________________
[ ૨૨ ]
श्राद्धविधिप्रकरण ।
યુદ્ધવીર હતો કે તેણે પિતાના સર્વ યાચકોને અલંકારયુક્ત અને સર્વ શત્રુઓને કેદ કર્યા હતા. વળી ચાતુર્ય, ઔદાર્ય અને શૌર્યાદિક ગુણેનો તે ભંડાર હતો. એક વખતે તે પિતાના રાજ્ય સિંહાસન પર બેઠો હતો, તેવામાં છડીદારે આવી એવી વિનંતી કરી કે,
મહારાજ ! વિજયદેવ નામના રાજાનો દૂત આપને મળવાની ઈચ્છાથી દરવાજા આગળ આવીને ઊભે છે; આપની આજ્ઞા હોય તો અહીં આવે.” રાજાએ તે દૂતને સત્વર બોલાવી લાવવાની દ્વારપાળને આજ્ઞા કરી. ત્યારે તે સ્વક્તવ્યને જાણનારો દૂત રાજા પાસે આવી વિનયપૂર્વક વંદન કરીને કહેવા લાગ્યો કે, “મહારાજ ! સાક્ષાત્ દેવનગરી સમાન દેવપુર નગરમાં વિજયદેવ નામે રાજા રાજ્ય કરે છે, તે વાસુદેવના જે પરાક્રમી છે. જેમ કેગ્ય રાજનીતિથી શામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાય પેદા થાય, તેમ તેની પ્રીતિમતી નામે સતી મહારાણીએ ચાર પુત્ર પ્રસવ્યા. પછી જેમ હંસલીની બંને પાંખે ઉજ્વળ હોય તેમ માતપિતાના બનને કુળની ઉદ્યોતક “હંસી” નામે એક કન્યા પ્રસવી છે. એ નિયમ છે કે, જે વસ્તુ સ્વલ્પ હોય તે અતિશય પ્રિય લાગે, તેમ આ પુત્રી પણ માતાપિતાને અત્યંત પ્રિય છે. તે હંસી બાલ્યાવસ્થાને ત્યાગ કરીને જ્યારે આઠ વર્ષની થઈ ત્યારે પ્રીતિમતી મહારાણુને “સારસી ' નામે વળી બીજી કન્યા ઉત્પન્ન થઈ. સાક્ષાત જળાશયને શોભાવનારી જાણે બીજી સારસી જ ન હોય તેને શું ? પૃથ્વીમાં જે સાર સાર નિર્મળ પદાર્થો હતા તે જ લઈને જાણે વિધાતાએ તેને ઘડી ન હોય શું? એવી તે બંને બાલિકાઓ એટલી બધી સ્વરૂપવતી હતી કે, તે બનેને પરસ્પર તેમના સિવાય જગતની બીજી ઉપમા આપી શકાય નહી. વળી તે બંનેની પરસ્પર એવી તે અલૌકિક પ્રીતિ છે કે, બન્નેના શરીર જુદાં દેખાય છે, તે પણ તેમને ખેદકારક થઈ પડ્યાં છે. કામરૂપ હસ્તિના ક્રીડાવન સમાન યૌવન વયને પ્રાપ્ત થયેલી હંસીએ પોતાની લઘુ. બેન સારસીને વિયોગ થવાના ભયથી પોતાના વિવાહની વાત જ માંડી વાળી. જ્યારે સારસી યૌવના વસ્થાની સન્મુખ આવી પહોંચી ત્યારે બન્ને જણીઓએ પ્રીતિપૂર્વક એવી પ્રતિજ્ઞા કરી કે, આપણાથી એક બીજાને વિગ વેઠી શકાશે નહીં, માટે આપણે એક જ વરને વરવું. તે બનેએ એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી એટલે માતા પિતાએ તેમને મનગમતો વર મેળવવા માટે ત્યાં યથાવિધ સ્વયંવર–મંડપ રચે. તેમાં એવી તો એલૌકિક મંચ-રચના કરવામાં આવી છે કે, જેનું વર્ણન મેટા કવિઓ પણ કરવાને અસમર્થ છે. ટૂંકમાં એટલું કે ત્યાં આપના જેવા બીજા પણ ઘણા રાજાઓ આવશે અને તે નિમિત્તે ત્યાં ઘાસ તેમ જ ધાન્યના એવા તો પંજ ખડકાવ્યા છે, કે જેની આગળ મોટા પર્વતની પણ શી ગણના ! અંગ, બંગ, કલિંગ, આંધ્ર, જાલંધર, મારવાડ, લાટ, ભાટ, મહાભેટ, મેદપાટ(મેવાડ), વિરાટ, ગૌડ, ચોડ, મહારાષ્ટ્ર, કુરુ, ગુજરાત, આભીર, કાશ્મીર, ગોયલ્લ, પંચાલ, માલવ, હૃણ, ચીન, મહાચીન, કચ્છ, વચ્છ, કર્ણાટક, કેકણ, નેપાળ, કાન્યકુન્જ, કુંતલ, મગધ, નૈષધ, વિભ, સિંધ, દ્રાવિડ, ઈત્યાદિક અનેક દેશના રાજા ત્યાં આવનાર છે, માટે મારા For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International