________________
,
,
प्रथम दिन-कृत्यप्रकाश ।
[૨૬ ]
પડ્યું એમ માનનારે હેય છે. આ વિષયમાં સાવકી માએ આપેલી અડદની રાબડી એકનાર પુત્રને દાખલે જાણ.
સગાં સંબંધીઓનું ઉચિત.
પિતાના, માતાના તથા સ્ત્રીના પક્ષના લેકે સ્વજન કહેવાય છે. તેમના સંબંધમાં પુરૂષનું ઉચિત આચરણ આ રીતે છે. પોતાના ઘરમાં પુત્ર જન્મ તથા વિવાહ સગાઈ આદિ મંગળકાર્ય હોય ત્યારે તેમને હમેશાં આદરસત્કાર કરે. તેમજ તેમને માથે કાંઈ નુકસાન આવી પડે તે તેમને પિતાની પાસે રાખવા. સ્વજનોને માથે કોઈ સંકટ આવે, અથવા તેમને ત્યાં કાંઈ ઉત્સવ હોય તે પિતે પણ હમેશાં ત્યાં જવું તથા તેઓ નિધન અથવા રોગાતુર થાય તો તેમને તે સંકટમાંથી ઉદ્ધાર કરવો. કેમકે-રોગ, આપદા-દુકાળ તથા શત્રુનું સંકટ માથે આવે છતે તથા રાજદ્વારે અને સ્મશાને જવાને અવસરે જે સાથે રહે તે બાંધવ કહેવાય. સ્વજનનો ઉદ્ધાર કરે તે ખરેખર જોતા પિતાને જ ઉદ્ધાર કરવા બરાબર છે, કેમકે રહેંટના ઘડા જેમ ભરાય છે અને ખાલી થાય છે તેમજ માણસ પણ પૈસાદાર અને દરિદ્ધી થાય છે. કોઈની દરિદ્ધી અથવા પૈસાવાળી અવસ્થા ચિરકાળ ટકતી નથી, માટે કદાચ દુર્દેવથી આપણે માથે માઠી અવસ્થા આવી પડે તે પૂર્વ આપણે જેમના ઉપર ઉપકાર કર્યો હોય, તેઓ જ આપણે આપદાથી ઉદ્ધાર કરે. માટે અવસર આવે વજનેનો સંકટમાંથી ઉદ્ધાર કરવો જ.
પુરુષે સ્વજનની પૂંઠે નિંદા ન કરવી, તેમની સાથે મશ્કરી વગેરેમાં પણ વગર કારણે શુક વાદ ન કરો, કારણ કે તેથી ઘણા કાળની પણ પ્રીતિ તૂટી જાય છે. તેમના શત્રુની સાથે દસ્તી ન કરે, તથા તેમના મિત્રની સાથે મૈત્રી કરે. પુરૂષ સ્વજન ઘરમાં ન હોય અને તેના કુટુંબની એકલી સ્ત્રીઓ જ ઘરમાં હોય, તે તેના ઘરમાં પ્રવેશ ન કરે, તેમની સાથે પસાને વ્યવહાર ન કરવો, તથા દેવનું, ગુરુનું અથવા ધર્મનું કાર્ય હોય તે તેમની સાથે એકદિલ થવું. સ્વજનની સાથે પૈસાનો વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે તેમની સાથે વ્યવહાર કરતાં પ્રથમ જરાક એમ લાગે છે કે, એથી પ્રીતિ વધે છે, પણ પરિણામે તેથી પ્રીતિને બદલે શત્રુપણું વધે છે. કહ્યું છે કે-જ્યાં ઘણી પ્રીતિ રાખવાની ઈચ્છા હોય ત્યાં ત્રણ વાનાં ન કરવાં. એક વાદવિવાદ, બીજે પૈસાને વ્યવહાર અને ત્રીજું તેની પછવાડે તેની સ્ત્રીની સાથે ભાષણ. ધર્માદિક કાર્યમાં એકદિલ થવાનું કારણ એ છે કે–સંસારી કામમાં પણ સ્વજનની સાથે એકદિલપણું રાખવાથી જ પરિણામ સારું આવે છે, તે પછી જિનમંદિર આદિ દેવાદિકના કાર્યમાં તે જરૂર એકદિલપણું હોવું જ જોઈએ, કેમ કે, તેવાં કાર્યોને આધાર સર્વ સંઘના ઉપર છે. અને તે સર્વે સંઘના કાર્યો એકદિલથી થાય તેમાં જ નિવાહ તથા શોભા વગેરેને સંભવ છે, માટે તે કાર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org