________________
[ oF*
श्राद्धविधिप्रकरण |
માગે જતાં ફૂલ ઉતારીને જતી માલીની ચાર કન્યાએ તેને મળી, પૂર્વના ઘણું! પરિચય હાવાથી તે કન્યાએએ કમળના ગુણ જાણી ધન્યને કહ્યું કે, “હે ભદ્ર! ભદ્રશાલ વનમાંના વૃક્ષનું ફૂલ જેમ અહિં` દુર્લભ છે, તેમ આ કમળ પણ દુર્લ`ભ છે. આ ઉત્તમ વસ્તુ ઉત્તમ પુરૂષને માટે છે, માટે એના ઉપયાગ જેવા તેવા પાત્રને વિષે કરીશ નહીં. ” ધન્ય કહ્યું. આ કમળના ઉત્તમ પુરૂષને વિષેજ મુકુટ સમાન ઉપયાગ કરીશ ’
66
પછી ધન્ય વિચાર કર્યો કે, “સુમિત્ર જ સવે સજ્જનામાં શ્રેષ્ઠ છે, અને તેથીજ તે મ્હારે પૂજ્ય છે. ” જેની આવિકા જે માણસથી ચાલતી હાય, તેને તે માણુસ કરતાં બીજો કાણુ વધુ સારા લાગે ? હવે, સેાળા સ્વભાવના જ્યે એમ વિચારી, જેમ કેાઈ દેવતાને ભેટછુ' આપવુ. હાય, તેમ સુમિત્રની પાસે જઇ વિનયથી નમસ્કાર કરી અને યથાર્થ વાત હતી તે કહી, પેલું કમળ ભેટ કર્યું. ત્યારે સુમિત્રે કહ્યું કે, “ મ્હારા શેઠ વસુમિત્ર સર્વે લેાકેામાં ઉત્તમ ાવાથી તેમનેજ આ ઉત્તમ વસ્તુ વાપરવા થાગ્ય છે. તેમના મ્હારા ઉપર એટલા બધા ઉપકાર છે કે, હું અહેાનિશ તેમનું દાસપણું કરૂ તાપણુ તેમના ઋણુમાંથી હું મુક્ત ન થઉં. ” સુમિત્રે એમ કહ્યાથી ધન્યે તે કમળ વસુમિત્રને ભેટ આપ્યું. ત્યારે વસુમિત્ર પણ કહ્યું કે—“ આ લેાકમાં મ્હારાં સર્વ કાર્ય સફળ કરનારા એક ચિત્રમતી મંત્રીજ સમાં ઉત્તમ છે. ” સુમિત્રનાં એવા વચનથી ધન્યે તે કમળ ચિત્રમતિ મત્રોને નજરાણા તરીકે આપ્યુ. ત્યારે ચિત્રમતિએ પણ કહ્યું કે-“ મ્હારા કરતાં શ્રેષ્ઠ કૃપા રાજા છે, કારણ કે તે પૃથ્વીના અને પ્રજાના અધિપતિ હાવાથી તેની દ્રષ્ટિના પ્રભાવ પણ દેવ ગતિની પેઠે ઘણું! અદ્ભુત છે. તેની કરષ્ટિ જે કાઇની ઉપર પડે તે ઘણા માતબર ડાય તાપણુ કંગાળ જેવા થઇ જાય, અને તેની કૃપાષ્ટિ જેની ઉપર પડે તે કંગાળ હાય ત પણ માતખર થાય. ” ચિત્રમતિનાં એવાં વચનથી ધન્યે તે કમળ કૃપ રાજાને આપ્યું. કૃપ રાજા પણ જિનેશ્વર ભગવાન્ની અને સદ્ગુરૂની સેવા કરવામાં તત્પર હતા, તેથી તેણે કહ્યું કે, “ જેના ચરણકમળને વિષે મ્હારા જેવા રાજાએ ભ્રમરની પેઠે તદ્દીન રહે છે, તેજ સદ્ગુરૂ સČમાં શ્રેષ્ઠ છે, પણ તેમના ચેાગ સ્વાતિ નક્ષત્રના જળની પેઠે સ્વલ્પ મળે ’
કુપ રાજા એમ કહે છે, એટલામાં સર્વ લેાકેાને આશ્ચર્ય પમાડનાર કાઇ ચારણુ મુનિ દેવતાની પેઠે ત્યાં આકાશમાંથી ઉતર્યાં. ઘણી આશ્ચર્યની વાત છે કે, આશાપ વેલડી કેવી રીતે સફળ થાય છે! કૃપ રાજા આદિ લેાકેા મુનિરાજને બહુમાનપૂર્વક આસન દઇ, વંદના આદિ કરી પેતપેાતાને ઉચિત સ્થાનકે બેઠા. પછી ધન્યે વિનયથી તે કમળનું મુનિરાજ આગળ ભેટલું મૂકયુ. ત્યારે ચારણ મુનિએ કહ્યું કે, “ જો તારતમ્યતાથી કાઈ પણ મનુષ્યને વિષે ઉત્કૃષ્ટપણું આવતું હાય તા તેના છેડા અરિહ ંતને વિષેજ આવવા ચેાગ્ય છે, કારણ કે, અરિહંત ત્રણે લેાકમાં પૂજ્ય છે. માટે ત્રણ જગમાં ઉત્તમ એવા અરિહંતનેજ આ કમળ ધારણ કરવુ' ઉચિત છે. આ લેાકમાં અને પરલેાકમાં વાંછિત વસ્તુ આપનારી તે અરિહંતની પૂજા એક નવી ઉત્પન્ન થએલી કામધેનુ સમાન છે. ” ભક
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International