્ઞાન ઈત્યાદિ વિવિધ વ્યાવહારિક વિષે પણ પ્રરૂપ્યા છે. સ્થલે સ્થલે નીતિવચન અને વ્યવહાર વચનને ઉલ્લેખ કરી કથિતવ્યને અતિ બલવત્તર બનાવવાનું ભગીરથ પ્રયત્ન પણ ગ્રંથકારે કર્યો છે. તેમજ યથાવસર જિનાગમાદિ પંચાંગી, પૂર્વાચાર્યો કૃત પ્રકરણાદિ ગ્રંથે તથા વેદ, સ્મૃતિ, પુરાણુ આદિ અનેકાનેક ગ્રંથના પ્રમાણે આપી પિતાની બહુશ્રુતતા, વિદ્વત્તા તથા સ્વપરાશાસ્ત્રવેદિતાનો અછો પરિચય પણ કરાવ્યું છે. સાથે સાથે તે તે ગ્રંથના મૂલપાઠોને ઉધૂત કરી પ્રતિપાઘ વિષયોના પ્રામાણ્ય પ્રત્યે શંકાશીલ બનતાં વાંચકોને નિઃશંક કરી દીધા છે.
આ શ્રાદ્ધવિધિ કૌમુદી નામક અતિવિસ્તૃત વૃત્તિની રચના વિ. સં. ૧૫૦૬માં કરવામાં આવી છે. રચનાસ્થલને નિર્દેશ પ્રથકારે કર્યો નથી. મૂલના રચના સમયને નિર્દેશ પણ મલતું નથી. વૃત્તિની રચના પૂર્ણ કરતાં એકાદ વર્ષનો સમય ગણીએ તે મૂલન રચના સમય વિ. સં. ૧૫૦૪ અથવા વિ. સં. ૧૫૦૫ અનુમાની શકાય. એ પણ સંભવિત છે કે-મૂલની રચના ઘણું વર્ષો અગાઉ થઈ હોય અને વૃત્તિ પાછલથી રચવામાં આવી છે. વૃત્તિના સંશોધનાદિમાં જિહંસગણિ આદિએ સાહાય કર્યાનું પ્રખ્યકારે પોતે જ અન્તપ્રશસ્તિમાં ઉલેખ્યું છે.
પ્રિન્થકાર શ્રી રત્નશેખરસુરિજી આ ગ્રન્થના કર્તા તપાગચ્છીય શ્રી રત્નશેખરસુરિજી છે. તેઓ શ્રીમદે પોતાના પૂનિત જન્મથી ક્યા નગર કે ગામને પવિત્ર કર્યું હતું? કયા માતાપિતાદિના કુલવંશને અલંકૃત કર્યા હતા તેમના માતાપિતાદિનું પુણ્ય અભિધાન તથા તેમનું સંસારાવસ્થાનું અભિધાન શું હતું? તે વિગેરે કશાનો ઉલ્લેખ પ્રથકારે કર્યો નથી. આ જિજ્ઞાસાની તૃપ્તિ કરનારા અન્ય સાધને પણ ઉપલબ્ધ થતા નથી. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીકૃત ૫૪ ટીકા વિભૂષિત “શ્રી તપાગચ્છપટ્ટાવલી” આદિ જે સાધને પ્રાપ્ત થાય છે તેના ઉપર જ સંતોષ માનવો પડે છે.
તેઓશ્રીને જન્મ વિ. સં ૧૪૫૭માં થયો હતો. વિ. સં. ૧૪૬૩માં દીક્ષા અંગીકાર કરી હતી. વિ. સં. ૧૪૮૩માં પંડિતપદ, વિ. સં. ૧૪૯૭માં ઉપાધ્યાયપદ અને વિ. સં. ૧૫૦૨માં સૂરિપદ પ્રાપ્ત થયું હતું. તેઓશ્રીને કાલધર્મ (સ્વર્ગ–ગમન) વિ. સં. ૧૫૧૭ના પિષ વદ છઠના દિવસે થયે હતો. આથી એ ફલિત થાય છે કે, છ વર્ષની બાલ્યવયે તેઓશ્રીએ દીક્ષા અંગીકાર કરી હતી. ૨૬ વર્ષની
૧ તપાગચ્છપઢાવલીમાં તેઓને જન્મસમયને અંગે બે મત દર્શાવ્યા છે. ૧૪૫૭ અને ૧૪પર પણ તેમાંથી ૧૪૫૭ વાલો મત અધિક પ્રચલિત હોય તેમ લાગે છે, કારણ કે, તે પછીના પટ્ટાલીકારેએ ઉક્ત બે મતમાંથી ૧૪૫૭ ના એક જ મતને ઉલ્લેખ કર્યો છે. જુઓ ઉપાધ્યાય શી વીરવર્ધનગણિત પટ્ટાવલી સારોદ્ધાર (પટ્ટાવલીસમુચ્ચય ભા. ૧, પૃ. ૧૫૬) અને અજ્ઞાતકર્તાક શ્રી ગુરુપટ્ટાવલી (પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, પૃ. ૧૭૨ ).
૨ તેમણે કરાવેલ પ્રતિષ્ઠાને લેખ વિ. સં. ૧૫૧૭ ચૈત્ર શુદિ ૧૩ને મલે છે, તે તે પણ વિચારણીય છે. ચૈત્રાદિ હિન્દી કે ગુજરાતી વર્ષગણ ને લીધે જે ફરક પડે છે તેને લીધે પણ આમ બનવાજોગ છે. પ્રતિષ્ઠાના લેખના સંવત હિન્દી અને સ્વીસને ' સંવત ગુજરાતી હોય તે કશી જ હરત આવતી નથી.
પડે છે તેને લીધે પણ આમ બનવાજોગ છે તાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org